શ્લોકાએ સગાઈમાં પહેરેલા ડ્રેસની કિંમત જાણી ચોંકી જશો

સોમવારે યોજાઈ હતી એન્ગેજમેન્ટ સરેમની

દેશના સૌથી મોટા ઉદ્યોપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પુત્ર આકાશ અને શ્લોકા મહેતાની એન્ગેજમેન્ટ સેરેમની સોમવારે સાંજે મુંબઈમાં તતેમના ઘરે એન્ટેલિયા પર થઈ હતી. આ પ્રસંગે બોલિવુડ જગતના તમામ સ્ટાર્સ આકાશ અને શ્લોકાને અભિનંદન આપવા પહોંચ્યા હતા. આ પાર્ટીમાં બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાન, અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન, કરણ જોહર, કેટરીના કેફ, જોન અબ્રાહમ, કિરણ રાવ સહિતના સ્ટાર્સ આવ્યા હતા.

શ્લોકાએ પહેર્યો હતો બેબી પિંક ફ્લોરલ ડ્રેસ

આ પ્રસંગે આકાશ અંબાણીએ બ્લૂ શૂટ પહેર્યો હતો, તો શ્લોકાએ બેબી પિંક ફ્લોરલ ડ્રેસ પહેર્યો હતો. અંબાણી પરિવારની પુત્રવધૂ થવા જઈ રહેલી શ્લોકાનો ડ્રેસ કંઈ હજાર-બે હજારનો તો ના હોય, તે સ્વાભાવિક છે. જ્યારે પ્રસંગ આટલો ખાસ હતો, તો શ્લોકાનો ડ્રેસ પણ ખાસ જ હોય.

આટલી છે આ ડ્રેસની કિંમત

એનડીટીવી ઓનલાઈન મુજબ, શ્લોકાના આ ડ્રેસની કિંમત 2,383 ડોલર એટલે કે લગભગ દોઢ લાખ રૂપિયા છે. શ્લોકાના ડિઝાઈનરે ઈટાલિયન લક્ઝરી બ્રાન્ડ પ્રાડાના આ ડ્રેસને કસ્ટમાઈઝ કરાવ્યો હતો, તે પછી તેની કિંમત ઘણી વધી ગઈ.

પ્રી એન્ગેજમેન્ટ પાર્ટીમાં પહેર્યું હતું 78 હજારનું ગાઉન

ઉલ્લેખનીય છે કે, સગાઈ પાર્ટી પહેલા ગોવાના તાજ એક્ઝોટિકા એન્ડ સ્પા રિસોર્ટમાં પ્રી એન્ગેજમેન્ટ સેરેમની થઈ હતી, જેમાં અંબાણી પરિવારના લોકો જ સામેલ થયા હતા. આ પાર્ટીમાં શ્લોકાએ બ્રિટિશ લેબલ નીડલ એન્ડ થ્રેડનું ગાઉન પહેર્યું હતું. જેની કિંમત 850 પાઉન્ડ એટલે કે 78,137 રૂપિયા છે.

આકાશ જોઈ રહ્યા છે જિયોનું કામ

આકાશ અંબાણી દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના સૌથી મોટા પુત્ર છે. તે હાલ 4જી કંપની રિલાયન્સ જિયોનું કામકાજ જોઈ રહ્યા છે.

ડિસેમ્બરમાં લગ્ન થવાની ચર્ચા

આકાશ અને શ્લોકાના લગ્ન આ વર્ષે ડિસેમ્બરમાં થાય તેવી ચર્ચા છે. શ્લોકા હીરા વેપારી રસેલ મહેતાની દીકરી છે. રસેલ મહેતા દેશના મોટી ડાયમંડ કંપનીઓમાંથી એક રોઝી બ્લૂ ઈન્ડિયાના માલિક છે. અંબાણી તેમજ મહેતા પરિવાર એકબીજાથી સારી રીતે પરિચિત છે. આકાશ અને શ્લોકા ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં એક સાથે ભણતા હતા. જોકે, પરિવારના નજીકના સૂત્રોનું કહેવું છે કે, આકાશ અને શ્લોકાના લગ્નની તારીખ હજુ સુધી ફાઈનલ કરાઈ નથી.

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!