કુદરતી સૌંદર્યની ની વચ્ચે એક યાદગાર એડવેન્ચરીયસ અનુભવ એટલે ઋષિકેશ ટ્રેકિંગ કેમ્પ

કુદરતી સૌંદર્યની ભીતરમાં

ઋષિકેશ.. વાદળ આચ્છાદિત ઊંચાઊંચા પહાડો, પહાડોમાંથી નીકળી વહેતી પવિત્ર ગંગા નદી અને શાંત, સ્વચ્છ મનમોહિત વાતાવરણ. પ્રકૃતિનાં પ્રેમીઓ અને કુદરતનો ખોળો ખુંદવા ઈચ્છતા સાહસિકો માટે ઋષિકેશ સ્વર્ગનો દ્વાર છે. ઈતિહાસ, ધર્મ અને અધ્યાત્મનાં ત્રિવેણી સંગમથી રચાયેલા ઋષિકેશનું એક આગવું આકર્ષણ ત્યાંના ટ્રેકીંગ અને રાફટીંગ પોઈન્ટ પણ છે. ઋષિકેશની પહાડીઓમાં ટ્રેકિંગ અને હિમાલયનાં દુર્ગમ સ્થાનથી નીકળી ખળખળ વહેતી, રમણીય શાંત વાતાવરણમાં પડઘાતી ઉછળતી કુદતી આગળ વધતી ગંગા નદીમાં વ્હાઈટ વોટર રાફટીંગ કરવાનો આનંદ અનેરો છે.

કેમ્પમાં થતી વિવિધ એડવેન્ચરીયસ પ્રવૃતિઓ

હોટ એર બલુન રાઈડ

ઋષિકેશ ટ્રેકિંગ કેમ્પની રોમાંચક સાહસિક પ્રવૃત્તિઓમાં બાળકોને હોટ એર બલૂન રાઈડમાં આકાશમાંથી ઋષિકેશની અતુલ્ય સુંદરતા સમી પર્વતશ્રેણીઓનાં દર્શન કરવવામાં આવશે.

વ્હાઈટ વોટર રાફટીંગ

ઋષિકેશ જેનાં માટે જાણીતું છે એમાની બાળકોમાં લોકપ્રિય પ્રવૃતિઓ એટલે વ્હાઈટ વોટર રાફટીંગ, ક્લિફ જમ્પિંગ અને બોડી સર્ફિંગ કરાવવામાં આવશે.

અન્ય પ્રવૃતિઓ

ગંગા નદીનાં પવિત્ર પાણીમાં સફર-સ્નાન. ટ્રેકિંગમાં પણ બાળકની આંતરિક શક્તિ અને ઉર્જાનો વિકાસ થાય તે મુજબનું પર્વતારોહણ કરવવામાં આવશે. ત્યારબાદ પેઈંટ બોલ શુટિંગ જેવી રમતો, રોક ક્લાઈબિંગ અને નાઈટ ટ્રેકિંગ આ કેમ્પ એક્ટીવીટીનો જ એક ભાગ હશે. આ કેમ્પમાં એક્સપર્ટ ગાઈડ દ્વારા ૧૨થી વધુ એડવેન્ચર એક્ટીવીટી સાથે ઋષિકેશનાં દિવ્ય વાતારાવરણમાં બાળકોને યોગ અને ગંગા આરતી કરવાનો આધ્યાત્મિક અવસર પણ મળશે. ટૂંકમાં ઋષિકેશનો ટ્રેકિંગ કેમ્પ તમારા બાળકનાં વ્યક્તિત્વ વિકાસમાં મદદગાર અને જીવનભર યાદગાર બની રહેશે. તમારી જાણ માટે, આ કેમ્પ બાળકોના વિકાસ માટે છેલ્લા ૬ વર્ષથી કાર્યરત સંસ્થા ‘હુ એમ આઈ’ દ્વારા કરવામાં આવે છે.

