ખુશખબરી : તત્કાલ ટીકીટ કેન્સલ કરાવવા પર મળશે પુરેપુરા પૈસા, જાણો કેવી રીતે ?

ભારતમાં રેલ વ્યવહાર સૌથી વધુ ચાલે છે અને રેલ સુવિધા સસ્તી પણ છે, જેથી રેલ્વે નિયમમાં કોઈ નાનકડો ફેરફાર પણ થયો હોય તો એની અસર આખા દેશ ઉપર પડે છે. હવે રેલ્વેનાં એક નિયમમાં ફેરફાર થયો છે, ટ્રેન યાત્રિકો આ નિયમનો વર્ષોથી ઈન્તજાર કરી રહ્યા હતાં. આ ફેરફાર તત્કાલ ટિકીટનાં કેન્સલેશન પર મળતા રીફંડ બાબત છે. રેલ્વે યાત્રિકોને થોડી રાહત આપવાના હેતુથી હવે તત્કાલ ટીકીટ ઉપર પણ પુરેપુરી રિફંડ સુવિધા આપવામાં આવશે. એવામાં એ લોકોને સૌથી વધુ ફાયદો થશે કે જે લોકો હંમેશા તત્કાલ ટીકીટ દ્વારા મુસાફરી કરે છે. પણ આ માટે રેલ્વેએ 5 શરત પણ રાખી છે.

રેલ યાત્રિકો માટે આજે એક મોટી ખુશ ખબરી જાહેર કરવામાં આવી છે, જેમાં રેલ્વે-તંત્રએ તત્કાલ ટીકીટ ઉપર 100% રિફંડ આપવાની વ્યવસ્થા શરૂ કરી છે. નવા નિયમ મુજબ, હવે કાઉન્ટર અને ઈ-ટીકીટ બન્ને ઉપર 100% રિફંડ મળશે. પણ આમાં રેલ્વેએ પાંચ શરત રાખી છે. જે કોઈપણ આ પાંચ શરતનું પાલન કરશે એને આ નિયમ મુજબ તત્કાલ ટીકીટ ઉપર 100% રિફંડ મળશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા તત્કાલ ટીકીટ ઉપર કોઈપણ પ્રકારનું રિફંડ નહોતું મળતું.

તત્કાલ ટીકીટ કેન્સલ કરવા માટે આ શરત રાખી છે.
● તત્કાલ ટિકીટ કેન્સલ કરવા પર રિફંડ મળવાની પહેલી શરત એ છે કે જો ટ્રેન 3 કલાક કે એનાથી વધુ મોડી હોય તો 100% રિફંડ મળશે.

● બીજી શરત એ છે કે જો કોઈ કારણસર ટ્રેનનો રૂટ બદલવામાં આવ્યો હોય અને યાત્રીક એ રૂટથી મુસાફરી કરવા ન માંગતો હોય તો તત્કાલ ટીકીટ કેન્સલ કરવાથી પુરેપુરૂ રિફંડ મળશે.

● અન્ય શરત એવી છે કે તમે ટ્રેનમાં બેઠી ગયા અને ટ્રેન એના નિર્ધારિત રૂટને બદલે બીજા રૂટ પર ડાયવર્ટ થઈ જાય કે જ્યાં યાત્રિકનું સ્ટેશન આવતું જ ન હોય અને એવા સંજોગોમાં જો તમે તત્કાલ ટીકીટ કેન્સલ કરાવો તો 100% રિફંડ મળશે.

● છેલ્લી શરત એવી છે કે તમે બુક કરાવેલ ટીકીટ મુજબ તમને સુવિધાઓ ન મળે તો પુરેપુરૂ રિફંડ મળશે.

તમને જણાવી દઈએ કે હાલમાં તત્કાલ ટીકીટનું બુકિંગ કરાવવા માટે તમારે સામાન્ય ભાડા કરતા વધુ ભાડું ચૂકવવું પડશે. રેલ્વેનાં નિયમ મુજબ, તત્કાલ ટીકીટનાં બુકિંગ માટે સેકન્ડ ક્લાસની ટીકીટ માટે 10% જ્યારે અન્ય શ્રેણી માટે 30% થી વધુ ભાડું ચૂકવવું પડે. આમાં સૌથી મોટી સમસ્યા એ હતી કે જો તમે આટલા બધા પૈસા ખર્ચીને તત્કાલ ટીકીટ ખરીદો છો અને કોઈ કારણસર તમારી યાત્રા-પ્રવાસ કેન્સલ થાય છે તો તમને એક રૂપિયો પણ રિફંડ નહોતો મળતો.

પણ, હવે રેલ્વેનાં નવા નિયમ મુજબ જો તમે ઉપરોક્ત શરતને આધીન તત્કાલ ટીકીટ કેન્સલ કરાવશો તો 100% રીફંડ મેળવી શકશો. નવા નિયમ મુજબ કાઉન્ટર અને ઈ-ટીકીટ બન્ને પર પૈસા પાછા મળશે. જોકે, રેલ્વેએ આ માટે કેટલીક શરતો રાખી છે અને એ જરૂરી પણ છે અને અઘરી પણ નથી. આ નિયમનો ફાયદો એવા યાત્રિકોને સૌથી વધુ થશે જે લોકો અચાનક પ્રવાસની ગોઠવણ કરે છે અને તત્કાલ ટીકીટ ખરીદે છે. હવે એમને પ્રવાસ રદ્દ કરવા બદલ પુરા પૈસા મળી શકશે

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ ઉપયોગી પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો.

Leave a Reply

error: Content is protected !!