સફળ વ્યક્તિ બનવા માટે કાગડા પાસેથી આ 4 વસ્તું શીખવી જોઈએ : ચાણક્ય

આચાર્ય ચાણક્ય પાટલીપુત્રનાં મહાન વિદ્વાન હતા. (પાટલીપુત્ર એટલે હાલનું પટના). ચાણક્યને પોતાના ન્યાય પ્રિય આચરણને કારણે ઓળખવામાં આવતા. આવડા મોટા સામ્રાજ્યનાં મંત્રી હોવા છતાં તેઓ એક સામાન્ય ઝુંપડીમાં રહેતા. એમનું જીવન એકદમ સાદગીપૂર્ણ હતું. ચાણક્યએ પોતાના જીવનમાં થયેલા અનુભવોને ચાણક્ય નીતિમાં વર્ણવ્યા છે.

ચાણક્ય નીતિમાં જીવન જીવવાનાં કેટલાક એવા નિયમો દર્શાવ્યા છે કે વ્યક્તિ એ નિયમોનું પાલન કરે તો સફળતા ચોક્કસ મળે. જો વ્યક્તિ પોતાના અંગત જીવનમાં આ બધી નાની-નાની બાબતોનો ખ્યાલ રાખે તો એને કોઈ દિવસ હારનો સામનો નહિ કરવો પડે. આ નીતિઓમાં સુખી જીવનનું રહસ્ય છુપાયેલ છે. નીતિમાં જણાવેલ વાતો તમને કડવી લાગશે, પણ એકદમ સત્ય છે. આજે અમે તમને ચાણક્યનાં પુસ્તક ચાણક્ય નીતિમાં લખેલ કેટલીક મહત્વની વાતો જણાવીશું જે આપણા જીવનને વધુ સાર્થક બનાવી દેશે.

આ બધી વાતો જીવન જીવવાનો સાચો રસ્તો બતાવે છે અને સાથે જણાવે છે કે, જીવનમાં શું કરવું અને શું ન કરવું!! આજે અમે તમને ચાણક્યએ જણાવેલ 4 એવી વાતો જણાવીશું જે તમારૂ જીવન બદલી નાખશે. તો ચાલો જાણીએ આજના 4 ગુરૂ-મંત્ર.

● આચાર્ય ચાણક્ય કહે છે કે, જે રીતે એક કાગડો હંમેશા સજાગ (એલર્ટ) રહે છે અને એની નજર ચારે બાજુ ઘૂમતી હોય છે એવી જ રીતે વ્યક્તિએ પોતાની જાતને સજાગ/જાગૃત રાખવી જોઈએ.

● માણસે બધી રીતે સાવધાન રહેવું જોઈએ જેથી કરી એને કોઈ નુકશાન ન પહોંચાડી શકે. કાગડો પોતાની નજર એકદમ એલર્ટ રાખીને પોતાનું રક્ષણ કરે છે અને પોતાના માટે યોગ્ય તકની રાહ જોવે છે. એ રીતે આપણે પણ પોતાની પરિસ્થિતિ જોઈને પોતાનું કાર્ય પૂર્ણ કરવું જોઈએ.

● આપણે એ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે હાલમાં આપણે પોતાના જીવનમાં ક્યાં સ્ટેજ પર છીએ, અને આપણી પાસે કઈ-કઈ તકો છે. આ દરેક વાતો પર આપણે નજર રાખવી જોઈએ. જીવનમાં કેટલીક એવી સમસ્યાઓ આવી શકે જેમાંથી ઉગરવાનું થોડું મુશ્કેલ હોય પણ આવી સમસ્યાઓથી ગભરાવવું ન જોઈએ. આપણે એ સમસ્યાઓથી પરેશાન થવાને બદલે એ બાબત પર ધ્યાન આપવું જોઈએ કે જેનાથી આપણી પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. એટલે પોતાની દ્રષ્ટિ એક કાગડા જેવી રાખો અને ચારે તરફથી એલર્ટ રહો. આ સિવાય ચાણક્યએ જણાવ્યું છે કે કેટલીક વાતોને હંમેશા ગુપ્ત રાખવી જોઈએ. કોઈ સામે એનો ઉલ્લેખ ન કરવો જોઈએ. જેમ કે,

વ્યક્તિગત સમસ્યાઓનો ઉલ્લેખ


ચાણક્ય નીતિમાં લખ્યું છે કે વ્યક્તિએ ક્યારેય પોતાનાં પર્સનલ પ્રોબ્લેમ બીજા સાથે ભૂલથી પણ શેર ન કરવા. તમારા એકદમ અંગત મિત્રોને પણ આવી વાત કહેવી નહી. ચાણક્યનું માનવું છે કે અંગત સમસ્યા જણાવવાથી લોકો આપણી સામે તો સહાનુભૂતિ બતાવે, પણ પછી પાછળથી આપણી ખરાબ વાતો કરીને મઝા લૂંટે.

પોતાના અપમાનનો ઉલ્લેખ


ચાણક્યના કહેવા મુજબ વ્યક્તિએ પોતાને થયેલ અપમાન વિશે કોઈને ન જણાવવું જોઈએ. જો કોઈ તમારૂ અપમાન કરે તો એ વાત ત્રીજી વ્યક્તિને ખબર ન પડવી જોઈએ. ચાણક્યનું માનવું એવું છે કે આમ કરવાથી તમારૂ અપમાન વધી જાય છે અને સાથે તમારો મજાક પણ ઉડી શકે. આવી વાતો તમારી ઈમેજને ખરાબ કરી શકે છે.

પત્નીના ચારિત્ર્યનો ઉલ્લેખ


ચાણક્યએ કહ્યું છે કે, મનુષ્યએ ક્યારેય પણ પોતાની પત્નીના ચારિત્ર્ય વિશે કોઈને જણાવવું નહી. પોતાની પત્નીના સ્વભાવ અને જીવન સંબંધો વિશે બીજા લોકોને કંઈપણ કહેવું નહીં. આમ કરવાથી તમારી અને તમારા ઘરની ઈજ્જત જાય અને ઉપરથી બીજા લોકોને મજાક ઉડાવવાની તક મળી જાય. કેટલીક વાતો એવી હોય છે કે જે ત્રીજી વ્યક્તિને જણાવવાથી મુશ્કેલીઓ ઓછી થવાને બદલે વધી જાય છે.

વેપાર સંબંધિત વાતોનો ઉલ્લેખ


ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે, અન્ય કોઈપણ વ્યક્તિ સામે પોતાના વેપાર સંબંધિત બાબતોનો ઉલ્લેખ કરવો નહીં. વેપારમાં થયેલ નફા-નુકશાનની વાતો કોઈને જણાવવી નહીં. કારણ કે આમ કરવાથી બીજા લોકો તમારી સ્થિતિ જાણી જશે અને જ્યારે તમે એ લોકો પાસે મદદ માંગશો તો તેઓ મદદ નહીં કરે. યોગ્ય સમયે સહયોગ નહી મળે.

મહાન ચાણક્યના જીવન પરના અને નીતિસૂત્રો ના પુસ્તકો ગુજરાતીમાં ઘરે બેઠા મેળવવા 7405479678 પર વોટ્સ એપ કરો અથવા અહી ક્લિક કરો

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલી આ પોસ્ટ ગમી હોય તો કમેન્ટ ચોક્કસ કરજો. જેથી અમને વધુ સારી-સારી પોસ્ટ લખવાની પ્રેરણા મળી રહે

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!