સુરક્ષા, સંસ્કારની ખાસ કાળજી

વ્હુ એમ આઈ દ્વારા આયોજીત ઋષિકેશ ટ્રેકિંગ કેમ્પમાં હંમેશાની જેમ દરેક બાળકની સુરક્ષા, સંસ્કારની ખાસ કાળજી રાખવામાં આવશે. નૈસર્ગિક હવા, પાણી સાથે શુદ્ધ અને સાત્વિક ખોરાક મળી કુદરતી વાતાવરણમાં બાળકો સોળે કલાએ ખીલી ઉઠે તેની તમામ પ્રકારની તકેદારી વ્હુ એમ આઈ રાખતી હોવાથી વ્હુ એમ આઈનો આ ટ્રેકિંગ કેમ્પ નો ગેજેટ્સ રહેશે. એટલે તેમાં મોબાઈલ, આઈપોડ, લેપટોપ જેવા ઉપકરણો લાવવાની મનાઈ છે. ઋષિકેશ ટ્રેકિંગ કેમ્પનાં અંતે કેમ્પની યાદગીરીની એક ફોટો-વીડિયો સીડી/પેનડ્રાઈવ પણ આપવામાં આવશે જેથી બાળક અને તેનું પરિવાર જીવનની એ યાદગાર યાત્રાને વારંવાર દ્રશ્ય-શ્રાવ્ય સ્વરૂપે માણી શકે.

ફૂડ અને સ્પેશ્યલ કેર

પ્યોર હાઈજેનિક ફૂડ, કમ્પ્લીટ કમ્ફર્ટ લીવીંગ એન્ડ ટ્રાવેલિંગ સાથે એડવેન્ચર એક્ટીવીટી વિથ કલ્ચર રીસ્પેક્ટ પર ધ્યાન આપતા વ્હુ એમ આઈનાં ટ્રેકિંગ કેમ્પમાં ખાસ ગર્લ્સ માટે ફીમેઈલ મેન્ટર રાખવામાં આવશે તો ૨૨ વર્ષનો ટ્રેકિંગ અનુભવ ધરાવતા વ્હુ એમ આઈનાં સંચાલક પ્રશાંતભાઈ અને તેમનાં પત્ની રીંકલબેન ટ્રેકિંગ દરમિયાન સતત બાળકો અને તેમના માતા-પિતા વચ્ચે કળીરૂપ ભૂમિકા ભજવતા રહેશે. વ્હુ એમ આઈની એક એક્સપર્ટ ટ્યુટર ટિમ વ્યક્તિગત રીતે પ્રત્યેક બાળકની સુવિધા અને સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખશે. આથી તમારા સંતાનોની આ રજાઓને મજેદાર અને જીવનપયોગી બનાવવા વ્હુ એમ આઈનાં વેકેશનોત્સવ ઋષિકેશ ટ્રેકિંગ કેમ્પમાં જોડાઈ જાઓ.

ઋષિકેશનાં ટ્રેકિંગ કેમ્પની વિડીયો સફર

 

https://youtu.be/712yqV6VhKk

રાજકોટ સ્થિત વ્હુ એમ આઈ – ચાઈલ્ડ ડેવલોપમેન્ટ કંપની દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૩થી ૩૦ મે દરમિયાન ૧૨થી ૧૮ વર્ષનાં બાળકો માટે ઋષિકેશનાં ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વ્હુ એમ આઈ દ્વારા આયોજીત ઋષિકેશ ટ્રેકિંગ કેમ્પમાં તમારા સંતાનોને ભાગ બનાવવા, તેની આંતરિક તથા બાહ્ય શક્તિના વિકાસ અને શારીરિક-માનસિક ચેતનાની તંદુરસ્તી ખીલવવા તેમજ વિશેષ જાણકારી માટે આજે જ પ્રશાંતભાઈ માણેક (મો. ૯૮૨૫૨૧૨૩૫૨) અથવા વિજયભાઈ રાયચુરા (મો. ૯૯૦૯૯૧૨૩૧૩) નો સંપર્ક કરો.

Leave a Reply

error: Content is protected !!