ઉનાળામાં એ.સી. નું બીલ કઈ રીતે રાખશો કંટ્રોલમાં – જાણી લો સરળ રસ્તાઓ

તમે ઘરમાં AC લગાવી દીધું હશે જ

ગરમી શરૂ થઈ ગઈ છે અને સૂરજ પણ તેની ગરમી વરસાવી રહ્યો છે. તેનાથી બચવા માટે તમે ઘરમાં એર કંડિશ્નર એટલે કે ACનો લગાવી દીધું હશે. લાંબો સમય એસી ચલાવો તો તેના માટે મોટું બિલ પણ ભરવું પડે છે. આજે અમે તમને કેટલીક ટિપ્સ આપીશું જેની મદદથી તમે એસીનું બિલ ઓછું કરી શકો છો.

એસી દિવસે ચાલુ રાત્રે બંધ રાખો

સાંજની હવા દિવસની તુલનામાં ઠંડી હોય છે. ગરમીના મહિનામાં ઘર ઠંડુ રાખવા માટે દિવસ દરમિયાન એસી ચાલુ રાખો અને રાત્રે બંધ. સાંજે ઠંડક થયા બાદ બારીઓ ખોલી દો. આખી રાત એસી ચલાવવાને બદલે થોડો સમય એસી ચલાવી રૂમ ઠંડો થઈ ગયા બાદ પંખાનો ઉપયોગ કરી શકો છો.

સૂર્યનો પ્રકાશ ઘરમાં ન આવે

સૂર્યનો પ્રકાશ અને ગરમીને ઘરમાં ન આવે તેવો પ્રયત્ન કરવો. જેના માટે ઘાટા રંગોના પડદા દરવાજા અને બારીઓ પર લગાવો. આમ કરવાથી એસીને રૂમ ઠંડો કરવા માટે વધુ વીજળીની જરૂર પડશે નહીં.

જરૂર ન હોય ત્યારે અન્ય ઉપકરણો બંધ રાખવા

જરૂર ન હોય ત્યારે લાઈટ્સ, ટીવી, અન્ય ઈલેક્ટિક ઉપકરણો બંધ રાખવા. જેનાથી વીજળીની બચત તો થશે સાથે રૂમ ઠંડો પણ રહેશે. માઈક્રોવેવ, ટીવી, વોશિંગ મશીન અને કમ્પ્યૂટર વધારે ગરમી ઉત્પન કરે છે. જેના કારણે ગરમી દૂર કરવા માટે વધારે સમય એસી ચલાવવું પડે છે.

ફિલ્ટરની સફાઈ કરવી

ગરમીઓ પૂર્ણ થઈ ગયા બાદ ઘણા લોકો એસીને ખુલ્લું મૂકે છે. જેના કારણે તેના પર ગંદકી અને ધૂળ જમા થઈ જાય છે. ગરમી પૂર્ણ થઈ ગયા બાદ એસીની સફાઈ કરવી. એસીના ગંદા એર ફિલ્ટર વધારે વીજળી ખેંચે છે.

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!