13 એપ્રિલનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries):

તમારો આજનો દિવસ સામાજિક પ્રવૃત્તિઓ અને મિત્રો સાથે ભાગદોડમાં વ્યતીત થશે. તેમની પાછળ પૈસા પણ ખર્ચાશે. સરકારી કામોમાં સફળતા મળશે. સંતાનો તરફથી શુભ સમાચાર મળશે. પ્રવાસની સંભાવના છે.

વૃષભ(Taurus):

આજે તમે નવાં કાર્યોનો પ્રારંભ કરી શકો છો. નોકરિયાતો માટે આજનો દિવસ શુભ છે. તેમને આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળશે. સરકારી લાભ મળશે. ગૃહસ્થ જીવનમાં સુખશાંતિ રહેશે. અધૂરાં કાર્ય પૂર્ણ થશે.

મિથુન(Gemini):

આજે તમારે થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડી શકે છે. શરીરમાં સ્ફૂર્તિનો અભાવ રહેશે, તેને કારણે નિર્ધારિત કામ પૂરાં નહિ થાય. માનસિક ચિંતાથી વ્યગ્રતાનો અનુભવ કરશો. ઉચ્ચ પદાધિકારીઓ સાથે વાદવિવાદમાં ન ઊતરવું.

કર્ક(Cancer):

ક્રોધ અને નકારાત્મક વિચાર તમારી માનસિક સ્વસ્થતા પર હાવી થઈ જશે, જેથી આજે સંયમ રાખવો જરૂરી છે. ખાનપાનનું ધ્યાન નહિ રાખો તો સ્વાસ્થ્ય ખરાબ થવાની આશંકા છે. કુટુંબમાં વાદવિવાદ થઈ શકે છે.

સિંહ(Lio):

આજે તમારા દામ્પત્ય જીવનમાં મામૂલી વાતથી મનમોટાવ થઈ શકે છે. પતિ-પત્ની બંનેમાંથી કોઈ એકનું સ્વાસ્થ્ય ખરાબ થવાની આશંકા છે. વેપારીઓ ભાગીદારો સાથે ધૈર્યથી કામ લે.

કન્યા (Virgo):

આજે તમે દરેક મામલે અનુકૂળતાનો અનુભવ કરશો. ઘરમાં સુખશાંતિ સ્થાપિત થશે, જેનાથી મન પ્રસન્ન રહેશે. સુખદ ઘટનાઓ ઘટશે. સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. બીમાર વ્યક્તિઓના સ્વાસ્થ્યમાં સુધાર થશે. આર્થિક લાભ થશે.

 તુલા(Libra):

તમે કલ્પના અને સૃજનશક્તિની પ્રગતિથી સંતોષનો અનુભવ કરશો. વ્યર્થ વાદવિવાદ કે ચર્ચામાં ન પડવું. સ્વાસ્થ્યના મામલે પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત સુખદ રહેશે.

 વૃશ્ચિક(Scorpio):

માનસિક અને શારીરિક અસ્વસ્થતાનો અનુભવ કરશો. વડીલો સાથે મતભેદ થવાની ઘટના તમારું મન વ્યથિત કરી શકે છે. માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે. આર્થિક નુકસાન અને જાહેર જીવનમાં માનહાનિ ન થાય તેનું ધ્યાન રાખવું.

ધન(Sagittarius):

આજે તમારું મન શાંત અને પ્રસન્ન રહેશે. ભાઈબહેનો સાથે વધુ મનમેળાપ રહેશે. નવા કામની શરૂઆત આજના દિવસે કરી શકો છો. સગાંસંબંધીઓ તથા મિત્રોનું તમારા ઘરે આગમન થવાથી આનંદનો અનુભવ કરશો.

 મકર(Capricorn):

આજે તમારી શાંત વાણી તમને ઘણી મુસીબતોથી બચાવશે. પરિવારજનો સાથે ગેરસમજ થવાથી માનસિક રીતે અસ્વસ્થતાનો અનુભવ કરશો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. શાંત મનથી કાર્ય કરવું.

કુંભ(Aquarius):

શારીરિક અને માનસિક સ્વસ્થતા અને તાજગીપૂર્ણ દિવસ રહેશે. આર્થિક દૃષ્ટિથી તમારો દિવસ લાભદાયી રહેશે. સગાંસંબંધીઓ તથા મિત્રો સાથે મિષ્ઠાન અને સુરુચિપૂર્ણ ભોજન કરશો. મિત્રો સાથે પ્રવાસનું પણ આયોજન થશે.

મીન(Pisces):

ગણેશજી કહે છે કે, આજે તમારા મનમાં એકાગ્રતાનો અનુભવ થશે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. સ્વજનોથી દૂર જવાનું થશે. કોર્ટ-કચેરીના કામકાજમાં તથા કોઈના જામીન થવાના સંબંધમાં સાવધાની રાખવી.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!