માં શ્રીદેવીનાં મૃત્યુ બાદ જાહન્વીએ પોતાનો 21મો જન્મદિન આ રીતે ઉજવ્યો – અહી ક્લિક કરો

બોલીવુડની બહેતરીન અભિનેત્રી અને પહેલી મહિલા સુપર સ્ટાર શ્રીદેવીનાં મૃત્યુથી આખી દુનિયાના સિનેમા જગતને મોટુ નુક્શાન થયું છે. શ્રીદેવીના પરિવાર સહિત તેણીના બધા જ ચાહકો/ફેન્સ ખૂબ જ દુઃખી છે. શ્રીદેવીને બોલીવુડમાં કમાણીની બાબતમાં સૌથી મશહૂર હિરોઈન તરીકે ઓળખવામાં આવે છે. શ્રીદેવીનાં મૃત્યુનું સૌથી વધુ દુઃખ શ્રીદેવીની મોટી દિકરી જાહન્વી કપૂરને થયું છે. જાણકારી મુજબ શ્રીદેવી અને જાહન્વી વચ્ચે માં-દિકરીનાં સંબંધ કરતા દોસ્તીનો સંબંધ વધુ ગાઢ હતો.

બાથરૂમમાં મૃત અવસ્થામાં મળી આવી હતી


શ્રીદેવીને પોતાની બન્ને દિકરી જાહન્વી અને ખુશી સાથે ખૂબ જ લગાવ હતો. જાણકારી માટે તમને જણાવી દઈએ કે શ્રીદેવી પોતાના ભત્રીજા મોહિત મારવાહનાં લગ્નમાં હાજરી આપવા માટે પોતાના પતિ બોની કપૂર અને નાની દિકરી ખુશી સાથે દુબઈ ગઈ હતી. લગ્ન પ્રસંગ પૂરો થયા બાદ બોની કપૂર પોતાની દિકરી સાથે મુંબઈ પરત ફર્યા અને ફરી પાછા દુબઈ ગયા હતાં. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. આ ખુશી ભર્યા વાતાવરણમાં અચાનક જ દુઃખનાં કાળા વાદળો છવાઈ ગયા. શ્રીદેવી હોટેલનાં બાથરૂમમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. શ્રીદેવીને જોતાવેંત ડૉક્ટરે જણાવ્યું હતું કે તેણીનું મૃત્યુ સાઈલેન્ટ હાર્ટ અટેકને લીધે થયું છે.

ફોરેન્સિક રિપોર્ટ અનુસાર શ્રીદેવી નશાની હાલતમાં હતી.


સૌથી પહેલા તો બધાએ એવું જ માની લીધું હતું કે શ્રીદેવીનું મૃત્યુ હાર્ટ અટેકને લીધે થયું છે, પણ હકીકત કંઈક અલગ હતી. જ્યારે પીલીસની ફોરેન્સિક રીપોર્ટ આવી ત્યારે સત્ય બહાર આવ્યું. ફોરેન્સિક રીપોર્ટ દ્વારા જાણવા મળ્યું કે, શ્રીદેવીનું મૃત્યુ હાર્ટ અટેકને કારણે નહી પણ બાથટબમાં ડૂબી જવાથી થયું છે. રીપોર્ટમાં એ પણ આવ્યું કે મૃત્યુ સમયે શ્રીદેવી નશાની હાલતમાં હતી. નશાને કારણે શ્રીદેવીએ પોતાનું સંતુલન ગુમાવ્યુ અને બાથટબમાં ડૂબી ગઈ. શ્રીદેવીની દિકરી જાહન્વી હવે 21 વર્ષની થઈ ચુકી છે.

જાહન્વીએ વૃદ્ધાશ્રમમાં ઉજવ્યો જન્મદિવસ:


શ્રીદેવીના મૃત્યુ બાદ દિકરી જાહન્વીએ પોતાનો જન્મદિન કંઈક અલગ જ અંદાઝમાં ઉજવ્યો. જી હાં, શ્રીદેવીની મોટી દીકરી જાહન્વી કપૂરે 6 માર્ચના રોજ પોતાનો 21મો જન્મદિવસ મુંબઈ સ્થિત વૃદ્ધાશ્રમમાં સેલિબ્રેટ કર્યો હતો. અહીંયા તેણે વૃદ્ધ મહિલાઓ સાથે કેક કાપીને તમામના આશીર્વાદ લીધા હતાં. સેલિબ્રેશનની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. માતા શ્રીદેવીના નિધન બાદ જાહન્વીનો આ પહેલો જન્મદિવસ છે. આ ફોટો અને વિડીયોમાં રીતસરનું જોઈ શકાય છે કે, એક દિકરી પોતાની મમ્મીને કઈ રીતે યાદ કરે છે. પોતાની મમ્મીની ખુશી, માન-સન્માન અને આ શોકભર્યા દિવસોમાં પોતાના પરિવારને સપોર્ટ કરવાના હેતુસર બહાદુર દિકરીએ પોતાનો જન્મદિવસ એકદમ સાદગીપૂર્ણ રીતે ઉજવીને મમ્મીને યાદ કરી હતી.

પોતાના ઘરે પરિવાર સાથે પણ સેલિબ્રેટ કર્યું


તમને જણાવી દઈએ કે માતા શ્રીદેવીના નિધન બાદ જાહન્વી કપૂરનો આ પહેલો જન્મદિવસ હતો. ઓલ્ડએજ હોમમાં જન્મદિન ઉજવ્યા બાદ જાહન્વીએ ઘરે પણ કેક કાપી હતી. સોનમ કપૂરે સેલિબ્રેશનનાં ફોટાઓ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ ફોટામાં જાહન્વીની સાથે પપ્પા બોની, નાની બહેન ખુશી, સાવકી બહેન અંશુલા કપૂર, કાકાની દીકરી રિયા કપૂર, સોનમ કપૂર, સનાયા કપૂર, કઝીન ભાઈ ઝહાન કપૂર સહિતના પરિવારના સભ્યો જોવા મળ્યાં હતાં.

મિત્રો, કહેવાય છે કે બાળકની મમ્મી બાળકને આખી દુનિયા કરતા 9 મહિના વધુ ઓળખે છે. દિકરીના જન્મ દિવસે માતા શ્રીદેવીએ પણ ચોક્કસ આશીર્વાદ વર્ષાવ્યા હશે.

ગુજરાતના સૌથી લોકપ્રિય ફેસબુક પરિવાર “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો, જે હંમેશા અમારા માટે પ્રેરણાદાયી બની રહેશે.

Leave a Reply

error: Content is protected !!