2 માર્ચનું રાશિફળ: જાણો, ધૂળેટી નો દિવસ કોના માટે કેવો રહેશે?

મેષ(Aries):

આજે તમે માનસિક રીતે થાકનો અનુભવ કરશો. પરિશ્રમ મુજબ ફળની પ્રાપ્તિ ઓછી થશે. સંતાનોના વિષયમાં તમને ચિંતા રહી શકે છે. કાર્યની વધુ વ્યસ્તતાને કારણે પરિવાર માટે ઓછું ધ્યાન આપી શકશો. પેટના દુખાવાથી પરેશાન થઈ શકો છો.

વૃષભ(Taurus):

કોઈ પણ કાર્યને દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે કરશો તથા તેમાં સફળતા પણ પ્રાપ્ત કરશો. પિતૃપક્ષ તરફથી તમને લાભ થઈ શકે છે. સરકારી કાર્યોમાં આર્થિક રીતે સફળતા મળી શકે છે.

મિથુન(Gemini):

નવી યોજનાની શરૂઆત કરવા માટે આજે અનુકૂળ દિવસ છે. સરકારી લાભ તથા ઉચ્ચાધિકારીઓ સાથે કાર્યનું યોગ્ય ફળ મળી શકે છે. ભાઈબંધુઓ તથા પાડોશીઓ સાથેનો મનમોટાવ દૂર થઈ શકે છે. વૈચારિક રીતે પરિવર્તનની સંભાવના વધુ છે.

કર્ક(Cancer):

શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અનુભવ કરશો. નિરાશા અને અસંતોષની ભાવના મનમાં આજે રહેશે. સગાંસંબંધીઓ સાથે ભ્રાંતિ ન થાય તેનું વિશેષ ધ્યાન રાખવું. અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું.

સિંહ(Lio):

તમારામાં આજે આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. પિતા તથા વડીલો તરફથી લાભ થશે. સામાજિક માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે. વાણી અને વર્તનમાં ઉગ્રતા દૂર કરવાની સલાહ છે. ક્રોધનું પ્રમાણ વધુ રહી શકે છે.

કન્યા (Virgo):

શારીરિક થાક અને માનસિક તણાવ વધુ રહેશે. સ્વભાવમાં આવેશ અને ક્રોધનું પ્રમાણ વધુ રહેશે. ધાર્મિક કાર્યો પાછળ ધન ખર્ચ થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આકસ્મિક ધનનો ખર્ચ થઈ શકે છે. વાદવિવાદથી દૂર રહેવું.

 તુલા(Libra):

આજનો દિવસ શુભ ફળદાયી છે. વિભિન્ન ક્ષેત્રોથી લાભ થવાની આશા કરી શકો છો. ગૃહસ્થ જીવનમાં સંતાન અને જીવનસાથીથી સુખની પ્રાપ્તિ થશે. ધનપ્રાપ્તિનો યોગ છે. આવકમાં વૃદ્ધિ થઈ શકે છે.

 વૃશ્ચિક(Scorpio):

આજનો દિવસ શુભ ફળદાયી છે. ગૃહસ્થ જીવનમાં આનંદ અને ઉલ્લાસ જળવાઈ રહેશે. તમારા તમામ કાર્ય અવરોધ વિના સંપન્ન થશે. માન-સન્માન મળી શકે છે. નોકરી-વ્યવસાયમાં પદોન્નતિ થશે. મિત્રો અને સંબંધીઓથી લાભ થશે.

ધન(Sagittarius):

આજે કોઈ પણ ખતરનાક નિર્ણય તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. કોઈ પણ કાર્ય કરવામાં ઉમંગ-ઉત્સાહનો અભાવ રહી શકે છે. શારીરિક અને માનસિક રીતે વ્યગ્રતા અને ચિંતાજનક સમય વ્યતીત કરશો.

 મકર(Capricorn):

તમારી ઓફિસ અને વ્યવસાયના ક્ષેત્રમાં આજે પરિસ્થિતિ અનુકૂળ રહેશે. ઓફિસના કાર્યમાં તમે નિપુણતા લાવી શકશો. વ્યાવહારિક તથા સામાજિક કાર્ય માટે બહાર જવાની તક મળી શકે છે. આકસ્મિક ખર્ચનો યોગ છે.

કુંભ(Aquarius):

પ્રણય પ્રસંગ તમારા દિવસને આનંદિત કરશે. વિજાતીય વ્યક્તિઓ સાથે ઓળખ થશે અને મિત્રતા વધશે. નાનકડો પ્રવાસ આનંદથી ભરપૂર રહેશે. રુચિકર ભોજન અને નવાં વસ્ત્રોથી મન અતિ પ્રસન્ન રહેશે.

મીન(Pisces):

આજે તમારા માટે દિવસ શુભ ફળદાયી છે. તમારામાં દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસનો સંચાર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે. દૈનિક કાર્ય સારી રીતે કરી શકશો.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!