આ ૪ વસ્તુઓ ઘરમાં પૈસા નથી ટકવા દેતી – એમને દુર કરો અને જુવો ધનવર્ષા

ધનવાન બનવાની ઇચ્છા તો કોને નથી હોતી?આજે હરેક વ્યક્તિ અમીર બનવા માંગે છે.દેખીતી વાત છે કે,આજના આધુનિક યુગમાં પૈસા વિના કોઇ કામ સારી રીતે થઇ નથી શકતું.આજે પ્રાથમિક જરૂરિયાતો જ ધનના જોરે મેળવી શકાય છે,બીજી તો વાત જ શી કરવી ?

હરેક વ્યક્તિ વધુમાં વધુ ધન કમાવવા માંગે છે.એ માટે એ તનતોડ મહેનત પણ કરે છે.પણ ઘણીવાર એવું બને છે કે રાત-દિવસ એક કર્યા બાદ પણ માણસ પાસે પૈસો ટકતો નથી.એક બારણે આવી અને બીજે બારણેથી નીકળી જાય છે!જો આવું બનતું હોય તો જરૂર આની પાછળ કોઇ કારણ છૂપાયેલા હોય શકે છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવે છે કે,અમુક વસ્તુઓ ઘરમાં રહેલી હોય તો એ વ્યક્તિને ધનવાન બનતો અટકાવી અને બાધા ઉત્પન્ન કરે છે.આને લીધે ધનસંગ્રહમાં બરકત નથી આવતી.

આજે અમે તમને જણાવી રહ્યાં છીએ એવી વસ્તુઓ વિશે કે જે ઘરમાં રહેલી હોય તો પૈસો ખરા અર્થમાં હાથનો મેલ બની જાય છે.જાણો આ ચાર ચીજો કઇ-કઇ છે :

કબુતરનો માળો –

વાસ્તુશાસ્ત્ર અનુસાર,ઘરમાં કબુતરનો માળો હોવો અશુભ સંકેત છે.જેને કારણે ઘરમાં હંમેશા પૈસાની તંગી રહેવાના અશુભ યોગ સર્જાય છે.માટે ઘર કે ઓફિસમાં કબુતરે માળો બનાવેલો હોય તો એને કબુતરના ઇંડા ઉછરી ગયા બાદ તુરંત દૂર કરી દેવો જોઇએ.

કરોડિયાનું જાળું –

અનિયમિત સફાઇને કારણે ઘરમાં કરોળિયા જેવા જંતુઓને જાળા બનાવવા માટેની તક સાંપડી જાય છે.વાસ્તુશાસ્ત્રના કહેવાનુસાર ઘરમાં આવા જાળાનું હોવું ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે.અહીં લક્ષ્મીજી વાસ કરતા નથી અને માટે પૈસાની તંગી રહે છે.આથી બહેતર છે કે નિયમિત સફાઇ કરીને આવા જાળાને ફેલાવવાને અવકાશ જ ન આપવો.

મધમાખીનો મધપુડો –

આરોગ્ય માટે તો મધપુડાનું મધ ઘણું હિતકારી છે પણ ઘરમાં મધપુડાનું હોવું એ વાસ્તુશાસ્ત્ર અનુસાર અશુભ ચિહ્ન છે.આવા ઘરમાં ક્યારેય પૈસો ટકી નથી શકતો.એ ઉપરાંત છંછેડાયેલી મધમાખીનો ડંખ પણ અસહનીય વેદના આપે છે એ નફામાં!આથી ઘરમાં રહેલો મધપૂડો વહેલી તકે દુર કરવામાં જ ભલાઇ છે.

સુકાયેલા પાંદડાઓ –

ઘરના ફળિયામાં કે બગીચામાં આવેલા વૃક્ષોમાંના પર્ણો સૂકાઇ ગયાં હોય તો આવા પાંદડાઓને કાપીને ત્વરીત અલગ કરી દેવા હિતાવહ છે.એ સાથે જ બગીચામાં કાંટાળા છોડ પણ વાવવાનું બંધ કરવું જોઇએ.આમ કરવાથી નકારાત્મક ઊર્જાથી બચાવ થઇ શકે છે.

ગુજરાતના સૌથી લોકપ્રિય ફેસબુક પરિવાર “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો, જે હંમેશા અમારા માટે પ્રેરણાદાયી બની રહેશે.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!