8 માર્ચનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે આજે અદ્ભુત?

મેષ(Aries):

આજનો દિવસ આધ્યાત્મિક દ્રષ્ટિએ તમને અનોખી અનુભૂતિ કરાવશે. વાણી તથા નફરતની ભાવના પર સંયમ રાખવો. નવા કાર્યનો પ્રારંભ ન કરવો. લાંબી મુસાફરી ટાળવી.

વૃષભ(Taurus):

ગણેશજીના આશીર્વાદથી આજે તમને ગૃહસ્થજીવનમાં સુખનો અનુભવ થશે. વિદેશમાં રહેતા સંબંધીઓના સમાચારથી મન પ્રફુલ્લિત થશે. લક્ષ્મીજીની આકસ્મિક કૃપા તમારા પર રહેશે.

મિથુન(Gemini):

ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે શુભ ફળ આપનારો છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ બની રહેશે. તમારા અધૂરા કાર્ય પૂર્ણ થશે. તમને યશ અને કીર્તિ મળશે. આર્થિક લાભ પણ મળશે.

કર્ક(Cancer):

આજનો દિવસ શાંતિપૂર્વક પસાર કરવાની ગણેશજી સલાહ આપી રહ્યા છે. પેટમાં તકલીફ થઈ શકે છે. માનસિક રીતે ચિંતા ઉદ્વેગ રહેશે. આકસ્મિક ખર્ચ થશે. વાદ-વિવાદ ટાળવા..

સિંહ(Lio):

આજે તમે શારીરિક રીતે અસ્વસ્થ્ય અને માનસિક રીતે વ્યાકુળ રહેશો. ઘરમાં સ્વજનો સાથે મનભેદ થઈ શકે છે. સરકારી તથા સંપતિ સંબંધીત કાગળો મામલે સાવધાન રહેવું.

કન્યા (Virgo):

કોઈ પણ કાર્યમાં સમજી વિચારીને આગળ વધો. ભાઈ-બહેનો સાથે પ્રેમભર્યો સંબંધ બનેલો રહેશે. મિત્ર અને સ્વજનો સાથે મુલાકાત થશે. પ્રત્યેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે. આર્થિક લાભની સંભાવના વધુ છે.

 તુલા(Libra):

આજે તમારું મનોબળ નબળું પડી શકે છે. પરિવારજનો સાથે વાદ-વિવાદ ન થાય તે માટે વાણી પર સંયમ રાખવો. જીદ ન કરવી સાથે મળીને કામ કરવાનો પ્રયાસ કરવો.

 વૃશ્ચિક(Scorpio):

આજનો દિવસ તમારા માટે શુભ છે. શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર થશે. સ્વજનો પાસેથી ગિફ્ટ મળી શકે છે. શુભ સમાચાર મળશે તથા આનંદદાયી પ્રવાસ સંભવ છે.

ધન(Sagittarius):

આજનો દિવસ તમારા માટે મુશ્કેલીભર્યો રહી શકે છે. પરિવારજનો સાથે વિવાદ થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો. અચાનક કંઈક ઘટના બની શકે છે. ધન ખર્ચ થશે.

 મકર(Capricorn):

દિવસ આનંદપૂર્વક પસાર થશે. સામાજિક ક્ષેત્ર, વેપાર તથા અન્ય ક્ષેત્રમાં આજનો દિવસ લાભદાયી છે. પ્રવાસના યોગ છે. ઘરમાં શુભ પ્રસંગની સંભાવના ગણેશજીને દેખાઈ રહી છે.

કુંભ(Aquarius):

દિવસ અનુકૂળ છે. તમારું દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થશે. જેના કારણે તમે ખુશ રહેશો. ઓફિસ તથા વેપાર સ્થળ પર અનુકૂળ પરિસ્થિતિઓનું વાતાવરણ રહેશે. માન-સમ્માનમાં વૃદ્ધિ થશે.

મીન(Pisces):

મનમાં વ્યાકુળતા અને અશાંતિનો અહેસાસ સાથે તમારા દિવસનો પ્રારંભ થશે. શારીરિક રીતે તમને થાકનો અનુભવ થશે. ઉચ્ચ અધિકારીઓ સાથે ધ્યાન રાખીને વ્યવહાર કરવો.                                                                                                                                                   

– બેજાન દારૂવાલા

 

Leave a Reply

error: Content is protected !!