આ બની શકે છે ભારતના સૌથી પૈસાદાર પરિવાર અંબાણી ખાનદાનની વહુ

પંજાબ નેશનલ બેન્કને સાડા અગિયાર હજાર કરોડનો ચૂનો લગાવીને ફરાર થયેલા નીરવ મોદી વિશેની ખબરોથી હમણાં ઉહાપોહ મચ્યો છે.એક દિલસ્પદ વાત એ છે કે,નીરવ મોદીનો નાનો ભાઇ નિશાલ મોદી મુકેશ અંબાણીની ભાણેજ ઇશિતા સલગાંવકરનો પતિ છે!ઉલ્લેખનીય છે કે,PNB કૌભાંડમાં નિશાલ મોદીનું નામ પણ ચર્ચામાં છે.ઇશિતા સલગાંવકર ગોવાના બિઝનેસમેન દત્તારાજ સલગાંવકરની પુત્રી છે,જેના લગ્ન મુકેશ-અનિલ અંબાણીની બહેન દીપ્તિ અંબાણી સાથે થયેલા.

આ વખતે બીજી ખબર આવી છે કે,નીરવ મોદી સાથે અમુક રીતે સબંધ ધરાવતી શ્લોકા મહેતા મુકેશ અંબાણીના પુત્રની વહુ બનવાની છે!

શ્લોકા મહેતા બની શકે છે આકાશ અંબાણીની પત્ની –

ખબરોના અહેવાલ અનુસાર,મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી સાથે થવાના છે જે હિરાના વ્યાપારી રસેલ મહેતાની પુત્રી છે.જો કે,હજી સુધી બંને પક્ષો તરફથી આના વિશે કોઇ જાહેરાત થઇ નથી પણ રીપોર્ટ અનુસાર હવે જલ્દી સગાઇ માટેનું એલાન થઇ શકે છે.આમ થશે તો શ્લોકા મહેતા અંબાણી ઘરાનાની વહુ બનશે!

નીરવ મોદી સાથે રહ્યો છે આ નાતો –

શ્લોકાના પિતા રસેલ નીરવ મોદીની જેમ હિરાના વ્યાપારી છે અને પહેલાં આ બંને બિઝનેસ પાર્ટનર પણ રહી ચુક્યા છે.શ્લોકાની શાદી દેશના સૌથી અમીર પરીવારના આકાશ અંબાણી સાથે થશે તેવી ચર્ચાઓ જાગી છે.અત્યારે રિલાયન્સ જીઓ 4G નેટવર્કનું પુરું કામ આકાશ અંબાણી જ સંભાળે છે.જ્યારે શ્લોકા રસેલ મહેતાની સૌથી નાની પુત્રી છે અને કનેક્ટફોર સંસ્થાની સહ-સ્થાપક પણ છે.

એક સાથે ભણ્યાં છે આકાશ અને શ્લોકા –

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાએ ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં એક સાથે અભ્યાસ કર્યો છે.શ્લોકાના પિતા રસેલ મહેતાને “ડાયમંડ કિંગ”પણ કહેવામાં આવે છે.ભારત ઉપરાંત વિદેશોમાં પણ એની કંપનીનો વ્યાપ સારો એવો છે.

કોઇ સત્તાવાર જાહેરાત ન થઇ હોવા છતાં,એવું માનવામાં આવે છે કે મહેતા અને અંબાણી પરિવાર બહુ ટૂંક સમયમાં એકબીજા સાથે જોડાઇ શકે છે તેવી શક્યતાઓ છે.

ગુજરાતના સૌથી લોકપ્રિય ફેસબુક પરિવાર “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો, જે હંમેશા અમારા માટે પ્રેરણાદાયી બની રહેશે.

Leave a Reply

error: Content is protected !!