21 એપ્રિલ, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

આયાત-નિકાસ સાથે જોડાયેલા વેપારીઓને વ્યવસાયમાં લાભ અને સફળતા મળશે. તમારી ખોવાયેલી વસ્તુ મળવાની સંભાવના છે. બૌદ્ધિક તથા લેખન કાર્ય માટે સારો દિવસ છે.

વૃષભ(Taurus):

નક્કર નિર્ણય ન લેતા હાથમાં આવેલી તક ગુમાવી દેશો. લેખક, કારીગર, કલાકારોને તેમના કૌશલ્ય પ્રદર્શનની તક મળશે. તમારી વાકપટુતા કાર્ય સંપન્ન કરશે અને બીજાને મોહિત કરશે. પ્રવાસ, આર્થિક લાભ અને વાહન સુખની સંભાવના છે.

મિથુન(Gemini):

આજનો દિવસ તમારે માટે લાભદાયક રહેશે. સવારથી તાજગી અને પ્રસન્નતાનો અનુભવ કરશો. આર્થિક લાભની સાથે સાથે કોઈ પાસેથી ઉપહાર મળતાં તમે વધુ ખુશ થશો. અન્ય લોકો સાથે મળીને આનંદદાયક પ્રવાસનું આયોજન કરી શકો છો.

કર્ક(Cancer):

શરીર અને મનમાં બેચેની તથા અસ્વસ્થતાનો અનુભવ થશે. મનની શંકા અને દ્વિધા તમારી નિર્ણય શક્તિને કસોટીના શિખર પર ચડાવશે. ખાસ તો પરિવારજનો સાથે મનમોટાવ થઈ શકે છે. મનમાં ઉદાસીનતા રહેશે.

સિંહ(Lio):

આજનો દિવસ વિવિધ લાભ લઈને આવે તેવી સંભાવના છે. આવા સમયમાં તમારી આળસ તમને લાભથી વંચિત ન રાખે તેનું ધ્યાન રાખવું. મિત્રો તથા વડીલોથી લાભ થશે. નોકરી વ્યવસાયમાં પ્રમોશન અને આવક વૃદ્ધિનો યોગ છે.

કન્યા (Virgo):

નવા કાર્ય શરૂ કરવા માટે યોજનાઓને અમલમાં લાવવાનો આજે ઉત્તમ સમય છે. વેપારમાં લાભ થશે. વસૂલાતના પૈસા વસૂલ કરી શકશો. નોકરિયાતોને પ્રમોશન મળી શકે છે. પિતા તરફથી લાભ થશે.

 તુલા(Libra):

લાંબા અંતરની યાત્રા કે ધાર્મિક સ્થળની મુલાકાત થશે. વિદેશ પ્રવાસ માટે અનુકૂળતા રહેશે. તેમ છતાં તમારા સંતાન અને સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતા રહેશે. નોકરિયાતો અને ઉચ્ચ પદાધિકારીઓ તથા સહકર્મચારીઓનો આજે સહયોગ ઓછો મળશે.

 વૃશ્ચિક(Scorpio):

આજનો દિવસ સાવધાની રાખવી. નવાં કાર્ય શરૂ કરી શકો છો. ક્રોધાવેશ અને અનૈતિક આચરણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. સમયસર ભોજન નહિ મળે.

ધન(Sagittarius):

શારીરિક-માનસિક રીતે સ્વસ્થ નરમ મહેસૂસ કરશો. છાતીમાં દુખાવો કે કોઈ વિકારથી પરિવારમાં અશાંતિ થઈ શકે છે. સ્ત્રીમિત્રો સાથે મનમોટાવ કે તકરાર થવાની આશંકા છે. સમયસર ભોજન મળવામાં અવરોધ આવશે.

 મકર(Capricorn):

તમારા વેપાર-વ્યવસાયનો વિકાસ થશે. આર્થિક રીતે લાભદાયક દિવસ હોવાથી પૈસાની લેવડદેવડમાં સરળથા રહેશે. પરિવારમાં સુખશાંતિનો માહોલ રહેશે. નોકરિયાતોને સહકર્મચારીઓ તરફથી સહકાર મળશે.

કુંભ(Aquarius):

આજે તમે સંતાન અને તમારા સ્વાસ્થ્યના સંબંધમાં થોડા ચિંતિત રહી શકો છો. વિચારોમાં ઝડપથી પરિવર્તન માનસિક સ્થિરતામાં ખલેલ પહોંચાડી શખે છે. આજે નવાં કાર્યનો આરંભ ન કરવો હિતમાં છે. યાત્રા-પ્રવાસમાં મુશ્કેલીઓ આવી શકે છે.

મીન(Pisces):

શારીરિક-માનસિક ભય રહી શકે છે. પરિવારજનો સાથે વાદવિવાદ તશે. માતાનું સ્વાસ્થ્ય સારું થતું જણાશે. અનિચ્છિત ઘટનાઓથી તમારા ઉત્સાહમાં ઘટાડો થઈ શકે છે. ધન અને કીર્તિની હાનિ થઈ શકે છે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!