17 એપ્રિલનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries):

પારિવારિક વાતાવરણ ખુશહાલ રહેશે. મિત્રો સાથે આનંદમાં સમય પસાર કરશો. માતા તરફથી લાભ થશે. યાત્રાનો યોગ છે. ધન, લાભ, ઉત્તમ ભોજન અને ભેટ-ઉપહાર મળવાથી તમારા આનંદમાં વૃદ્ધિ થશે.

વૃષભ(Taurus):

ક્રોધ અને હતાશાની ભાવના તમારા મન પર હાવી થવા ન દેવી. સ્વાસ્થ્ય નરમ રહેશે. ખાનપાન પર ધ્યાન આપવું. ઘર-પરિવારની ચિંતાની સાથે ખર્ચના મામલે આજે તમે ચિંતિત રહેશો. તમારી વાણી પર સંયમ રાખવો.

મિથુન(Gemini):

નોકરી-વ્યવસાયમાં તમને લાભના સમાચાર મળશે. ઉચ્ચ અધિકારી તમારાં કાર્યોની પ્રશંસા કરશે. સ્ત્રીમિત્રો તરફથી વિશેષ લાભ થશે. દામ્પત્ય જીવનમાં માધુર્ય અને પરસ્પર તાલમેલ જળવાઈ રહેશે. સંતાનો તરફથી શુભ સમાચાર મળશે.

કર્ક(Cancer):

ઘરની સાજ-સજાવટ પર વિશેષ ધ્યાન રાખવું. નવી ઘરેલુ સામગ્રી ખરીદવાની સંભાવના છે. વેપારીઓ અને નોકરિયાતો લાભ તથા પ્રમોશનની આશા રાખી શકે છે. પારિવારિક સુખશાંતિ જળવાઈ રહેશે. સરકારી લાભ મળશે. આર્થિક લાભ થશે.

સિંહ(Lio):

વાદવિવાદમાં કોઈની નારાજગીનો સામનો કરવો પડશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં અવરોધ આવવાથી કાર્ય સમયસર પૂર્ણ કરવામાં મુશ્કેલી થશે. ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે.

કન્યા (Virgo):

આજે નવાં કાર્ય હાથમાં લેવા હિતકર નથી. બહારના ખાનપાનથી બચવું. ધન ખર્ચ થઈ શકે છે. શત્રુ તમારું અહિત ન કરે, તેનું ધ્યાન રાખવું. આગ અને પાણીથી બચવું. કાનૂની બાબતોમાં લાપરવાહીથી બચવું.

 તુલા(Libra):

પ્રણય, રોમાન્સ, મનોરંજન અને મોજમસ્તીથી ભરપૂર આજનો દિવસ છે. જાહેર જીવનમાં તમે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશો. યશ અને કીર્તિમાં વૃદ્ધિ થશે. ભાગીદારો સાથે લાભની વાત થશે. પારિવારિક જીવનમાં આનંદ રહેશે.

 વૃશ્ચિક(Scorpio):

સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. નોકરીમાં સાથી કર્મચારીઓનો સહયોગ મળશે. હરીફો અને શત્રુઓની ચાલ નિષ્ફળ રહેશે. મોસાળ પક્ષ તરફથી લાભ થશે. આર્થિક મામલે લાભની આશા કરી શકો છો.

ધન(Sagittarius):

ક્રોધને નિયંત્રણમાં રાખવો. પેટ સંબંધિત બીમારીઓથી પરેશાની થશે. વાદવિવાદ કે ચર્ચામાં પડવાથી સમસ્યા ઊભી થશે. સંતાનોના મામલે ચિંતા થશે. આર્થિક લાભ થશે. પ્રેમી સાથે આનંદની પળ વ્યતીત કરશો.

 મકર(Capricorn):

માતાનું સ્વાસ્થ્ય ચિંતા પેદા કરી શકે છે. જાહેર જીવનમાં સંભાળીને ચાલવું. સન્માનનું ધ્યાન રાખવું. પૂરતો આરામ અને ઊંઘ ન મળવાથી સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. સ્ત્રીવર્ગથી નુકસાન થવાનો ભય રહેશે.

કુંભ(Aquarius):

આજે તમારું મન ખૂબ રાહત મહેસૂસ કરશે. પાડોશીઓ અને ભાઈબહેનો સાથે મનમેળાપ રહેશે. ઘરમાં મિત્રોનું આગમન આનંદદાયી રહેશે. પ્રિય વ્યક્તિનો સાથ અને ભાગ્યવૃદ્ધિનો યોગ છે.

મીન(Pisces):

કોઈ સાથે તકરાર થવાની આશંકા છે. આર્થિક મામલે કે લેવડદેવડમાં સાવધાની રાખવી. પરિવારના સભ્યો સાથે ઝઘડો થઈ શકે છે. નકારાત્મક વિચારો મન પર છવાયેલા રહેશે, તેને પૂરા કરવા માટે પ્રયત્ન કરવા પડશે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!