14 એપ્રિલનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries):

ગણેશજીના અનુસાર આજે તમારો દિવસ અનુકૂળ છે. આજે તમારાં તમામ કાર્ય પૂર્ણ થશે. લક્ષ્મીજીની કૃપા તમારા પર રહેશે. પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકશો. માતા તરફથી લાભ થશે.

વૃષભ(Taurus):

તમારું મન ચિંતાઓથી ગ્રસ્ત રહી શકે છે. સ્વાસ્થ્ય બગડી શકે છે તથા આંખોમાં પીડા થવાની આશંકા છે. પરિવારજનો સાથે વાદવિવાદ થઈ શકે છે. વ્યર્થ ખર્ચ થઈ શકે છે. દુર્ઘટનાથી સાવધાન રહેવું.

મિથુન(Gemini):

આજનો દિવસ તમારા માટે ખૂબ લાભપ્રદ છે. કુંવારાઓને યોગ્ય જીવનસાથી મળવાની સંભાવના છે. ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ છે. મિત્રો સાથે મુલાકાત આનંદપ્રદ રહેશે અને તેનાથી લાભ પણ થશે.

કર્ક(Cancer):

આજે તમારા માટે ખૂબ જ આરામદાયક દિવસ છે. દરેક કાર્ય સરળતાપૂર્વક સંપન્ન થશે. નોકરીમાં ઉચ્ચ પદાધિકારીઓ પ્રસન્ન રહેશે. પ્રમોશન થવાનો યોગ છે. માતા સાથે સંબંધ સુદૃઢ બનશે અને આરોગ્ય સારું રહેશે.

સિંહ(Lio):

તમારો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. ધાર્મિક તથા માંગલિક કાર્યોમાં આજનો દિવસ પસાર થશે. યાત્રાનું આયોજન પણ થઈ શકે છે. આજે તમે થોડા ક્રોધિત થઈ શકો છો, જેને કારણે માનસિક અશાંતિ થઈ શકે છે.

કન્યા (Virgo):

આજે કોઈ નવા કાર્યના શ્રીગણેશ ન કરવા. આજે તમે વધુ ક્રોધિત રહેશો. આથી વાણી પર સંયમ રાખવો. પરિવારજનો તરફથી ઉગ્ર વ્યવહારને કારણે મન દુઃખી થઈ શકે છે, જેનું ખાસ ધ્યાન રાખવું. ધનનો વ્યય થઈ શકે છે, સંભાળીને ખર્ચ કરવો.

 તુલા(Libra):

આજનો તમારો દિવસ આમોદપ્રમોદમાં પસાર થશે. મિત્રો તથા સ્નેહીજનો સાથે ખાનપાન, સેરસપાટા તથા પ્રેમ સંબંધોને કારણે મન પ્રફુલ્લિત રહેશે. પ્રવાસપર્યટનનો યોગ છે. ભોજન સુખ પણ ઉત્તમ છે.

 વૃશ્ચિક(Scorpio):

તમારા ગૃહસ્થજીવનમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે અને શારીરિક તથા માનસિક આરોગ્ય પણ સુદૃઢ રહેશે. બીમાર લોકોના સ્વાસ્થ્યમાં સુધારો આવશે. ઓફિસમાં સહકર્મચારીઓ તરફથી સહકાર મળશે.

ધન(Sagittarius):

સંતાનોના આરોગ્ય અને અભ્યાસ સંબંધી ચિંતાઓથી મન વ્યાકુળ થઈ શકે છે. કાર્ય-સફળતા ન થવાથી નિરાશ થશો, ક્રોધની ભાવના પર સંયમ રાખવો. પ્રિય પાત્રો સાથે સમય સારી રીતે પસાર કરશો. તાર્કિત અને બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવું.

 મકર(Capricorn):

આજનો દિવસ તમારું શારીરિક સ્વાસ્થ્ય સારું નહિ રહે તથા પરિવારમાં ઝઘડાના વાતાવરણથી ખિન્ન રહેશો. શરીરમાં સ્ફૂર્તિ તથા ઊર્જાનો અભાવ અનુભવશો. અંગત સંબંધોમાં મનમોટાવ થઈ શકે છે.

કુંભ(Aquarius):

આજે તમે માનસિક રીતે હળવાશ અનુભવશો, કારણ કે મનમાં છવાયેલી ચિંતાનાં વાદળ દૂર થવાથી મનમાં ઉત્સાહનો સંચાર થશે. મિત્રો તથા સ્વજનો સાથે મુલાકાત થશે અને નાનકડા પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે.

મીન(Pisces):

આજે યોગ કંઈક એવા પ્રકારના છે કે, કોઈ સાથેની તકરાર કે મનમોટાવ થવાની આશંકા છે. ખાસ કરીને ધનની લેવડદેવડમાં સાવધાની રાખવી. સ્વજનો સાથે ખટપટ થવાની સંભાવના છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મધ્યમ રહેશે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!