સુતા પહેલા ધ્યાન રાખો આ બાબતો નું – વાસ્તુ પ્રમાણે અપાયેલી બેસ્ટ ગુજરાતી ટીપ્સ

રાત્રે સુતા સમયે ક્યારેક એવું પણ થાય છે કે તમે સપના માં એવી વસ્તુઓ જોવા મળે કે તમારી ઊંઘ ઘણી વખત ઉડી જાય છે અને તમને ભયભીત કરી દે છે. આને લીધે,તે વ્યક્તિ રાતે સરખી રીતે સૂઈ પણ શકતી નથી.ઘણા લોકોને તો દરરોજ આ સમસ્યાનો સામનો કરવો પડે છે.

કેટલાક લોકો ખુલ્લેઆમ આના વિશે કોઈની પણ સાથે વાત પણ કરી શકતા નથી.કારણ કે તેઓ ને આ બધું કહેવા માટે સંકોચ અનુભવાય છે.પણ ગભરાવાની જરૂર નથી.કારણ કે વાસ્તુ શાસ્ત્ર આ સમસ્યા ના ઉપાયો આપેલા છે કે જેને અનુસરવાથી સુવા માટે જતાં પહેલાં વ્યક્તિ સ્વસ્થતા નો અનુભવ કરી શકે છે.આના માટે કેટલાક સરળ પગલાંઓ છે તેને અનુસરવાની જરૂર છે.

કરો આ ઉપાયો –

1)જો સુવા સમયે તમે ભય અનુભવો કે તમારી ઊંઘ ખરાબ સપના ને લીધે વારંવાર ઉડી જાય તો રાત્રે સૂતા પહેલા તમારા ઓશિકા નીચે ૪-૫ ઈલાયચી રાખવી.ઈલાયચી રાખવા થી આ સમસ્યામાંથી રાહત મળશે.

2)રાતે લાગતા ડર થી રાહત મેળવવા રાત્રે સૂતા પહેલા પાણી થી ભરેલો પિત્તળ નો લોટો તમારી પથારી પાસે રાખવો અને સવારે ઉઠીને તે પાણી છોડને પાઇ દેવું.

3)ખાસ કરીને નાના છોકરાઓ રાત્રે ઉઠીને ખૂબ ડરી જતા હોય અને હેબતાઈ જતા હોય તો રાત્રે સૂતા પહેલા તેના તકિયા નીચે નાનું ચાકુ રાખી દેવું.જો ચાકુ રાખવું ઠીક ના લાગે તો,કોઈ પણ અણીવાળી વસ્તુ તકિયાની નીચે રાખવાથી રાત્રે ડર લાગતો નથી.

4)સુતા પહેલા કોઈ કપડામાં પીળા રંગના ચોખા બાંધીને રાખવાથી આખી રાત ડરમાંથી છુટકારો મળે છે.

5)આ વાતો સિવાય જો સુતાં પહેલાં તમારી પથારી સરખી રીતે સાફ રાખશો તો કોઈ પણ પ્રકારનો ડર લાગશે નહી.ગંદા અથવા અવ્યવસ્થિત બેડ પર સુવાથી અજીબોગરીબ સપનાઓ આવે છે.

6)કેટલીક છોકરીઓને રાત્રે વાળ છુટાં રાખીને સુવાની ટેવ હોય છે,જે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ખરાબ માનવામાં આવે છે.એટલા માટે છોકરીઓ એ હંમેશા પોતાના વાળ બાંધી ને સુવું જોઈએ.

7)એ વાતનું હંમેશા ધ્યાન રાખવું કે જે ઘરમાં તમારો બેડ હોય એ ઘરમાં બુટ ચપલ જેવી વસ્તુઓ ના રાખવી.

8)સુતા પહેલા આ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે તમારી ચાદર નો રંગ ઘાટો અથવા તમારી ચાદર ફાટેલી ના હોવી જોઈએ.એવી માન્યતા છે કે,ખરાબ ચાદર હોવાથી ખરાબ સપના આવી શકે છે.

ઉપરની માન્યતાઓ પ્રમાણિત શાસ્ત્રો અને માન્યતાઓ આધારીત છે.વધુ માહિતી માટે આપ કોઇ તજ્જ્ઞ વ્યક્તિનો સંપર્ક કરી શકો છો.આર્ટીકલ યોગ્ય લાગે તો શેર કરશો.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલી આ ઉપયોગી માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!