છેલ્લે નિર્ભયાએ પોતાની મમ્મીને કહી હતી આ વાત, જે વાંચીને આત્મા કકળી ઉઠશે

ભારતમાં દિન-પ્રતિદિન કાનૂન વ્યવસ્થા મજબૂત થઈ રહી છે. એવું અમે નથી કહેતા, પણ સરકાર કહે છે. સરકારનાં કહેવા મુજબ દેશમાં કડકમાં કડક કાયદા બની રહ્યા છે, જેના દ્વારા સામાન્ય માણસને રાહત મળશે. પણ, ભારત સરકાર એ વાત ભૂલી રહી છે કે તેઓ ભલે ગમે તેવા કઠોર કાયદા કાનૂન કેમ ન બનાવે, તો પણ આપણા દેશમાં વહુ-દિકરી સુરક્ષિત નથી. ઘરેથી બહાર નીકળતા જ દરેક છોકરીને ઘણી બધી ગંદી નજરોનો સામનો કરવો પડે છે. એવામાં છોકરીઓ સાથે થઈ રહેલ દુર્વ્યવહાર વિશે અવારનવાર ન્યુઝ પેપરમાં સમાચાર આવતા રહે છે.

હમણાં છેલ્લે થોડા સમય પહેલા જ નિર્ભયા કેસે આખા ભારતને હચમચાવી નાખ્યું હતું. નિર્ભયા સાથે થયેલ ગેંગરેપથી બધાની અંતર-આત્મા જાગી ગઈ હતી. આજે પણ નિર્ભયા સાથે થયેલ દુર્ઘટના વિશે વિચારીએ તો આંખો ભીની થઈ જાય છે. ફક્ત નિર્ભયા જ નહીં, પણ ભારતમાં નિર્ભયા જેવી હજારો છોકરીઓ દર વર્ષે આવી અમાનવીય દુર્ઘટનાનો ભોગ બને છે. એવામાં આજે અમે તમને નિર્ભયાનાં છેલ્લા શબ્દો વિશે જણાવીશું, જે તેણીએ મરતા પહેલા પોતાની માતાને કહ્યા હતા. પ્રાપ્ત જાણકારી મુજબ નિર્ભયાએ પોતાનું દર્દ એક કાગળમાં લખીને પોતાની માતાને જણાવ્યું હતું. તમે પણ નિર્ભયાનાં છેલ્લા શબ્દો વાંચીને રડી પડશો.

હકીકતમાં, નિર્ભયાએ આ દુનિયા છોડતા પહેલા પોતાની મમ્મીને કેટલીક એવી વાતો જણાવી કે, જે વાંચીને તમારી અંતર-આત્મા કાંપી ઉઠશે. જાણકારી મુજબ નિર્ભયા દેહરાદૂનનાં એક ઇન્સ્ટિટ્યૂટમાં પોતાનો અભ્યાસ પૂરો કરી રહી હતી. આજે પણ તેણીની સહેલીઓ તેને યાદ કરીને રડવા માંડે છે. આજે પણ લોકો દુવા કરે છે કે, નિર્ભયા સાથે જે થયું એવું કોઈ સાથે ન થાય. તમને જાણીને નવાઈ લાગશે કે નિર્ભયાની સારવાર કરી રહેલ ડૉક્ટરો પણ તેણીની હાલત જોઈને ડરી ગયા હતા. કારણ કે, તે રાક્ષસોએ નિર્ભયા સાથે જાનવરો કરતા પણ ખરાબ વ્યવહાર કર્યો હતો.

તે ઘટના પછી દિલ્હીનાં સફરજંગ હોસ્પિટલમાં નિર્ભયા જીંદગી સાથે જંગ લડી રહી હતી. તેણીની હાલત એવી નહોતી કે તે બોલીને પોતાનું દર્દ કહી શકે એટલે તેણે પોતાનું બધું જ દુઃખ-દર્દ એક કાગળ પર લખીને પોતાની મમ્મીને આપ્યું.

નિર્ભયાએ તેના છેલ્લા પત્રમાં લખ્યું હતું કે, ” માં, મને ખૂબ જ દુઃખાવો થઈ રહ્યો છે. મારાથી આ દર્દ સહન નથી થઈ રહ્યું અને મમ્મી-પપ્પા મને માફ કરી દેજો. તમે ઈચ્છતા હતા કે હું ફિજિયોથેરાપીસ્ટ બનું. પણ, આજે હું એટલા દર્દમાં છું કે મને પોતે એક ફિજિયોથેરાપીસ્ટની જરૂર છે. આજે મને મારૂ દર્દ જ સહન નથી થઈ રહ્યું માં”

આ સિવાય અંતમાં નિર્ભયાએ લખ્યું કે, ” માં, મને એટલું દર્દ થાય છે કે હું વ્યવસ્થિત શ્વાસ પણ નથી લઈ શકતી. માં, હું જ્યારે પણ મારી આંખો બંધ કરીને સુવાની કોશિશ કરૂ છું ત્યારે મારી નજર સામે પેલા રાક્ષસો આવી જાય છે અને મને પરેશાન કરે છે. માં, હું ઠીકથી જીવી પણ નથી શકતી અને મરી પણ નથી શકતી. ” નિર્ભયાનો આ અંતિમ પત્ર વાંચીને એની માતાનું કાળજુ ફાટી ગયું અને તે મોડે સુધી રડતી રહી…

હે, ઈશ્વર નિર્ભયાની આત્માને શાંતી અને સ્વર્ગમાં સૌથી ઉચ્ચ દરજ્જો આપ અને એમના પરિવારને આ ભયાનક સપનું ભૂલી જવાની શક્તિ આપ.

ૐ શાંતી !

Leave a Reply

error: Content is protected !!