2 એપ્રિલનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries):

તમારી ખોવાયેલી વસ્તુ પાછી મળવાની સંભાવના છે. પ્રિય વ્યક્તિ સાથે પ્રેમનો સુખદ અનુભવ પ્રાપ્ત કરી શકશો. પ્રવાસ આર્થિક લાભ અને વાહન સુખની સંભાવના છે. વાદવિવાદથી દૂર રહેવું હિતકર છે.

વૃષભ(Taurus):

તમારો દિવસ શુભ ફળદાયક સાબિત થશે. નિર્ધારિત કાર્ય સરળતાપૂર્વક પૂરાં થશે. અધૂરાં કાર્ય પણ પૂરાં કરી શકશો. શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો. આર્થિક લાભ થશે. મોસાળ પક્ષ તરફથી આનંદપૂર્ણ સમાચાર પ્રાપ્ત થશે.

મિથુન(Gemini):

વાદવિવાદ કે ચર્ચાઓમાં ઊંડા ન ઊતરવું તમારા માટે હિતકર છે. સ્ત્રીમિત્રો દ્વારા ખર્ચ કે નુકસાન થવાની સંભાવના છે. પેટ સંબંધિત બીમારીઓથી તકલીફ થશે. નવા કાર્યની શરૂઆત અને પ્રવાસ ન કરવા માટે ગણેશજી કહે છે.

કર્ક(Cancer):

શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ નરમ મહેસૂસ કરશો. સ્ત્રી મિત્રો સાથે મનમોટાવ કે તકરાર થવાની આશંકા છે. સમયસર ભોજન મળવામાં મુશ્કેલી ઊભી થશે. ધન ખર્ચ તથા અપયશ મળવાનો યોગ છે.

સિંહ(Lio):

પ્રસન્નતાનો અનુભવ કરશો. ભાઈબહેનો સાથે મળીને ઘર માટે કોઈ આયોજન કરી શકો છો. મિત્રો, સ્નેહીજનો સાથે યાત્રા કરવાનો યોગ છે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. અચાનક ભાગ્યવૃદ્ધિની તક ગણેશજી જુએ છે.

કન્યા (Virgo):

પરિવારમાં આજે આનંદનું વાતાવરણ રહેશે. વાણીની મધુરતા અને ન્યાયપ્રિય વ્યવહારથી તમે લોકપ્રિયતા પ્રાપ્ત કરશો. આર્થિક લાભની સંભાવના છે. મિષ્ટાન્ન ભોજન પ્રાપ્ત થશે. મોજશોખનાં સાધનો પાછળ ખર્ચ થશે.

 તુલા(Libra):

તમારી કળા નિખારવાની તક મળી શકે છે. શારીરિક, માનસિક રીતે સ્વસ્થ મહેસૂસ કરશો. મનોરંજનની પ્રવૃત્તિઓમાં મિત્રો તથા પરિવારજનો સાથે ભાગ લેશો. આર્થિક લાભ થશે. સુંદર ભોજન વસ્ત્ર અને વાહન સુખની પ્રાપ્તિ થશે.

 વૃશ્ચિક(Scorpio):

આમોદ-પ્રમોદ, મનોરંજન પાછળ ધનનો વ્યય થશે. માનસિક ચિંતા તથા શારીરિક કષ્ટને કારણે તમે પરેશાન થઈ શકો છો. માનહાનિ અને ધનહાનિની આશંકા રહેશે. કોર્ટનાં કાર્યોમાં સંભાળીને ચાલવું.

ધન(Sagittarius):

આર્થિક, સામાજિક અને પારિવારિક દૃષ્ટિએ તમારો આજનો દિવસ લાભદાયી છે. ગૃહસ્થ જીવનમાં સંપૂર્ણ આનંદ તમે પ્રાપ્ત કરી શકશો. પ્રેમની સુખદ અનુભૂતિ થશે. આવકમાં વૃદ્ધિ તથા વેપારમાં લાભ મળવાનો દિવસ છે.

 મકર(Capricorn):

નોકરી વ્યવસાયના ક્ષેત્રમાં લાભ થવાનો ગણેશજી સંકેત આપે છે. વસૂલાત, પ્રવાસ, આવક માટે શુભ દિવસ છે. સરકારી કાર્યોમાં સફળતા મળશે અથવા નોકરીમાં ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા તમારા કામની પ્રશંસા થશે. પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.

કુંભ(Aquarius):

આજે બેચેની, થાકનો અનુભુવ કરશો. કામમાં ઉત્સાહ ઓછો રહેશે. ઓફિસ તથા કામકાજની જગ્યાએ અધિકારીઓની નારાજગીનો સામનો કરવો પડશે. મોજશોખ અને હરવાફરવા પાછળ ખર્ચ થશે.

મીન(Pisces):

સ્વાસ્થ્યના સંબંધમાં વિશેષ ધ્યાન રાખવાની ગણેશજી સલાહ આપે છે. અચાનક ધન ખર્ચ થશે. અન્ય કામકાજમાં પણ તમારે થોડી પ્રતિકૂળતાનો અનુભવ કરવો પડશે. સંભાળીને બોલવું. આકસ્મિક ધનલાભથી આનંદ મળશે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!