10 એપ્રિલનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries):

પરિવારજનો સાથે બેસીને મહત્ત્વપૂર્ણ ચર્ચા કરશો તથા ઘરની કાયાપલટ કરવા માટે કેટલીક નવી સાજ-સજાવટનો વિચાર કરશો. આજે તમને તમારા કાર્યમાં સંતોષનો અનુભવ થશે. સ્ત્રીઓ તરફથી સન્માન મળી શકે છે.

વૃષભ(Taurus):

સ્નેહીજનો તથા મિત્રોના સમાચાર તમને આનંદ પ્રદાન કરશે. વિદેશ જવા ઇચ્છુક વ્યક્તિઓ માટે સારી તક છે. લાંબા પ્રવાસનું આયોજન થઈ શકે છે. ધાર્મિક સ્થળના પ્રવાસથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. આર્થિક લાભની સંભાવના છે.

મિથુન(Gemini):

આજનો દિવસ સંયમ અને સાવધાનીથી પસાર કરવો. વાણી પર સંયમ રાખવાથી વાદવિવાદને ટાળવામાં સફળતા મળશે. ખર્ચ વધુ થવાથી આર્થિક રીતે પરેશાની થશે. માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે ઇશ્વરની આરાધના કરવી.

કર્ક(Cancer):

આજનો દિવસ મિત્રો અને સ્વજનો સાથે આનંદપૂર્વક પસાર કરશો. વેપારના ક્ષેત્રમાં લાભ થવાની સંભાવના વધુ છે. ભાગીદારોથી લાભ થશે. નાનો પ્રવાસ કે પર્યટનની સ્મૃતિ લાંબા સમય સુધી રહેશે. સન્માન પ્રાપ્ત કરશો.

સિંહ(Lio):

મન વ્યગ્ર રહી શકે છે. કોઈ કારણવશ દૈનિક કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. વ્યવસાયમાં સહ કર્મચારીઓનો સહયોગ આજે ખાસ નહિ મળે. અધિકારીઓથી સંભાળીને રહેવું. પરિશ્રમનું યોગ્ય પરિણામ ન મળવાથી નિરાશ થશો.

કન્યા (Virgo):

શિક્ષણના મામલે વિદ્યાર્થીઓને પરેશાની થઈ શકે છે. સંતાનોના વિષયમાં ચિંતા રહેશે. શેર-સટ્ટામાં સંભાળીને ચાલવું. મનમાં ખિન્નતાનો અનુભવ થશે. વાદવિવાદથી બચીને રહેવું.

 તુલા(Libra):

માનસિક રીતે વ્યગ્રતાનો અનુભવ કરશો. માતાના વિષયમાં ચિંતા રહી શકે છે. સ્થાયી સંપત્તિ સંબંધિત કાર્યોને સાવધાનીથી પૂરાં કરશો. પ્રવાસ શક્ય બને તો ટાળવો. પારિવારિક વાતાવરણ અશાંત થઈ શકે છે.

 વૃશ્ચિક(Scorpio):

નવા કાર્યના પ્રારંભ માટે આજનો દિવસ શુભ છે. દિવસભર ચિત્તની પ્રસન્નતા રહેશે. ભાઈબંધુઓ સાથે ગૃહવિષયક આવશ્યક ચર્ચા કરશો. આર્થિક લાભ તથા ભાગ્યવૃદ્ધિનો યોગ છે. નાનકડા પ્રવાસનું આયોજન થઈ શકે છે.

ધન(Sagittarius):

આજે તમારું મન દ્વિધામાં ફસાયેલું રહેશે. નિર્ધારિત કાર્યો પૂરાં ન થવાથી મનમાં હતાશા રહેશે. કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણયને આજે ન લેવાની ગણેશજી સલાહ આપે છે. ઘર કે વ્યવસાયના ક્ષેત્રમાં કાર્યભાર વધુ રહેશે.

 મકર(Capricorn):

પારિવારિક વાતાવરણ મંગળમય રહેશે. મિત્રો, સ્નેહીજનોથી તમને ઉપહાર પ્રાપ્ત થશે. વ્યાવસાયિક અને વેપારના સ્થળે તમારો પ્રભાવ રહેશે. તમારા કાર્યથી અધિકારીઓ સંતુષ્ટ થશે. તમારાં કાર્ય આજે સરળતાથી પૂર્ણ થશે.

કુંભ(Aquarius):

આજે શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થતા રહેશે. પરિવારજનો સાથે કલહ થવાની આશંકા છે. ધનની લેવડદેવડ કે મૂડી રોકાણ કરતી વખતે ધ્યાન રાખવું. કોર્ટ કાર્યવાહીમાં સંભાળીને ચાલવું. ખર્ચનું પ્રમાણ વધુ રહેશે.

મીન(Pisces):

સંતાનના વિષયમાં શુભ સમાચાર પ્રાપ્ત થશે. જૂના મિત્રો સાથે મુલાકાતથી આનંદ છવાયેલો રહેશે. નવા મિત્રો સાથે સંપર્ક થઈ શકશે. સામાજિક પ્રસંગ માટે ક્યાંક બહાર જવાનું થાય. વ્યાવસાયિક ક્ષેત્રમાં લાભ થશે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!