15 એપ્રિલનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries):

આજનો દિવસ ધાર્મિક અને આધ્યાત્મિક વિષયોમાં રસ રહેશે. મહત્વના નિર્ણયો ન કરી શકવાને કારણે મન દુઃખી રહેશે. શારીરિક અને માનસિક તાણનો અનુભવ થશે. ધાર્મિક કાર્યો પાછળ ધન ખર્ચ થશે.

વૃષભ(Taurus):

આવકના સાધનોમાં વધારો થશે. વૃદ્ધો તથા મિત્ર મંડળ તરફથી લાભ થશે. દાંમ્પત્ય જીવનમાં સંતોષ અને આનંદ રહેશે. પ્રવાસનું આયોજન થશે. મહિલા વર્ગ તરફથી લાભ અને માન સમ્માન મળશે.

મિથુન(Gemini):

શારીરિક અને માનસિક સુખ મળશે. નોકરી-વ્યવસાયમાં તમારી મહેનતનું ફળ મળશે. અધિકારી વર્ગમાં પ્રોત્સાહનથી ઉત્સાહ વધશે. સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધશે. પિતા તરફથી લાભ થશે.

કર્ક(Cancer):

ભાગ્ય વૃદ્ધિ સાથે અચાનક ધન લાભ થશે. વિદેશ જવા માટે ઈચ્છુક લોકોના પ્રયત્ન સફળ થશે. ધાર્મિક કાર્યો તથા યાત્રા પાછળ ખર્ચ થશે. પારિવારિક સભ્યો અને પદાધિકારીઓ સાથે સુખમય રીતે દિવસ પસાર થશે.

સિંહ(Lio):

પારિવારિક સભ્યો સાથે મનભેદ થઈ શકે છે. આર્થિક દ્રષ્ટિએ લાભ થશે. શારીરિક અને માનસિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. પરિવારનું વાતાવરણ સારું રહેશે.

કન્યા (Virgo):

દામ્પત્યજીવનના સુખદ સમયનો અનુભવ થશે. સામાજિક અને સાર્વજનિક ક્ષેત્રમાં તમારી ખ્યાતિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. ઘરેણાં અને વાહનની ખરીદી થશે. ધન લાભ થશે. સરકારી કાર્ય સરળતાપૂર્વક પૂર્ણ કરી શકશો.

 તુલા(Libra):

ઘરમાં સુખ શાંતિના વાતાવરણમાં તમે સમય પસાર કરી શકશો. કાર્યમાં સફળતા અને યશ મળતા ઉત્સાહ વધશે. નોકરીમાં લાભ થશે, સહકર્મીઓનો સાથ મળશે.

 વૃશ્ચિક(Scorpio):

સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા રહેશે. સંતાનોા સંબંધમાં મુશ્કેલી આવી શકે છે. સ્વાભિમાન ભંગ ન થાય તેનું ધ્યાન રાખવું. રોકાણ માટે સારો સમય છે. શેર સટ્ટાની લાલચ નુકસાન પહોંચાડી શકે છે.

ધન(Sagittarius):

ઘરના મુદ્દે મન તણાવમાં રહેશે. માનસિક તાણનો અનુભવ થશે. માતાની તબીયત સંબંધમાં ધ્યાન રાખવું. અનિદ્રા સતાવશે.

 મકર(Capricorn):

નવા કાર્યના પ્રારંભ માટે તૈયાર રહેવું, સફળતા મળશે. તમારા દરેક કાર્ય તન મન સ્વસ્થ રહીને કરવા. વેપાર ધંધામાં લાભ થશે. શેર સટ્ટામાં લાગેલા પૈસા લાભ અપાવશે. મિત્રો, સ્વજનો અને ભાઈ બહેન સાથે સારી રીતે સમય પસાર થશે.

કુંભ(Aquarius):

મનમાં દુવિધા રહેશે જેના કારણે ચોક્કસ નિર્ણય નહીં લઈ શકો. મહત્વપૂર્વણ નિર્ણય આજે ટાળવા. વાણી પર સંયયમ રાખો . ધાર્મિક કાર્ય પાછળ ખર્ચ થઈ શકે છે.

મીન(Pisces):

નવા કાર્યોમાં સફળતા મળશે. ધાર્મિક માંગલિક પ્રસંગોમાં જવાનું થશે. મનમાં કોઈ નિર્ણય કરતા દુવિધામાં રહેશો. પરિવાર સાથે મિષ્ટાન ભોજનનો આનંદ મળશે. દામ્પત્ય જીવન આનંદમય રહેશે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!