સપનામાં પાણી દેખાય તો આવા શુભ-અશુભ પરિણામો ભોગવવા પડે – વાંચવા જેવુ

સપનાઓની એક અલગ જ દુનિયા હોય છે, જેને આજ સુધી કોઈ સમજી નથી શક્યું. એક સંશોધન મુજબ દુનિયાનો દરેક વ્યક્તિ જ્યારે રાત્રે સુવે છે ત્યારે તે સપના જરૂર જુવે છે. સપનું મનુષ્યનાં મગજની ઉપજ કે કલ્પના પણ હોય શકે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક સપના પાછળ એક વિશેષ અર્થ છુપાયેલ હોય છે. માન્યતા અનુસાર સપના આપણા ભવિષ્યમાં બનનારી દરેક સારી-નરસી ઘટનાઓ વિશે પહેલાથી જ સૂચિત કરે છે. પરંતુ આપણે એ સંકેતોને સમજી નથી શકતા. પ્રાચીન ધર્મગ્રંથોમાં પણ અલગ-અલગ સપનાના માધ્યમથી ભવિષ્યમાં બનનારી ઘટનાઓ વિશે વર્ણન જોવા મળે છે.

મિત્રો, આજે અમે તમને જણાવીશું કે જો સપનામાં પાણી દેખાય તો એનો શું અર્થ છે? કેવા પ્રકારનું પાણી દેખાય તો શુભ માનવું? સપનામાં પાણી દેખાય તો ભવિષ્યમાં તેની અસર કેવી થશે..? વગેરે વગેરે…ચાલો જાણીએ.

સપનામાં પૂરનું પાણી દેખાય (Flood)


પૂરને અંગ્રેજીમાં Flood કહેવાય છે. આ એક પ્રકારની કુદરતી આફત છે. જ્યારે પણ પૂર આવે ત્યારે આખે આખા ગામ વેર-વિખેર થઈ જાય. એટલે જો તમને સપનામાં પૂર દેખાય તો માનવું કે તમારા જીવનમાં કંઈક આફત આવવાની છે. સપનામાં પૂર દેખાવું મતલબ જલ્દી કંઈક અશુભ સમાચાર સાંભળવા મળે.

વરસાદનાં છાંટા દેખાય:


સપનામાં વરસાદનાં છાંટા દેખાય એને શુભ સંકેત ગણવામાં આવે છે. જો તમને સપનામાં ધીમા-ધીમા વરસાદના છાંટા દેખાય તો એનો મતલબ એવો છે કે તમે ખૂબ જ ક્ષમાશીલ-દયાળુ વ્યક્તિ છો. જો સપનામાં ભારે વરસાદ દેખાય તો સમજવું કે તમારી જૂની સમસ્યાઓ ખૂબ જ જલ્દી દુર થઇ જશે.

સપનામાં નદીનું પાણી દેખાય:


જો સપનામાં નદીનું પાણી દેખાય તો એ તમારા માટે ઘણો શુભ સંકેત કહેવાય. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જે વ્યક્તિને સપનામાં નદીનું પાણી દેખાય એની તમામ ઈચ્છાઓ/આકાંક્ષા પુરી થાય અને એનું નસીબ ચમકી ઉઠે.

સમુદ્રનું પાણી દેખાય:


સમુદ્ર ખૂબ જ વિશાળ હોય છે. જો તમને સપનામાં સમુદ્રનું પાણી દેખાયું હોય તો જલ્દીમાં જલ્દી તમારે તમારી ભૂલો સુધારી લેવી જોઈએ નહીતર માઠુ પરિણામ ભોગવવું પડે. ટૂંકમાં સમુદ્રનું પાણી દેખાય એટલે તરત જ ભૂલોનો સ્વીકાર કરો અને એને સુધારવાનો પ્રયત્ન કરો.

સપનામાં સ્વચ્છ પાણી દેખાય:


જ્યોતિષ શાસ્ત્ર મુજબ સપનામાં સ્વચ્છ પાણી દેખાય એ સૌથી ઉત્તમ છે. જો સપનામાં સ્વચ્છ પાણી દેખાય તો એનો મતલબ એવો છે કે તમને કાર્ય કરવાની ઘણી બધી તકો પ્રાપ્ત થાય અને સાથે સફળતા પણ મળે. તમારા નસીબ ઉઘડી જાય.

ગંદુ પાણી દેખાય:


સપનામાં ગંદુ અને દૂષિત પાણી દેખાવું મતલબ તમારી જીંદગીમાં કોઈ મુસીબત આવવાની છે. જો તમને સપનામાં ગંદુ પાણી દેખાયું હોય અને એ સમય દરમિયાન તમે કોઈ શુભ કાર્ય કરવાનું વિચારતા હોવ તો એ વિચાર માંડી વાળવો જોઈએ. એ સમયે શુભ કાર્ય કરવા છતાં સફળતા નહી મળે.

ઉકળતું ગરમ પાણી દેખાય:


જો તમને સપનામાં ઉકળતું ગરમ પાણી જોવા મળે તો એનો મતલબ એવો છે કે તમારી અંદર ભાવનાઓનું ઘોડાપુર ચાલુ છે. એવા સમયે તમારે ભાવનાઓને કાબુમાં રાખવી જોઈએ નહીતર કોઈ મોટુ નુકશાન ભોગગવું પડે.

ઉંચી જગ્યા પરથી પાણી પડવું:


જો સપનામાં તમને કોઈ ઉંચી જગ્યાએથી પાણી પડતું દેખાય તો એ સંકેત તમારી બીમારી સાથે જોડાયેલ હોય શકે. જો તમે કોઈ બીમારીથી પીડાતા હોવ તો એ બીમારીમાં વધારો થઈ શકે.

ઉછળતા મોજાનો અવાજ:


જો સપનામાં તમને પાણી દેખાય કે ઉછળતા મોજાનો અવાજ સંભળાય તો એનો મતલબ તમારી જીંદગી સુખ-શાંતીથી વ્યતીત થઈ રહી છે અને તમને કોઈપણ પ્રકારની પીડા નથી.

સુનામી દેખાય:


સુનામીનું બીજું નામ વિનાશ છે. એવામાં જો તમને સપનામાં સુનામી દેખાય તો એનો મતલબ એમ કે તમારા જીવનમાં કંઈક મોટી મુસીબત આવવાની છે અને આ મુસીબતનો સામનો કરવા માટે તમે તૈયાર નથી.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર પોસ્ટ થયેલી આ વાત તમને ગમી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!