શ્રીદેવીની 10 અજાણી વાતો તેની તમને ભાગ્યે જ ખબર હશે!

શ્રીદેવીની પ્રથમ ફિલ્મ ‘થુનાઇવાન’

શનિવારની મોડી રાત્રે દુબઈથી આવેલા ખરાબ સમાચારે બધાને શોકમાં મૂકી દીધા. સમાચાર એટલા દુ:ખદ હતા કે તેના પર લાંબા સમય સુધી કોઈને વિશ્વાસ નહોતો થયો.

મોટાભાગના લોકો તેને અફવા કહેતા રહ્યા અથવા તો આ અફવા ખોટી હોવાની પ્રાર્થના કરતા રહ્યા હતા.

પરંતુ થોડા જ સમયમાં ખરાબ સમાચારની પુષ્ટિ થઈ ગઈ હતી. 54 વર્ષની ઉંમરે શ્રીદેવીએ દુનિયાને અલવિદા કહી દીધી.

શ્રીદેવએ માત્ર ચાર વર્ષની ઉંમરે જ ફિલ્મમાં અભિનયની શરૂઆત કરી દીધી હતી.

1975માં તે કલાકાર તરીકે પહેલી વખત બોલીવૂડની ફિલ્મ ‘જૂલી’માં જોવા મળ્યાં.

આ સિલસિલો જળવાઈ રહ્યો અને ધીરે ધીરે એ મોટા પડદાથી ઊતરીને એમના ચાહકોનાં હૃદયમાં વસી ગયાં.

ફિલ્મ ઉદ્યોગમાં એવું કહેવાય છે કે અભિનેત્રીઓની કારકિર્દી ખાસ લાંબી નથી હોતી, ત્યારે શ્રીદેવીએ સિનેમા માટે 50 વર્ષ કામ કર્યું.

તમિલ ફિલ્મ ‘આદિ પરાશક્તિ’માં જયલલિતા સાથે શ્રીદેવી

રીદેવી વિશે થોડી ખાસ વાતો

  • વર્ષ 1969માં આવેલી એમએ થિરુમુગમની ‘થુનાઇવાન’ શ્રીદેવીની પ્રથમ ફિલ્મ હતી. જેમાં તેમણે બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું.
  • શ્રીદેવીનું વાસ્તવિક નામ શ્રી અમ્મા યંગર અયપ્પન હતું. ફિલ્મ ઉદ્યોગ માટે તેમનું નામ શ્રીદેવી રાખવામાં આવ્યું.
  • અનિલ કપૂર અને જિતેન્દ્ર સાથે શ્રીદેવીની જોડી ખૂબ સફળ રહી. જિતેન્દ્ર સાથે શ્રીદેવીએ 16 ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં13 સફળ રહી અને 3 ફ્લૉપ.
  • ‘સદમા’ 1983માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની ભૂમિકા માટે શ્રીદેવીને ખૂબ જ વખાણવામાં આવ્યાં. ‘સદમા’ એ તમિલ ફિલ્મ ‘મૂંદરમ પિરાઈ’ની રીમેક હતી.
  • શ્રીદેવી એ જૂજ અભિનેત્રીઓમાંથી એક હતાં, જેમણે ધર્મેન્દ્ર અને તેમના દીકરા સન્ની દેઓલ બન્ને સાથે કામ કર્યું છે.
  • નયા કદમ (1984), મકસદ (1984), માસ્ટરજી (1985) અને નઝરાના (1987)માં રાજેશ ખન્ના સાથે તેમની જોડી સફળ રહી.
યશ ચોપરા સાથે શ્રીદેવી
  • 1989માં આવેલી ચાંદની ફિલ્મથી શ્રીદેવીને ખૂબ જ પ્રસિદ્ધિ મળી. તેમને યશ ચોપરાને ગમતી અભિનેત્રીઓમાં સ્થાન મળ્યું. ‘લમ્હે’માં યશ ચોપરાએ તેમણે ફરી એક વખત કામ કર્યું.
  • ‘ખુદા ગવાહ’ (1992)માં તે અમિતાભ બચ્ચન સાથે બેવડી ભૂમિકામાં જોવા મળ્યાં. એ પહેલાં ‘ચાલબાજ’ (1989)માં તે બેવડી ભૂમિકા નિભાવી ચૂક્યાં હતાં. એમ કહેવાય છે કે, કાબુલમાં ‘ખુદા ગવાહ’ દસ સપ્તાહ સુધી હાઉસફુલ રહી હતી. તેમાં શ્રીદેવીએ એક પઠાણ યુવતીની ભૂમિકા ભજવી હતી.
મિસ્ટર ઇંડિયાના શૂટિંગ દરમિયાન અનિલ કપૂર સાથે શ્રીદેવી
  • મિસ્ટર ઇંડિયા (1987) સંભવતઃ ભારતની પ્રથમ સાયન્સ ફિક્શન સુપરહીરો ફિલ્મ હતી. સલીમ-જાવેદની આ પટકથાનું શેખર કપૂરે દિગ્દર્શન કર્યું હતું.
  • એમ કહેવાય છે કે કારકિર્દીની શરૂઆતમાં ઘણી ફિલ્મોમાં શ્રીદેવીએ પોતાની ફિલ્મોમાં જાતે ડબિંગ નહોતું કર્યું.

સોર્સ: બી બી સી ગુજરાતી

Leave a Reply

error: Content is protected !!