મુસાફરી દરમિયાન જો તમને પણ ઉલ્ટી થતી હોય તો અજમાવવા જેવા અમુક ઘરેલુ નુસ્ખા

યાત્રા-પ્રવાસ દરમિયાન ઉલ્ટી થવી એ સામાન્ય વાત છે. કેટલાક લોકોને વાહનોના ધુમાડાથી કે ગરમીથી, તો કેટલાક લોકોને બંધ ગાડીમાં આવી સમસ્યા થતી હોય છે. કેટલાક લોકોને દરિયાઈ સફરમાં આવી તકલીફ થતી હોય છે. ઉલ્ટીને કારણે માણસનો મુડ ખરાબ થઈ જાય છે. જેથી સૌથી અગત્યની સલાહ એ છે કે, તમે જ્યારે પણ બહાર ફરવા નીકળો ત્યારે ખાલી પેટ ન રહો. કંઈક જમીને પછી નીકળો.

લગભગ બધાને હરવા-ફરવાનો શોખ હોય છે. પણ સફર દરમિયાન ઉલ્ટી થવાને કારણે ઘણા લોકો પોતાનો આ શોખ પૂરો કરી શકતા નથી. ઉલ્ટીને કારણે આપણે યાત્રા-પ્રવાસનો પૂરેપૂરો આનંદ લઈ શકતા નથી. શું તમારી સાથે પણ આવુ જ થાય છે ? જો તમારો જવાબ હાં હોય તો, આજે અમે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાયો જણાવીશું જેનાથી તમે આ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. ચાલો જાણીએ મુસાફરી દરમિયાન ઉલ્ટીથી બચવાના ઘરેલુ નુસ્ખા.

ઉલ્ટીથી બચવા માટેના ઘરેલુ ઉપાયો:

બસની પાછળની સીટમાં બેસવું નહીં


જે લોકોને બસમાં ગભરામણ થતું હોય એ લોકોએ પાછળની સીટમાં ન બેસવું. બસમાં પાછળની તરફ સૌથી વધુ ઝટકા લાગે છે જેથી જીવ ઊંચો-નીચો થાય છે જેના કારણે ઉલ્ટી થવાની શક્યતા વધી જાય છે. જેથી બસમાં પાછળની સીટમાં બેસવાનું ટાળવું જોઈએ.

લીંબુ અને ફુદીનાનું સરબત


પ્રવાસ દરમિયાન એક બોટલમાં સંચળ યુક્ત લીંબુ અને ફુદીનાનું સરબત સાથે રાખો. સફરમાં થોડુ-થોડુ પીતા રહો.

ઈલાયચી ખાવ


ઈલાયચી ખાવાથી ઉલ્ટીમાં જલ્દી આરામ મળે છે. તે ઉપરાંત સફરમાં નીકળતા પહેલા ઈલાયચીવાળી ચા પી શકો.

જીરૂ પાવડર પીવો


ઘરેથી નીકળતા પહેલા જીરા પાવડરને પાણીમાં મિક્સ કરીને પી લો. આ પીવાથી ઉલ્ટી, ઉબકા જેવી સમસ્યાઓ નહી થાય.

આંબલીનો પ્રયોગ


આંબલી એવી વસ્તુ છે, જે તરત રાહત આપે છે. આંબલી પર મીઠું ભભરાવીને મોઢામાં રાખી લો. ઉપરાંત મુસાફરી દરમિયાન આંબલીના શેકેલા કે કાચા બીજ (આંબલિયા) પણ મોઢામાં રાખી શકાય.

આદુનો ઉપયોગ


યાત્રા દરમિયાન ઉલ્ટી કે ઉબકા આવતા હોય તો આદુનો ટુકડો મોઢામાં મૂકી દેવો. તેનાથી તમને ઉલ્ટી નહી થાય. જો તમને આદુ પસંદ ન હોય તો એના બદલે એક બીજો સારો ઉપાય પણ છે. જ્યારે પણ તમે મુસાફરી માટે ઘરની બહાર નીકળો ત્યારે આદુવાળી ચા પી લેવી, જેથી ઉલ્ટી ન થાય. એક વાત એ પણ યાદ રાખો કે જ્યારે પણ તમે યાત્રા-પ્રવાસ માટે જાવ ત્યારે કોઈ ને કોઈ વસ્તુ મોઢામાં રાખવી જેમ કે, પીપરમેન્ટ, ધાણાદાળ, વરિયાળી વગેરે.

મ્યુઝિક અને તાજી હવા


યાત્રા-પ્રવાસ દરમિયાન લખવા/વાંચવાની પ્રવૃત્તિ બિલકુલ કરવી નહીં. એના કરતાં સારૂ રહેશે કે તમે મ્યુઝિક સાંભળો. સફર દરમિયાન બારી પાસે બેસો જેથી તાજી હવા મળી રહે. તાજી હવાથી મન પ્રફુલ્લિત રહે છે.

ગુજરાતના સૌથી વિશાળ ફેસબુક પરિવાર ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ જો તમને ગમી હોય તો જરૂર લાઈક અને શેર કરજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!