19 એપ્રિલનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries):

ખર્ચમાં સંયમ રાખવાની સલાહ ગણેશજી આપે છે, કારણ કે આજે ધનખર્ચનો વિશેષ યોગ છે. ધન સંબંધિત તથા લેવડદેવડ સંબંધિત તમામ કાર્યોમાં સાવધાની રાખવાની જરૂર છે. આજનો દિવસ મધ્યમ ફળદાયી છે.

વૃષભ(Taurus):

આજનો દિવસ ગણેશજીના હિસાબે શુભ ફળદાયી છે. તમારી રચનાત્મક અને કળાત્મક શક્તિઓમાં વૃદ્ધિ થશે. માનસિક રીતે આજે તમે વૈચારિક સ્થિરતાની અનુભૂતિ કરશો. આજે તમે મન પરોવીને કામ કરી શકશો.

મિથુન(Gemini):

આજનો દિવસ કેટલાક મામલે કષ્ટદાયી રહી શકે છે. આથી દરેક કાર્યમાં સાવધાની રાખવી. પરિવારજનો તથા સંતાનો સાથે મતભેદ થઈ શકે છે. ઉગ્રતા તથા આવેગને અંકુશમાં રાખવાં, જેથી વાત બગડે નહિ.

કર્ક(Cancer):

આજનો દિવસ તમારા માટે ખૂબ લાભકારી છે. તમારી આવકમાં વૃદ્ધિની સંભાવના છે. કોઈ અન્ય રીતે પણ આર્થિક લાભ થશે. મિત્રો સાથે મુલાકાત થશે. મહિલા મિત્રો તરફથી વિશેષ લાભ થશે. વેપારમાં લાભ થશે.

સિંહ(Lio):

તમારા માટે વ્યવસાય હેતુ આજનો દિવસ ખૂબ સારો છે. આજે દરેક કામ સફળતાપૂર્વક સંપન્ન થશે. ઉચ્ચ પદાધિકારીઓની તમારા પર કૃપાદૃષ્ટિ રહેશે. આજે તમારું પ્રભુત્વ ચરમસીમા પર રહેશે.

કન્યા (Virgo):

આજનો તમારો દિવસ સારો રહેશે. સગાંસંબંધીઓ સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે. મહિલામિત્રો તરફથી લાભ સંભવ છે. ધાર્મિક કાર્ય તથા યાત્રામાં વ્યસ્ત રહેશો. વિદેશમાં રહેતા પરિવારજનોના સમાચારથી આનંદ થશે.

 તુલા(Libra):

આજે તમને નવા કાર્યની શરૂઆત કરવાની સલાહ ગણેશજી આપે છે. ભાષા અને વ્યવહાર પર સંયમ રાખવો તમારા હિતમાં હશે. દ્વેષથી દૂર રહેવું તથા હિતશત્રુઓથી સાવધાન રહેવું. આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સારો સમય છે.

 વૃશ્ચિક(Scorpio):

આજે તમારો દિવસ કંઈક અલગ રીતે પસાર થશે. સ્વયં માટે તમારે સમય કાઢવો પડશે. મિત્રો સાથે હરવા-ફરવાથી, મોજમસ્તી, મનોરંજન, નાનકડો પ્રવાસ અને વસ્ત્ર પરિધાન વગેરેથી ઘણા આનંદિત રહેશો. માન-સન્માનમાં વૃદ્ધિ થશે.

ધન(Sagittarius):

ગણેશજી કહે છે કે, આજે તમારા માટે આર્થિક લાભનો દિવસ છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે, જે તમારા મનને પ્રસન્ન રાખશે. નોકરિયાતોને નોકરીમાં લાભ અને સહકર્મચારીઓનો સહકાર મળશે.

 મકર(Capricorn):

આજે તમારું મન ચિંતાગ્રસ્ત અને દ્વિધાયુક્ત રહી શકે છે, તેમ ગણેશજી કહે છે. આવી મનોદશામાં તમે કોઈ પણ કાર્યમાં દૃઢ નિશ્ચયી નહિ રહી શકો. આજના દિવસે કોઈ પણ મહત્ત્વપૂર્ણ કાર્ય ન કરવું, કારણ કે આજે ભાગ્ય સાથ નહિ આપે.

કુંભ(Aquarius):

આજે તમારા સ્વભાવમાં પ્રેમ છલકાશે, તેમ ગણેશજી કહે છે. આ કારણે માનસિક રીતે વ્યગ્રતાનો અનુભવ થશે. ધનોર્પાજન સંબંધિત યોજનાઓ બની શકે છે. માતા તરફથી લાભ થવાની સંભાવના છે.

મીન(Pisces):

ગણેશજી કહે છે કે, આજે તમારો દિવસ શુભ ફળદાયી છે. તમારી સૃજનાત્મક અને કળાત્મક શક્તિઓમાં વૃદ્ધિ થશે. વૈચારિક સ્થિરતાને કારણે તમારું કાર્ય સારી રીતે સંપન્ન થઈ શકશે. મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે આજનો દિવસ શુભ છે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!