રાષ્ટ્રપતિની કાર પર નંબર પ્લેટ કેમ નથી હોતી? જાણો એમના માટે કેમ અલગ કાનૂન હોય છે

જો તમને ખ્યાલ ન હોય તો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આપણા દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ સહિત અમુક VVIP ની કાર પર નંબર પ્લેટ નથી હોતી. હવે, તમે કદાચ વિચારતા હશો કે દેશના દરેક વાહન પર નંબર પ્લેટ હોવી જરૂરી છે તો પછી રાષ્ટ્રપતિની કાર પર નંબર પ્લેટ કેમ નથી હોતી? આખરે ! આવુ કેમ હોય છે? રાષ્ટ્રપતિ માટે અલગ કાનૂન કેમ? તો આજે અમે તમને આ જ પ્રશ્નોના જવાબ આપીશું. રાષ્ટ્રપતિની કાર પર નંબર પ્લેટ નહીં લગાડવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે.

નંબર પ્લેટનો નિયમ :


સૌથી પહેલા થોડું વિચારો કે જો તમે કે હું પોતાની નંબર પ્લેટ વગરની ગાડી લઈને નીકળ્યા હોય તો શું થાય? પોલીસ આપણી ગાડી જપ્ત કરી લે, આપણા વિરુદ્ધ કાર્યવાહી થાય અથવા તરત જ ચલણ કપાય જાય. પરંતુ દેશના રાષ્ટ્રપતિ માટે કાયદો અલગ છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ પાસે આવી 14 ગાડીઓ હોય છે કે જેના પર નંબર પ્લેટ નથી હોતી. કદાચ તમે વિચારી રહ્યા હશો કે દેશનાં રાષ્ટ્રપતિને ક્યાં કાનૂન હેઠળ આ છૂટ પ્રાપ્ત થાય છે? તો ચાલો જાણીએ રાષ્ટ્રપતિની કાર પર નંબર પ્લેટ કેમ નથી હોતી.

હકીકતમાં કોઈપણ ગાડીને રોડ પર ચલાવવા માટે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન ની જરૂર હોય છે, જે સર્ટિફિકેટ સરકાર દ્વારા ઈસ્યુ કરવામાં આવે છે. જેને RC બુક કહેવાય છે. આ જ રજિસ્ટ્રેશન નંબર તમારી ગાડીની નંબર પ્લેટ ઉપર લખેલ હોય છે. આ રજિસ્ટ્રેશન નંબર ગુજરાતમાં GJ, દિલ્હીમાં DL, ચંદીગઢમાં CH, ઉત્તર પ્રદેશમાં UP, ઉત્તરાખંડમાં UK, પંજાબમાં PB અને બિહારમાં BR થી શરૂ થાય છે. કોઈપણ સામાન્ય માણસની ગાડીનું રજિસ્ટ્રેશન 15 વર્ષ સુધી માન્ય હોય છે. રજિસ્ટ્રેશન નંબર વગર કોઈપણ ગાડી સડક પર ન ચાલી શકે. પણ, રાષ્ટ્રપતિની ગાડીનાં રજિસ્ટ્રેશનનું કાનૂન થોડું અલગ છે. રાષ્ટ્રપતિની કાર પર નંબર પ્લેટ કેમ નથી હોતી?

રાષ્ટ્રપતિની કાર પર નંબર પ્લેટ કેમ નથી લાગેલી હોતી:


રાષ્ટ્રપતિની કાર પર નંબર પ્લેટ કેમ નથી હોતી એ જણાવતા પહેલા તમને કહી દઈએ કે જો કોઈ વ્યક્તિ નવી ગાડી ખરીદે તો એને રજિસ્ટ્રેશન નંબરની ફાળવણી કરતા પહેલા એક કામચલાઉ નંબર આપવામાં આવે છે. તે આ નંબરથી પોતાની ગાડી ચલાવી શકે. હવે વાત કરીએ કે રાષ્ટ્રપતિની કાર પર નંબર પ્લેટ કેમ નથી હોતી. તમને જણાવી દઈએ કે ભારતના કોઈપણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની ગાડી પરનો રજિસ્ટ્રેશન નંબર આખા ભારત દેશમાં માન્ય ગણાય છે. પણ, તમે જે રાજ્યમાંથી ગાડી ખરીદી હોય એ રાજ્ય સિવાયનાં બીજા રાજ્યમાં તમારી ગાડી વધુમાં વધુ 12 મહિના સુધી ચલાવી શકો ત્યારબાદ એ રાજ્યમાં તમારી ગાડીનું ફરીથી રજિસ્ટ્રેશન કરાવવું પડે.

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલ સહિત અનેક VVIPની કારમાં રજિસ્ટ્રેશન નંબર પ્લેટ નહીં લગાવવા પાછળનું કારણ બ્રિટિશ સિસ્ટમ છે. બ્રિટિશ સિસ્ટમ હેઠળ માનવામાં આવે છે કે ‘કિંગ કેન ડૂ નો રોંગ’ એટલે કે રાજા અથવા ઉચ્ચ પદે બિરાજમાન વ્યક્તિ ક્યારેય ખોટું ન કરી શકે. આ જ કારણ થી રાષ્ટ્રપતિ તથા અન્ય મહાનુભાવોની કારમાં રજિસ્ટ્રેશન નંબર લગાવવામાં આવતો નથી. રાષ્ટ્રપતિની કારમાં નંબર પ્લેટની જગ્યાએ અશોક સ્થંભ લગાવવામાં આવે છે. પરંતુ હાલમાં જ કેન્દ્રિય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ વિશે દિલ્હી હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને આવી ગાડીઓ પર નંબર પ્લેટ લગાડવાની માંગ કરી છે.

ગુજરાતના સૌથી લોકપ્રિય ફેસબુક પરિવાર “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો, જે હંમેશા અમારા માટે પ્રેરણાદાયી બની રહેશે.

Leave a Reply

error: Content is protected !!