શનિની સાડાસાતી – આટલી રાશીઓ ના નશીબ ચમકી શકે છે – વાંચવા અહી ક્લિક કરો

જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિ ગ્રહને નક્ષત્ર ગ્રહોમાં સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે.માટે એના પ્રભાવને લઇને જાતકો ચિંતા-વિચારણામાં રહે છે.શનિ એક અવસ્થામાં સાડા સાત વર્ષ માટે રહે તેને “શનિની સાડાસાતી”કહેવાય છે.શનિની સાડાસાતી જેની પર પડે છે એને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અથવા તો એ વ્યક્તિનો ભાગ્યોદય પણ થઇ શકે છે!

શનિની ચાલ બદલવાથી ઘણા લોકોને નવી મુસીબતો આવી પડે છે જ્યારે ઘણા લોકોની જરીપુરાણી પરેશાનીઓ દુર પણ થાય છે!હાલના સમયમાં શનિ ધનરાશિમાં ભ્રમણ કરે છે.૨૪ ઓક્ટોબર,૨૦૧૭થી તે વૃષભ રાશિમાંથી ધન રાશિમાં ચલાયમાન બનેલ છે.હવે આ સ્થિતી ૨૪ જાન્યુઆરી,૨૦૨૦ સુધી રહેશે.

આ રાશિના લોકોને થશે લાભ –

મેષ,સિંહ અને તુલા રાશિ પર ઘણા સમયથી ચાલતી બુરી દશા હવે સમાપ્ત થઇ જશે.આ રાશિના જાતકો પર શનિદેવની અમીનજર ફરીથી વરસતી હોવાનું કહેવાય છે.આ ત્રણ રાશિના લોકોના બગડેલા કામો થઇ જશે અને ધનપ્રાપ્તિના પ્રબળ સંકેત મળશે.

આ રાશિઓ માટે શરૂ થશે ખરાબ સમય –

જ્યોતિષીઓના કહેવા અનુસાર મેષ,મિથુન,કર્ક,તુલા,મીન,સિંહ અને કુંભ રાશિના લોકો માટે શનિની સાડાસાતી લાભદાયક રહેશે.એ જ પ્રમાણે વૃષભ,ધન અને મકર રાશિ પર આ સમયમાં કષ્ટદાયી સ્થિતી રહેવાના યોગ છે.

શનિની સાડાસાતી હોય છે વિનાશકારી –

કહેવાય છે કે,શનિની સાડાસાતીમાંથી પ્રખર પહોંચ ધરાવતા માણસો પણ બચી નથી શક્યાં.રામ પર સાડાસાતી આવી તો એમને વનવાસ વેઠવો પડ્યો,રાવણ પર આવી તો લંકાની પનોતી બેઠી અને દ્રૌપદી પર આ ગ્રહ સ્થિતીની અસર થઇ તો દુર્યોધનને એણે ન કહેવાના વેણ કહ્યાં અને પરિણામે કુરુક્ષેત્રમાં કરૂણ સંગ્રામ રચાયો!

આ રીતે મળે છે શનિની સાડાસાતીથી રાહત –

કહેવાય છે કે,ભગવાન શિવની નિત્ય પૂજા કરવાથી શનિની સાડાસાતીથી પીડિત લોકોને રાહત મળે છે.સર્વદેવનિવાસ સ્થાન સમાન પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.આ ઉપરાંત રૂદ્રાઅવતાર એવા મહાવીર હનુમાનની પૂજા-અર્ચના કરવાથી દુર્ભાગ્યપૂર્ણ ગ્રહદશાથી નિવારણ મળે છે.

ગુજરાતના સૌથી લોકપ્રિય ફેસબુક પરિવાર “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો, જે હંમેશા અમારા માટે પ્રેરણાદાયી બની રહેશે.

Leave a Reply

error: Content is protected !!