11 એપ્રિલનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries):

પ્રવાસ માટે આજનો દિવસ સારો છે, તેમ ગણેશજી કહે છે. વેપાર સંબંધિત કાર્યો માટે લાભદાયી દિવસ છે. ઘરમાં શુભપ્રસંગનું આયોજન થશે. શેરસટ્ટામાં આર્થિક લાભ થશે. જીવનસાથીના આરોગ્ય માટે ચિંતા રહેશે.

વૃષભ(Taurus):

સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખવું. અગ્નિ, જળ અને જોખમથી સાવધાની રાખવી. વેપારીઓને ધનની લેવડદેવડ તથા પ્રવાસથી લાભ થશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. બાળકોની પ્રગતિથી મન પ્રસન્ન રહેશે. ગૃહસ્થ જીવન આનંદપૂર્વક પસાર થશે.

મિથુન(Gemini):

નકારાત્મક વિચારોને મનથી દૂર કરવાની સલાહ ગણેશજી આપે છે. ખાનપાનમાં ધ્યાન રાખવું. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. આકસ્મિક ધનખર્ચ થશે. કોઈ કારણવશ બહાર જવાનો પ્રસંગ ઉપસ્થિત થશે. સંતાન સંબંધિત વિષયો અંગે ચિંતિત રહેશો.

કર્ક(Cancer):

સ્વાદિષ્ટ તથા ઉત્તમ ભોજન, સુંદર વસ્ત્રો અને વિજાતીય વ્યક્તિઓનો સાથ મેળવીને તમે પ્રસન્ન રહેશો. તમારી આર્થિક સ્થિતિ સુદૃઢ રહેશે. અચાનક ધનખર્ચ થશે. ભાગીદારો સાથે આંતરિક મતભેદ વધશે. નોકરી-વ્યવસાયમાં પરિસ્થિતિ અનુકૂળ રહેશે.

સિંહ(Lio):

તમારા વેપારનો વિસ્તાર થશે. યોગ્ય કાર્યો પર ધન ખર્ચ થશે. વિદેશ સ્થિત કારોબારીઓથી લાભ થવાની સંભાવના છે. આવકની વૃદ્ધિ થવાથી પૈસાના મામલે હાથ છુટ્ટો રહેશે. પ્રબળ લાભનો યોગ છે.

કન્યા (Virgo):

શિક્ષણના મામલે વિદ્યાર્થીઓને પરેશાની થઈ શકે છે. સંતાનોના વિષયમાં ચિંતા રહેશે. શેરસટ્ટામાં સંભાળીને ચાલવું. મનમાં ખિન્નતાનો અનુભવ થશે. વાદવિવાદથી બચીને રહેવું.

 તુલા(Libra):

દિવસ મધ્ય ફળદાયી રહેશે તેમ ગણેશજી કહે છે. શારીરિક સ્ફૂર્તિ અને માનસિક પ્રસન્નતાનો અભાવ રહી શકે છે. પરિવારમાં વાદવિવાદ થઈ શકે છે. વ્યાવહારિક જીવનમાં માનહાનિનો પ્રસંગ ન બને તેનું ધ્યાન રાખવું.

 વૃશ્ચિક(Scorpio):

આજનો દિવસ અનુકૂળ છે. ભાઈબંધુઓનો વ્યવહાર સહયોગપૂર્ણ રહેશે. હરીફોને પરાસ્ત કરશો. મધ્યાહન બાદ શારીરિક અને માનસિક પ્રતિકૂળતાઓ રહેશે. વ્યાવહારિક જીવનમાં અપયશ મળવાની સંભાવના છે. ધન હાનિનો યોગ છે.

ધન(Sagittarius):

સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક લાભ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ ધ્યાન રાખવાની જરૂર છે. બપોર બાદ સ્થિતિ અનુકૂળ રહેશે. મનમાં જે દ્વિધા હોય તેનું નિરાકરણ મળી જશે. શરીર અને મન બંને સ્વસ્થ રહેશે.

 મકર(Capricorn):

તમારી ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં આજે વૃદ્ધિ થશે. વ્યવસાય અને વેપારમાં વાતાવરણ અનુકૂળ રહેશે. તમારા દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થશે. જીવનમાં આનંદનું પ્રમાણ વધુ રહેશે. મધ્યાહન બાદ તમારા વિચારોમાં નકારાત્મકતા વધુ રહેશે.

કુંભ(Aquarius):

ધાર્મિક અને સામાજિક કાર્યો પાછળ ધન ખર્ચ થશે. મધ્યાહન બાદ તમારા પ્રત્યેક કાર્ય સરળતાપૂર્વક સંપન્ન થશે. ઓફિસમાં તમારો પ્રભાવ વધતો જશે. અધિકારીઓની કૃપાદૃષ્ટિ તમારા પર રહેશે. માનસિક શાંતિ તમારા મન પર છવાયેલી રહેશે.

મીન(Pisces):

આજનો દિવસ તમારા માટે લાભપ્રદ છે. પ્રવાસ-પર્યટન થશે તથા મિત્રો તરફથી ઉપહાર મળશે. મધ્યાહન બાદ દરેક કાર્યમાં કેટલીક સાવધાની રાખવાની જરૂર છે. આધ્યાત્મ તરફ વળશો.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!