24 એપ્રિલ, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

આજે સમજીવિચારીને નિર્ણય લેવાની ગણેશજી સલાહ આપે છે. શારીરિક અને માનસિક રીતે તમે વ્યગ્રતાનો અનુભવ કરી શકો છો. અનિદ્રાને કારણે સ્વાસ્થ્ય બગડી શકે છે. વાદવિવાદથી દૂર રહેવું.

વૃષભ(Taurus):

તમારાં કાર્ય આજે પૂરાં થઈ જવાથી આનંદમાં વધારો થશે. ભાઈબહેનો તરફથી લાભ થશે. શારીરિક અને માનસિક રીતે તમે ખુશીનો અનુભવ કરશો. આર્થિક લાભની સંભાવના છે. પૈસાનો વધુ ખર્ચ થશે.

મિથુન(Gemini):

અસંતોષની ભાવનાઓથી મન ગ્રસ્ત રહી શકે છે. શારીરિક રીતે તમે નબળાઈનો અનુભવ કરશો. વાંચન-લેખનમાં વિદ્યાર્થીઓનું મન નહિ લાગે. બપોર બાદ સ્થિતિ અનુકૂળ રહેશે. સંભવ બને તો નવા કાર્યની આજે શરૂઆત ન કરવી.

કર્ક(Cancer):

ભાવનાઓના પ્રવાહમાં ન વહેવું. નાનકડો પ્રવાસ કે પર્યટનની સંભાવના છે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે અને મન પણ પ્રફુલ્લિત રહેશે. મધ્યાહન બાદ તમારા મનમાં હતાશાની ભાવના આવવાથી મન અસ્વસ્થ રહી શકે છે.

સિંહ(Lio):

પારિવારિક કાર્યો પાછળ ધનખર્ચ થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો. ગેરસમજો દૂર કરવી. સંબંધીઓ સાથે મનમોટાવ થઈ શકે છે. બપોર બાદ મિત્રો અને સ્નેહીજનો સાથે મુલાકાતથી મન પ્રસન્ન રહેશે.

કન્યા (Virgo):

આજે તમારો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. પરિસ્થિતિ અનુકૂળ રહેશે. શારીરિક અને માનસિક રીતે સુખશાંતિ રહેશે. વ્યાવસાયિક ક્ષેત્રમાં વાતાવરણ અનુકૂળ રહેશે. વાણી પર સંયમ રાખવો, ધનહાનિની સાથે સાથે માનહાનિની આશંકા છે.

 તુલા(Libra):

આજે પારિવારિક વાતાવરણ આનંદપ્રદ રહેશે. વ્યવસાયમાં ઉચ્ચ અધિકારીઓ તરફથી આર્થિક લાભ થશે. આર્થિક આયોજન નિષ્ઠાપૂર્વક સંપન્ન કરી શકશો. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. માનસિક રીતે શાંતિનો અનુભવ કરશો.

 વૃશ્ચિક(Scorpio):

તમારા માટે ભાગ્યવૃદ્ધિનો દિવસ છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. ધાર્મિક પ્રવાસની સંભાવના છે. ધનલાભ થઈ શકે છે. વ્યવસાયમાં ઉન્નતિનો યોગ છે. તમારાં પ્રત્યેક કાર્ય સફળ થવાની સાથે સાથે પૂરાં પણ થશે.

ધન(Sagittarius):

આજે સ્વાસ્થ્ય નરમ રહી શકે છે. વૈચારિક મૂંઝવણોને કારણે માનસિક તણાવ રહી શકે છે. બપોર બાદ શારીરિક અને માનસિક રીતે અનુકૂળતા મહેસૂસ કરશો. અચાનક ધનપ્રાપ્તિનો યોગ બનશે. વ્યાવસાયીઓને લાભ થશે.

 મકર(Capricorn):

આજનો દિવસ પરિવારજનો સાથે આનંદપૂર્વક પ્રવાસ કે પર્યટનનો આનંદ મનાવશો, પરંતુ મધ્યાહન બાદ મન વ્યગ્રતાનો અનુભવ કરી શકે છે. વધુ ખર્ચ થવાથી ધનની તંગી રહી શકે છે. સરકારી કાર્યોમાં વિઘ્ન આવી શકે છે.

કુંભ(Aquarius):

આજનો દિવસ સુખ-શાંતિપૂર્વક પસાર થશે. પારિવારિક જીવનમાં આનંદ છવાયેલો રહેશે. શારીરિક અને માનસિક સ્વસ્થતા પ્રાપ્ત થશે. આમોદપ્રમોદની સાથે વાહનસુખ પ્રાપ્ત થશે. વ્યાવસાયિક ક્ષેત્રમાં તમને કીર્તિ પ્રાપ્ત થશે.

મીન(Pisces):

કોઈ પણ વ્યક્તિ સાથે વાદવિવાદથી બચવું. નવા કાર્યની શરૂઆત ન કરવી, પરંતુ બપોર બાદ સ્થિતિમાં અચાનક સુધારો આવશે. શારીરિક અને માનસિક રીતે તમે સ્વસ્થતાનો અનુભવ કરશો. વ્યાવસાયિકો માટે સાનુકૂળ વાતાવરણ રહેશે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!