શ્રીદેવીની દિકરીએ લખ્યો અંતિમ પત્ર પોતાની પ્રેમાળ મમ્મી માટે. વાંચીને આંખો ભીની થઈ જશે

આખરે, શ્રીદેવીએ આ ફાની દુનિયામાંથી વિદાય લઈ લીધી. બુધવારે રાજકીય સન્માન સાથે એમને અંતિમ વિદાય આપવામાં આવી. જોકે આ દુનિયામાંથી રૂખસત લીધા બાદ પણ શ્રીદેવી હંમેશા એમના ફેન્સનાં દિલમાં યાદગાર રહેશે. પોતાની સુંદરતા અને શાનદાર અભિનય દ્વારા શ્રીદેવીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખાસ મુકામ હાંસિલ કર્યું છે. 80નાં દશકમાં એમની લોકપ્રિયતા એટલી બધી હતી કે લોકો એમને લેડી અમિતાભ બચ્ચન કહીને બોલાવતા. સાથે જ તેણી બોલીવુડની પહેલી મહિલા સુપરસ્ટાર તરીકે ઓળખાય છે. આ બધી જ ઉપલબ્ધીઓ સાથે પોતાની પર્સનલ લાઈફમાં પણ શ્રીદેવીએ એક પત્ની અને એક માં તરીકે બહેતરીન ભૂમિકા ભજવી છે. ખાસ કરીને એક માં તરીકે પોતાની દિકરીઓ માટે તેણી ખૂબ જ સંવેદનશીલ હતી. એવામાં આજે શ્રીદેવી આપણી વચ્ચે નથી ત્યારે એમની દિકરી જાન્વીએ એક પત્ર દ્વારા પોતાની લાગણી દર્શાવી છે.

શ્રીદેવી પોતાની બન્ને દિકરીઓને ખૂબ પ્રેમ કરતી હતી, ત્યાં સુધી કે દિકરીઓનો ઉછેર વ્યવસ્થિત રીતે થઈ શકે એ માટે શ્રીદેવીએ પોતાના કેરીયરની પણ કુરબાની આપી દીધી હતી. જ્યારે દિકરીઓ મોટી થઈ ત્યારે શ્રીદેવી પોતાની દિકરીઓની સફળતાનાં સપના જોવા લાગી અને તે ઈચ્છતી હતી કે મારી દિકરીઓ દુનિયામાં ખૂબ નામ કમાય. તેણીની મોટી દિકરીએ તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રથમ ડગલું માંડી પણ દીધુ છે. જાન્વીની પહેલી ફિલ્મ ”ધડક” આવવાની છે. શ્રીદેવી પણ ખૂબ જ અધિરાયથી પોતાની દિકરીનાં ફિલ્મની રાહ જોઈ રહી હતી. પણ, અફસોસ એ ફિલ્મ જોયા પહેલાં જ પોતાનો દેહ છોડી ગયા.

જાન્વી અંતિમ ક્ષણોમાં મમ્મી જોડે ના રહી શકી

જાન્વી માટે સૌથી વધુ અફસોસની વાત એ રહી કે તેણી અંતિમ સમયે પોતાની મમ્મી સાથે ન રહી શકી. નોંધનીય છે કે શ્રીદેવી જે પારિવારીક સમારોહમાં હાજરી આપવા માટે દુબઈ ગઈ હતી ત્યારે મોટી દિકરી જાન્વી પોતાની પહેલી ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે તેની સાથે દુબઈ નહોતી જઈ શકી. એવામાં જ્યારે તેણી પોતાની મમ્મીની આવવાની રાહ જોઈ રહી હતી ત્યાં અચાનક મૃત્યુનાં સમાચાર મળ્યા. જાણવા મળ્યું છે કે, આ દુઃખદ સમાચાર એના ફિલ્મ નિર્દેશક કરન જોહરે રૂબરૂ આપ્યા હતા અને આ સાંભળીને જાન્વી ત્યાં જ બેભાન થઈ ગઈ હતી. એવામાં હવે, જાન્વીએ પોતાની મમ્મીને લખેલ એક ખુલ્લો પત્ર સામે આવ્યો છે, જે તેણીએ થોડા વર્ષ પહેલાં લખ્યો હતો.

મમ્મીનાં નામે ખુલ્લો પત્ર લખીને પ્રેમ વ્યક્ત કર્યો


જાન્વીએ આ પત્રમાં લખ્યું છે કે, ”પ્યારી માં, હું તમારી પ્રતિષ્ઠા, સામાજિક સ્થાન, કામ પ્રત્યે સમર્પણ, ઈમાનદારી અને પ્રેરણાત્મક પ્રસંગો સાંભળીને મોટી થઈ છું. હું આજે તમારી સફળતાની સાક્ષી બની છું. તમે તમારા જીવનમાં જે કંઈપણ કર્યું છે એનાથી મને મહેસુસ થાય છે કે હું દુનિયાની સૌથી ગૌરવશાળી દિકરી છું. હું તમને ખૂબ જ પ્રેમ કરૂ છું.” – તમારી દિકરી ‘જાન્વી’.

શ્રીદેવીનાં મૃત્યુ બાદ જાન્વીએ પોતાની મમ્મી માટે લખેલ આ ઓપન લેટર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આખા ફિલ્મ જગત અને શ્રીદેવીના ચાહકોની સહાનુભૂતિ હવે એમનાં પરિવાર સાથે છે. ઉલ્લેખનિય છે કે શ્રીદેવીએ એક વખત પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એમની નાની દિકરી ખુશીને પોતાના પિતા બોની સાથે વધુ લગાવ છે જ્યારે મોટી દિકરી જાન્વી મને ખુબ પ્રેમ કરે છે.

માં તે માં બીજા બધા વગડાનાં વા.

જનની ની જોડ સખી નહીં જડે રે લોલ…

મિત્રો, તમને આ પોસ્ટ ગમી હોય તો શેર જરૂર કરજો

Leave a Reply

error: Content is protected !!