જો તમે પણ નસકોરા (ખર્રાટા) થી પરેશાન હોવ તો આજે જ અપનાવો આ ઉપાય

આપણામાંથી લગભગ ઘણા બધા લોકો ક્યારેક ને ક્યારેક તો નસકોરા બોલાવતા જ હોય છે, પણ આવી સ્થિતી આપણી આજુ-બાજુ સૂતા લોકોને પરેશાન કરી શકે. નસકોરા બોલાવવાની સમસ્યા ઓછી માત્રામાં હોય તો કોઈ વાંધો નથી પણ જો તમે જોર-જોરથી નસકોરા બોલાવતા હો તો એનાથી બીજા લોકોને ઘણી તકલીફ થઈ શકે અને આ વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે. તમને જણાવી દઈએ કે નસકોરા બોલાવવાની સમસ્યા બીજી બીમારીને પણ આમંત્રણ આપે છે. તો ચાલો જાણીએ નસકોરાથી મુક્તિ મેળવવાનો ઈલાજ.

નસકોરા બોલાવવાને કારણે તમારી પોતાની પણ ઊંઘ પુરી થતી નથી જેનાં કારણે તમે બીમારીનાં જાળમાં ફસાતા જાવ છો. એવામાં તમે કંટાળીને ક્રોધિત થઈ જાવ, સાથે તમારો સ્વભાવ પણ ચીડિયો થઈ શકે. એક સંશોધન કહે છે કે, નસકોરાને કારણે હ્ર્દય રોગની બીમારી પણ થઈ શકે. જે વ્યક્તિને નસકોરા બોલાવવાની વધુ સમસ્યા હોય એમને હાર્ટ અટેકનું જોખમ વધી જાય છે.

જો કે, એક રિસર્ચમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લગભગ 45 ટકા થી વધુ સ્વસ્થ વયસ્ક લોકો સુતા સમયે નસકોરા બોલાવે છે. નસકોરા બોલાવવા એ ખરાબ આદત નથી, પણ જેમ-જેમ નસકોરાનો અવાજ વધતો જાય તેમ-તેમ બીમારીઓ વધી શકે. ઘણા લોકો આ સમસ્યાથી છુટકારો મેળવવા ઈચ્છે છે. ચાલો જાણીએ ઉપાય.

નસકોરા થી છુટકારો મેળવવાના ઉપાયો
એક સંશોધન મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે નસકોરા બોલાવતા 75 ટકા લોકો એનિમિયાની બિમારીથી પીડાતા હોય છે, જે હૃદય રોગની બીમારી પણ વધારી શકે. તો ચાલો જાણીએ નસકોરાની તકલીફથી બચવાના સરળ ઉપાયો.

પડખુ ફરીને સૂવાનું રાખો.


મોટાભાગે લોકો પીઠ નીચે રાખીને સીધા સૂતા હોય છે, પણ આ રીતે સૂવાથી નસકોરાની શકયતા વધી જાય છે. જે માટે તમારે પડખુ ફરીને સુવાની ટેવ પાડવી જોઈએ. સીધા સુવાને બદલે ડાબા પડખે અથવા જમણા પડખે સુવાથી નસકોરાની સમસ્યા ઓછી થાય છે.

ખૂબ પાણી પીવો.


શરીર માટે પાણી ખૂબ જ જરૂરી છે, એવામાં દરેક લોકોએ ખૂબ પાણી પીવું જોઈએ. તમને જણાવી દઈએ કે પાણીની ઉણપને લીધે પણ નસકોરાની તકલીફ થઈ શકે, જેથી કરી પાણી પીવાનું પ્રમાણ વધારી દેવું જોઈએ. કારણ કે નાક સુકાઈ જવાને કારણે નસકોરાની સમસ્યા ઉભી થાય છે, એટલે ખૂબ પાણી પીવું જોઈએ.

વજન ઓછું કરો


મોટાભાગનાં લોકોને વજન વધવાની સાથો સાથ નસકોરાની સમસ્યા પણ થતી હોય છે. એવા લોકોએ તાત્કાલિક પોતાનું વજન ઘટાડવું જોઈએ, જેથી નસકોરાની સમસ્યા દૂર થઈ શકે.

ધૂમ્રપાન છોડી દો.


ધૂમ્રપાન કરનાર લોકોને નસકોરાની સમસ્યા વધુ હોય છે તો તમારા સારા સ્વાસ્થ્ય અને નસ્કોરાથી છુટકારો મેળવવા માટે ધૂમ્રપાન કરવાનું છોડી દો.

ગરમ પાણી
રાત્રે સૂતા પહેલા ગરમ પાણીનુ સેવન કરો. કારણ કે ગરમ પાણી પીવાથી ગળુ ખુલી જાય છે.

મધનો ઉપયોગ

રાત્રે સૂતા પહેલા એક ચમચી મધ ખાવ. આવુ કરવાથી નસકોરાની સમસ્યાથી છુટકારો મળશે.

ગુજરાતના સૌથી લોકપ્રિય ફેસબુક પરિવાર “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો, જે હંમેશા અમારા માટે પ્રેરણાદાયી બની રહેશે.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!