પહેલી મુલાકાત વખતે ભગવાન શ્રીરામે માતા સીતાને શું અનમોલ ભેટ આપી હતી?

ભારતમાં લગ્ન બાદ નવી દુલ્હનની મુંહ દિખાઇનો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે. જ્યારે કોઈપણ નવી દુલ્હનનો ચહેરો પહેલી વાર જોવે ત્યારે કંઈક ને કંઈક ભેટ જરૂર આપે છે. ત્યાં સુધી કે સુહાગરાતનાં દિવસે પણ પતિ પોતાની પત્નીનો ચહેરો જોવે છે તો તે પણ કંઈક ભેટ-સોગાદ આપે છે. જેમ કે અમે તમને પહેલા જ જણાવ્યું કે ભારતમાં આ પરંપરા વર્ષોથી ચાલે છે. તો આજે અમે તમને રામાયણ સમયનો એક ઐતિહાસિક પ્રસંગ જણાવીશું.

વધુ જાણવા માટે જવું પડશે રામાયણ કાળમાં :


ત્રેતા યુગમાં દશરથ પુત્ર ભગવાન શ્રી રામ અને રાજા જનકની પુત્રી સીતાજીનાં જ્યારે લગ્ન થયા ત્યારે મુંહ દિખાઇનાં પ્રસંગે ભગવાન રામે એક અનમોલ ભેટ આપી હતી. એ ભેટ મેળવ્યા બાદ માતા સીતા ખૂબ જ રાજી થયા હતા. હવે તમે વિચારી રહ્યા હશો કે, ભગવાન રામે મુંહ દિખાઇ વખતે એવી તે કઈ ભેટ આપી હતી કે માતા સીતા ખૂબ જ પ્રસન્ન થયા? આપના આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે રામાયણ કાળમાં જવું પડશે.

માતા સીતા અને શ્રી રામની પહેલી મુલાકાત વાટીકામાં થઇ હતી :


મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે, આ વાતથી લગભગ બધા જ પરિચિત છે. રામાયણમાં ભગવાન શ્રી રામ અને માતા સીતાનાં લગ્ન વિશે ખૂબ જ રોચક પ્રસંગ જોવા મળે છે. રામાયણ અનુસાર ભગવાન શ્રી રામ અને માતા સીતાની પહેલી મુલાકાત એક વાટીકા (બગીચા) માં થઈ હતી. માતા સીતા ગૌરી માતાની પૂજા માટે ફૂલ વીણવા ગયા હતા, ત્યાં જ ભગવાન શ્રીરામ પોતાના ગુરૂ વિશ્વામિત્ર માટે ફૂલ લેવા ગયા હતા. વાટીકામાં બન્નેએ પહેલીવાર એક-બીજાને જોયા. ઓહો ! કેવું સરસ એ પવિત્ર મિલન હશે મિત્રો, કલ્પના કરો..!

માતા સીતાએ પહેલી નજરમાં જ શ્રી રામને પોતાના સ્વામી માની લીધા હતા :


એક-બીજાને જોતાવેંત જ બન્નેનાં હ્ર્દય મળી જાય છે. માતા સીતા શ્રીરામને જોઈને મનમાં ને મનમાં જ એમને પસંદ કરવા લાગે છે. એટલું જ નહી તેમને પતિના રૂપમાં પામવા માટે માતા ગૌરીને પ્રાર્થના પણ કરવા લાગે છે. માતા સીતાની પ્રાર્થના સ્વીકાર થાય છે અને માતા સીતાને શ્રી રામ પતિ રૂપે પ્રાપ્ત થાય છે. શ્રી રામની કુંડળીમાં સામેલ માંગલિક યોગને લીધે સ્વયંવર અને લગ્નમાં ઘણી તકલીફો ઉભી થાય છે. લગ્નમાં ઘણી બધી સમસ્યાઓ આવવા છતાં એમના લગ્ન થઈ જાય છે.

ભેટ સ્વરૂપે આપ્યું વચન :


કથા મુજબ આ લગ્ન સમારંભમાં ભાગ લેવા માટે બધા જ દેવી-દેવતા વેશ બદલીને આવે છે અને નવદંપતિને આશિર્વાદ આપે છે. લગ્ન બાદ પહેલી વખત રાત્રે શ્રીરામ અને માતા સીતાની મુલાકાત થાય છે. મુલાકાતની સાથે જ મુંહ દિખાઇની રશ્મ શરૂ થાય છે. આ રીત-રિવાજ મુજબ ભેટ-સોગાદ આપવાની પણ પ્રથા હતી પણ શ્રીરામે માતા સીતાને કોઈ ભૌતિક વસ્તું આપવાને બદલે એક વચન આપ્યું જેથી સીતાજી ખૂબ જ પ્રસન્ન થયા.

વચન આપવાને કારણે જ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે :


ભગવાન શ્રી રામે પોતાની પત્ની સીતાજી ને એવું વચન આપ્યું કે, જ્યાં સુધી તેઓ જીવીત રહેશે ત્યાં સુધી એમના જીવનમાં બીજી કોઈ સ્ત્રી નહી આવે. શ્રી રામે માતા સીતાને આપેલ આ વચનનું પાલન જીવનભર કર્યું. પહેલી મુલાકાત સમયે જ પોતાની પત્નીને આજીવન સાથ નિભાવવાનું વચન આપીને શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા.

મિત્રો, હવે તો આવો પ્રેમ, વચન-પાલન અને વફાદારી સ્વપ્ન બની ગયા છે… બોલો રામચંદ્ર ભગવાન કી જય !

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!