18 એપ્રિલનું રાશિફળઃ જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries):

પારિવારિક વાતાવરણ આનંદપ્રદ રહેશે. પરિવાર સાથે વાદ વિવાદ થઈ શકે છે. ભોજનમાં ધ્યાન રાખવું. આયાત નિકાસ સાથે જોડાયેલા વ્યાપારીઓના બિઝનેસમાં લાભ અને સફળતા મળશે.

વૃષભ(Taurus):

શરદી-ઉધરસથી તકલીફ થઇ શકે છે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચો થઇ શકે છે. સ્વજનોનો વિયોગ સહન કરવો પડશે. બપોર પછી અનૂકુળતા રહી શકે છે. કાર્ય કરવાના ઉત્સાહમાં વૃદ્ધિ થઇ શકે છે. આર્થિક લાભ થશે.

મિથુન(Gemini):

આજે તમને મિત્રોથી લાભ થશે. અપેક્ષાથી વધારે ધનલાભ થશે. પ્રવાસનું આયોજન થઇ શકે છે. સરકારી કાર્યમાં લાભ થશે. આ સમયે કોઇના પણ મામલે હસ્તક્ષેપ ન કરો અને ધનની લેવડદેવડથી બચો.

કર્ક(Cancer):

આજના દિવસના પ્રારંભમાં શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થતાનો અનુભવ કરશો. ક્રોધ ન કરવો બાકી રિલેશન ખરાબ થશે. બપોર પછી તમારી શારીરિક સ્થિતિમાં સુધારો આવશે. પરિવારમાં આનંદનું વાતાવરણ બની રહેશે.

સિંહ(Lio):

પરિવાર તથા વ્યવસાયમાં આજનો દિવસ સારી રીતે પસાર થશે. કાર્યનો બોજ વધવાથી સ્વાસ્થ્યમાં શિથિલતાનો અનુભવ કરશો. બપોર પછી તબીયતમાં સુધારો થશે. મિત્રોને મળવાથી આનંદ થશે.

કન્યા (Virgo):

આજે સમજી-વિચારીને બોલજો, જેથી કોઇ સાથે વિવાદ ન થાય. બપોર પછી પ્રવાસનું આયોજન કરી શકો છો. આર્થિક લાભ થવાની શક્યતા છે. દરેક કાર્ય તમે સારી રીતે કરી શકશો.

તુલા(Libra)

આજે સમજી-વિચારીને બોલજો, જેથી કોઇ સાથે વિવાદ ન થાય. બપોર પછી પ્રવાસનું આયોજન કરી શકો છો. આર્થિક લાભ થવાની શક્યતા છે. દરેક કાર્ય તમે સારી રીતે કરી શકશો.

 વૃશ્ચિક(Scorpio):

આજનો દિવસ પ્રવૃત્તિમય અને આનંદ સાથે પસાર થશે. તમે વ્યવસાય અથવા વેપારના કાર્યમાં વ્યસ્ત રહેશો તથા તેનાથી લાભ થશે. વધારે લોકોને મળવાના કારણે વિચારોનું આદાન-પ્રદાન કરી શકો છો.

ધન(Sagittarius):

પરિશ્રમની તુલનામાં પ્રાપ્તિ ઓછી થશે. બપોર બાદ તમે શારિરીક તથા માનસિક સ્વસ્થતાનો અનુભવ કરશો. તમારા હાથેથી કોઈ ધાર્મિક અથવા પુણ્યનું કાર્ય થશે. આર્થિક લાભ થવાની સંભાવના છે.

 મકર(Capricorn):

વધારે સંવેદનશીલ ન બનો. સંતાનોની ચિંતા રહેશે. સરકારી ક્ષેત્રમાં સફળતા મળશે, અધિકારીઓ પાસેથી સહયોગ મળશે. આજના દિવસે શક્ય હોય તો પ્રવાસ કરવાનું ટાળો.

કુંભ(Aquarius):

આજે તમને નવા કાર્યો કરવાની પ્રેરણા જરૂર મળશે. લેખનાકાર્ય માટે આજનો દિવસ સારો છે. પરંતુ બપોર પછી પરિસ્થિતિમાં ફેરફાર થશે. મકાન અથવા જમીન સંબંધિત દસ્તાવેજોનું કામ આજે ન કરો.

મીન(Pisces):

આજે પૈસાનો ખર્ચ વધારે થવાના કારણે તમારું મન વ્યાકુળ રહેશે એવું ગણેશજી કહે છે. મતભેદ અને તણાવ ન થાય તેનું ખાસ ધ્યાન રાખતા વાણી પર સંયમ રાખો. આર્થિક મામલામાં પણ સંભાળીને કામ લો.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!