16 એપ્રિલનું રાશિફળઃ જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries):

આજનો દિવસો તમારા માટે શુભ છે. પરિવારજનો તથા મિત્રો સાથે સમારોહમાં ઉપસ્થિત રહી શકો છો. નવા કાર્યની શરૂઆત કરતા પહેલા ઉત્સાહ રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, ધનપ્રાપ્તિનો યોગ છે.

વૃષભ(Taurus):

શારીરિક તથા માનસિક રૂપે આજે ઉગ્ર રહી શકો છો. ચિંતાઓના કારણે માનસિક ભાર રહી શકે. પરિવાર સાથે મનભેદ થાય તેવા પ્રસંગ બની શકે છે. મહેનતના અનુરૂપ સફળતા ઓછી અને આર્થિક ચિંતા પણ રહી શકે છે.

મિથુન(Gemini):

ધનપ્રાપ્તિ માટે આજનો દિવસ શુભ છે. મિત્રો સાથે અચાનક મુલાકાત આનંદદાયક રહેશે, લાભ થશે. સારું ભોજન મળશે. સ્ત્રી મિત્રોથી લાભ થશે અને સંતાન પક્ષથી સારા સમાચાર મળશે. વેપાર અથવા નોકરીમાં લાભ થશે. આવકમાં વૃદ્ધિ થશે.

કર્ક(Cancer):

આજનો દિવસ તમારા માટે સંતોષ કારક રહેશે. આજે તમે દરેક કાર્ય સરળતાથી સંપન્ન કરી શકશો. નોકરીમાં ઓફિસર ખુશ રહેશે. તમારા પ્રમોશનનો યોગ છે. ઉચ્ચે અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ વાતો પર ચર્ચા થશે.

સિંહ(Lio):

આજનો દિવસ તમારા માટે મઘ્યમ ફળદાયી રહેશે. પહેલાથી નક્કી કરેયા કાર્યો તરફ તમારો પ્રયાસ રહેશે. તમારો વ્યવહાર ન્યાયપૂર્ણ રહેશે. આજે તમારા ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેવાની સંભાવના છે. આજે ગુસ્સો વધારે આવશે. વાણી પર સંયમ રાખો.

કન્યા (Virgo):

આજનો દિવસ તમારા માટે મઘ્યમ ફળદાયી રહેશે. પહેલાથી નક્કી કરેયા કાર્યો તરફ તમારો પ્રયાસ રહેશે. તમારો વ્યવહાર ન્યાયપૂર્ણ રહેશે. આજે તમારા ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેવાની સંભાવના છે. આજે ગુસ્સો વધારે આવશે. વાણી પર સંયમ રાખો.

તુલા(Libra)

દિવસ આનંદમાં પસાર થશે. પ્રણય માટે આજનો દિવસ સારો છે. મિત્રો તથા પ્રિયજન તમારા પ્રવાસને આનંદથી ભરી દેશે. નવા વસ્ત્રોની ખરીદીનો યોગ છે. માન-સન્માન મળશે. સારા ભોજન અને વૈવાહિક સુખની અનુભૂતિ થશે.

 વૃશ્ચિક(Scorpio):

સુખ-શાંતિ સાથે ઘરમાં સમય પસાર થશે. શારિરીક તથા માનસિક પ્રસન્નતાના કારણે કામ કરવામાં ઉત્સાહ બનેલો રહેશે. ઓફિસ સ્ટાફની મદદથી ઘણા કાર્યો પૂરા કરી શકશો.

ધન(Sagittarius):

આજ કાર્યમાં સિદ્ધિ તથા સફળતા ન મળે તો હતાશ ન થતા, ક્રોધ પર કાબૂ રાખો. સંપત્તિ સાથે સંબંધિત વિવિધ પ્રશ્નોના વિષયમાં મન ચિંતાગ્રસ્ત રહી શકે છે. આજે કોઈ યાત્રા પ્રવાસ ન કરો. વધારે પૈસાનો ખર્ચ થઈ શકે છે.

 મકર(Capricorn):

નવા કાર્યોની શરૂઆત માટે આજનો દિવસ સારો છે. લાંબા પ્રવાસ કે ધાર્મિક સ્થળની યાત્રા કરી શકો છે. વ્યવસાયમાં લાભનો અવસર રહેશે. વિદેશમાં રહેનારા મિત્રો અને સ્નેહીજનોના સમાચાર મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

કુંભ(Aquarius):

મનમાં ઉત્સાહનો સંચાર થશે, જેના કારણે દિવસ આનંદપૂર્વક પસાર થશે. ભાઈ-બંઘુઓ સાથે મતમેદ વધશે. આજે કોઈ મહત્વપૂર્ણ યોજના પણ બની શકે છે. કોઈ નાના પ્રવાસનું આયોજન થઈ શકે છે.

મીન(Pisces):

તમારી વાણી પર સંયમ રાખો, નહીંતર વાદ-વિવાદમાં પડી શકો છો. ખર્ચા પર પણ કાબૂ રાખવો જરૂરી છે. પૈસા સંબંધિત લેવડ-દેવડમાં સાવધાની રાખો. સ્વાસ્થ્ય નરમ રહી શકે છે. પરિવારજનો સાથે મતભેદના પ્રસંગ બની શકે છે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!