6 માર્ચનું રાશિફળ: જાણો, આજનો તમારો દિવસ રહેશે ઉત્તમ કે અતિ-ઉત્તમ

મેષ(Aries):

આજનો દિવસ ગૃહસ્થ અને દાંપત્ય જીવન માટે સુખ આપનારૂં રહેશે. આર્થિક લાભ તથા પ્રવાસનો યોગ છે. વિચારોમાં ઉગ્રતા અને અધિકારની ભાવના વધશે. તમારા કાર્યની પ્રશંસા પણ થઇ શકે છે.

વૃષભ(Taurus):

આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે. દિવસના દરેક કાર્ય યોજના અનુસાર જ પૂરા થશે. આજે તમને ધનલાભ પણ થશે. પિયરમાંથી સારા સમાચાર મળશે. બીમાર લોકોના સ્વાસ્થ્યમાં સુધારો આવશે.

મિથુન(Gemini):

આજે કોઇ નવા કામની શરૂઆત ન કરો તો જ સારૂ રહેશે. સંતાન સંબંધીત કાર્ય પાછળ સમય ખર્ચવો પડશે. પાચનક્રિયા સંબંધિત કોઇ બીમારી તમને પરેશાન કરી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા પણ તમને પરેશાની કરાવશે.

કર્ક(Cancer):

તમારા માટે આજનો દિવસ મિશ્ર છે. આજે તમારા ચિત્તમાં આનંદ અને સ્ફૂર્તિનો અભાવ રહી શકે છે. ઘરમાં કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે. જીવનસાથી સાથે વિવાદથી બચવાનો પ્રયાસ કરશો.

સિંહ(Lio):

તમારો આજનો દિવસ શુભ ફળ આપનારો છે. આરોગ્યની દ્રષ્ટિએ તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહેશે. ભાઇ-બહેન સાથેનો સમય આનંદપૂર્વક પસાર થશે. તેમનાથી પણ લાભ થશે. કોઇ સારા સ્થાન પર ફરવા જઈ શકો છો.

કન્યા (Virgo):

પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. પરિજનો સાથે સુખેથી સમય પસાર કરી શકશો. આર્થિક લાભ થવાની સંભાવના છે. બૌદ્ધિક ચર્ચામાં ભાગ લેશો. વાદ-વિવાદથી બચો. આયાત-નિકાસમાં પણ સફળતા મેળવશો.

 તુલા(Libra):

તમારો દિવસ શુભ ફળ આપનારો છે. આર્થિક વિષયો પર વિશેષ યોજના બનાવી શકશો. આભૂષણ,મનોરંજન પાછળ ખર્ચ થશે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.

 વૃશ્ચિક(Scorpio):

શારીરિક કષ્ટ અને માનસિક ચિંતાઓથી તમે પરેશાન રહેશો. મનોરંજન પાછળ ખર્ચ થવાની શક્યતા છે. સ્વજનો સાથે વિવાદ થવાની શક્યતા રહે છે.

ધન(Sagittarius):

આજનો દિવસ તમારા માટે લાભદાયી છે. ગૃહસ્થ જીવનનો સંપૂર્ણ આનંદ લઇ શકશો. મિત્રો સાથે બહાર ફરવાની પણ યોજના બનાવી શકશો. કમાણીમાં વૃદ્ધિની તક છે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકશો.

 મકર(Capricorn):

તમારો દિવસ સંઘર્ષમય રહેશે. વ્યાપાર અર્થે યાત્રા લાભદાયી નિવડશે. ઉચ્ચ અધિકારી પ્રસન્ન રહેશે. નોકરીમાં સફળતા મળશે. ગૃહસ્થજીવન આનંદપૂર્વક પસાર થશે. ધન, માન, સન્માન મળશે. સગા સંબંધીઓ અને મિત્રોથી લાભ થશે.

કુંભ(Aquarius):

તમારો દિવસ મિશ્રફળ આપનારો રહેશે. તમારૂ સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેશે. કાર્ય કરવાનો ઉત્સાહ મંદ રહેશે. અધિકારીઓ સાથે સંભાળીને કામ લેવું પડશે. ખર્ચ વધારે રહેશે. વિદેશથી સારા સમાચાર મળશે. સંતાનની ચિંતા સતાવશે

મીન(Pisces):

તમારો દિવસ મધ્યમ ફળ આપનારો રહેશે. વધારે પરિશ્રમના કાર્ય ટાળવા જોઇએ. આકસ્મિક ધનલાભના યોગ છે. વધારે ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખજો. કામભાવના પર નિયંત્રણ રાખવું

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!