3 માર્ચનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries):

આર્થિક અને વ્યાવસાયિક દૃષ્ટિએ આજનો દિવસ લાભદાયક રહેશે. લાંબા સમયનું આર્થિક આયોજન પૂરું કરી શકશો. વ્યવસાયમાં યોજનાઓ બનાવી શકશો. પરોપકારના ઉદ્દેશથી કરવામાં આવેલાં કાર્યથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

વૃષભ(Taurus):

તમારી વધુ ભાવુકતા તમને અસ્વસ્થ બનાવી શકે છે, તેમ ગણેશજી કહે છે. નવાં કાર્યને ટાળવું વધુ સારું રહેશે. વાણી અને વર્તન પર સંયમ રાખવો. ખાનપાનમાં ધ્યાન રાખવું. વ્યાવસાયિક ક્ષેત્રમાં વિઘ્ન ઉપસ્થિત થઈ શકે છે.

મિથુન(Gemini):

હરીફો અને ઉચ્ચ અધિકારીઓ સાથે વાદવિવાદ ન કરવો. આમોદપ્રમોદ સંબંધિત વસ્તુઓને ખરીદવામાં ખર્ચ થવાની સંભાવના છે. વ્યાવસાયિક ક્ષેત્રમાં વાતાવરણ સારું રહેશે. માનસિક રીતે તમે સ્વસ્થ રહી શકશો.

કર્ક(Cancer):

ગણેશજી કહે છે કે, આજે વધુ ખર્ચનો દિવસ છે. કુટુંબના લોકો સાથે મતભેદ થઈ શકે છે. મનમાં અનેક પ્રકારની અનિશ્ચિતતાને કારણે માનસિક બેચેની રહેશે. મન દ્વિધાયુક્ત રહેશે. માન પ્રતિષ્ઠાનું ધ્યાન રાખવું.

સિંહ(Lio):

આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાયી છે તેમ ગણેશજી કહે છે. પરિવારજનો સાથે તમે સારો સમય પસાર કરી શકશો. તેમનો સહયોગ પણ મળી શકે છે. આર્થિક ક્ષેત્રમાં આવકની અપેક્ષાએ વ્યય વધુ રહેશે.

કન્યા (Virgo):

તમારી વાણીનું માધુર્ય નવા સૌહાર્દપૂર્ણ સંબંધ સ્થાપિત કરવામાં ઉપયોગી સાબિત થશે. વૈચારિક સમૃદ્ધિ વધશે. વેપાર-ધંધામાં લાભની સાથે સફળતા મળશે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે.

 તુલા(Libra):

નવા કાર્યનો શુભારંભ કરવા માટે આજનો દિવસ સારો છે. પ્રિય વ્યક્તિ સાથે થયેલી મુલાકાત આનંદદાયી રહેશે. ભાગ્યવૃદ્ધિ થશે. સામાજિક રીતે માન-સન્માન પ્રાપ્ત થશે. સ્થાયી સંપત્તિના મામલે સાવધાની રાખવી.

 વૃશ્ચિક(Scorpio):

આજે વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ છે તેમ ગણેશજી કહે છે. સ્વભાવમાં હઠીલાપણું છોડીને આગળ વધશો તો અનેક સમસ્યાઓનું નિરાકરણ થતું દેખાશે. નવાં વસ્ત્રાભૂષણ તથા પ્રસાધન પાછળ ધન ખર્ચ વધુ રહેવાની સંભાવના છે.

ધન(Sagittarius):

સમાજમાં સન્માન મળશે. મિત્રો સાથે મુલાકાત કરશો. તેમની સાથે હરવાફરવા કે મનોરંજન સ્થળે જઈ શકો છે. સારું ભોજન અને સુંદર પરિધાનથી તમારું મન ખુશ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

 મકર(Capricorn):

બૌદ્ધિક કાર્ય કરવા માટે આજનો દિવસ શુભ છે. આજે લેખન અને સાહિત્ય સાથે જોડાયેલાં કાર્ય કરી શકશો. તે માટે તમે યોજના બનાવી શકો છો. સરકારી કાર્યોમાં પરિસ્થિતિ પ્રતિકૂળ જણાશે.

કુંભ(Aquarius):

ગણેશજી તમને આજે નિષેધાત્મક કાર્યો અને નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સલાહ આપે છે. ઝઘડો-વિવાદથી બચવું. ક્રોધ અને વાણી પર સંયમ રાખવો. પારિવારિક વાતાવરણ કલુષિત રહેશે. આર્થિક તંગીનો અનુભવ કરશો.

મીન(Pisces):

આજનો દિવસ સૌ પ્રકારે તમારા માટે લાભદાયી છે, તેમ ગણેશજી કહે છે. કોઈ પરોપકારનું કાર્ય તમારા દ્વારા થશે. વેપારમાં યોગ્ય આયોજન દ્વારા વેપાર-વૃદ્ધિ કરી શકશો. અધિકારીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!