12 એપ્રિલનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries):

સામાજિક પ્રસંગોમાં સગાંસંબંધીઓ અને મિત્રો સાથે તમારો સમય આનંદપૂર્વક પસાર થશે. મિત્રો પાછળ ધનખર્ચ થશે અને તેમના દ્વારા લાભ પણ થશે. સરકારી કાર્યોમાં સફળતા મળશે. દામ્પત્ય જીવન સારું રહેશે. અચાનક ધનલાભ થશે.

વૃષભ(Taurus):

નવા કાર્યના આયોજન કરવાની ઇચ્છા રાખનારા લોકો માટે અનુકૂળ દિવસ છે. નોકરી તથા વ્યવસાયમાં લાભદાયક પરિણામ મળશે. વેપારમાં નવી દિશાઓ ખૂલતી પ્રતીત થશે. સરકાર દ્વારા લાભના સમાચાર મળશે. અટકેલાં કાર્ય પૂરાં થશે.

મિથુન(Gemini):

પ્રતિકૂળ સંયોગ બનવાથી તમારા કાર્યમાં થોડો વિલંબ થઈ શકે છે. શરીરમાં સ્ફૂર્તિ અને મનમાં ઉત્સાહનો અભાવ રહેશે. પેટના રોગ તમને પરેશાન કરી શકે છે. અધિકારીઓનો નકારાત્મક વ્યવહાર પરેશાનીમાં મૂકી શકે છે.

કર્ક(Cancer):

મનનો નકારાત્મક વ્યવહાર તમને હતાશ કરશે. બહાર ખાવાપીવાને કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. ક્રોધ પર નિયંત્રણ રાખવું. પારિવારિક સભ્યો સાથે વાદવિવાદ થઈ શકે છે. માનહાનિ ન થાય તેનું ધ્યાન રાખવું.

સિંહ(Lio):

જીવનસાથીના સ્વાસ્થ્ય વિશે ચિંતા રહેશે. સાંસારિક વિષયો વિશે ઉદાસીન રહેશો. ભાગીદારો સાથે મતભેદ થઈ શકે છે. વિજાતીય વ્યક્તિઓ સાથે મુલાકાત ખાસ આનંદદાયક નહિ રહે.

કન્યા (Virgo):

શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. ઘરમાં સુખશાંતિનો માહોલ રહેવાથી પ્રસન્નતાનો અનુભવ કરશો. આર્થિક લાભ અને કામમાં સફળતા મળશે. નોકરીમાં લાભ મળશે, પ્રમોશન થવાની સંપૂર્ણ સંભાવના છે. મોજશોખ પાછળ ખર્ચ થશે.

 તુલા(Libra):

સંતાનોની પ્રગતિ થશે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત રોમાંચક રહેશે. તનમનથી તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરશો. વધુ પડતા વિચારોથી મન વિચલિત બનશે. આજે કોઈ સાથે બૌદ્ધિક ચર્ચા કે વાદવિવાદમાં ભાગ લેવાનું ટાળવું.

 વૃશ્ચિક(Scorpio):

આજનો દિવસ તમે શારીરિક અને માનસિક રીતે ભયનો અનુભવ કરી શકો છો. કોઈ ને કોઈ વાતની ચિંતા તમને પરેશાન કરી શકે છે. જમીન, વાહનની ખરીદીના દસ્તાવેજ બનાવવામાં સાવધાની રાખવી.

ધન(Sagittarius):

નવા કાર્યની શરૂઆત માટે શુભ સમય છે. મિત્રો અને સગાંસંબંધીઓના આગમનથી ઘરમાં પ્રસન્નતા રહેશે. હાથમાં લીધેલાં કાર્ય સરળતાપૂર્વક પૂરાં થશે. નાનકડો પ્રવાસ થશે. ધનલાભનો યોગ છે. નાના ભાઈ-બહેનો સાથે મનમેળાપ રહેશે.

 મકર(Capricorn):

શેરસટ્ટામાં મૂડી રોકાણનું આયોજન કરશો. આર્થિક લાભ થશે. સ્વાસ્થ્ય સંબંધી કેટલીક ફરિયાદ રહેશે. આંખમાં તકલીફ થવાની આશંકા છે. નકારાત્મક વૃત્તિ દૂર કરવાથી લાભ થશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન રાખવું પડશે.

કુંભ(Aquarius):

શારીરિક અને માનસિક રીતે તમારો દિવસ પ્રફુલ્લિત રહેશે. સગાંસંબંધીઓ તથા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. સુરુચિપૂર્ણ ભોજન અને મિષ્ટાન્નનો આનંદ લેશો. આર્થિક દૃષ્ટિએ લાભદાયક દિવસ છે.

મીન(Pisces):

આર્થિક આયોજન અને મૂડી રોકાણ કરતી વખતે ધ્યાન રાખવું. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે. મિત્રો અને સ્વજનો સાથે મતભેદ થઈ શકે છે. કોર્ટ-કચેરીના મામલામાં ન પડવું સારું છે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!