25 એપ્રિલ, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

શારીરિક અને માનસિક અસ્વસ્થતાનો અનુભવ કરી શકો છો. પરિશ્રમની અપેક્ષાઓ ઓછી સફળતા મળવાથી નિરાશા થઈ શકે છે. સંતાનોના મામલે ચિંતા થઈ શકે છે. સરકારી કાર્યોમાં સફળતા મળશે. વાણી પર સંયમ રાખવો.

વૃષભ(Taurus):

દરેક કાર્ય આત્મવિશ્વાસ અને અટલ મનોબળ સાથે કરવાં, જરૂર સફળતા મળશે. પિતા કે પૈતૃક સંપત્તિથી લાભ થશે. સરકાર સાથે આર્થિક વ્યવહારથી લાભ થશે. કળાકારોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે. સંતાનોના મામલે ખર્ચ થઈ શકે છે.

મિથુન(Gemini):

નવી યોજનાઓ અમલમાં લાવવા માટે શુભ દિવસ છે. નોકરિયાતોને ઉચ્ચ પદાધિકારીઓ તથા સરકાર તરફથી પરિશ્રમનું સારું ફળ મળશે. ભાગ્યવૃદ્ધિ માટે તક છે. પ્રવાસની સંભાવના છે, લાભ થશે.

કર્ક(Cancer):

આંખોમાં તકલીફ થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે મનમોટાવ થઈ શકે છે. કામના સંબંધમાં સંતોષની ભાવના રહેશે. ધન ખર્ચ થશે. અનૈતિક પ્રવૃત્તિઓ તરફ જઈ રહેલાં મનને કાબૂમાં રાખવાની ગણેશજી સલાહ આપે છે.

સિંહ(Lio):

મોજમસ્તી અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં તમારી વિશેષ રુચિ રહેશે. પિતા તથા વડીલોનો સહયોગ મળશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારા સ્વભાવમાં ક્રોધ અને વ્યવહારમાં ઉગ્રતા રહેશે, જેની પર અંકુશ રાખવાની ગણેશજી સલાહ આપે છે.

કન્યા (Virgo):

અહમને કારણે તકરાર થવાની આશંકા છે. શારીરિક અને માનસિક ચિંતાની સાથે આજનો દિવસ વ્યતીત થશે. સ્વભાવમાં ઉત્તેજનાથી કામ બગડવાની આશંકા છે. મિત્રો સાથે રકઝક ન થાય તેનું ધ્યાન રાખવું. આકસ્મિક ધનખર્ચ થઈ શકે છે.

 તુલા(Libra):

ગૃહસ્થ જીવનમાં સુખ અને આનંદની પ્રાપ્તિ થશે. આવકવૃદ્ધિનો યોગ છે. ઓફિસ તથા વ્યવસાયના ક્ષેત્રમાં અનુકૂળ વાતાવરણ રહેશે. પ્રમોશન મળવાનો સંકેત મળશે. પરિવારના સભ્ય તથા મિત્રમંડળ સાથે ખુશ રહેશો. વૈવાહિક જીવન ઉત્તમ હશે.

 વૃશ્ચિક(Scorpio):

ગણેશજીની કૃપાથી તમારાં તમામ કાર્ય સફળતાપૂર્વક સંપન્ન થઈ જશે. ગૃહસ્થજીવનમાં આનંદ અને સંતોષનો અનુભવ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. સમાજમાં માન-સન્માન મળશે. ઉચ્ચ પદાધિકારીઓ અને વડીલો તરફની કૃપા તમારા પર રહેશે.

ધન(Sagittarius):

શરીરમાં થાક અને તણાવ રહી શકે છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેશે. કોઈ પણ વસ્તુની ચિંતા ન કરવી, તમારી મહેનતથી અંતમાં બધું બરાબર થઈ જશે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓ નારાજ થઈ શકે છે, સંભાળીને રહેવું.

 મકર(Capricorn):

નકારાત્મક વિચારોથી દૂર રહેવું. અચાનક ધન ખર્ચ થઈ શકે છે. વેપારમાં ભાગીદારો સાથે આંતરિક મતભેદ થઈ શકે છે. ક્રોધ પર નિયંત્રણ રાખવું. સાહિત્ય અને કળાના ક્ષેત્રમાં કેટલાંક નવસર્જન કરવાની પ્રેરણા મળશે.

કુંભ(Aquarius):

મિત્રો સાથે ક્યાંક ભોજન કરવા જવાનું થાય. વસ્ત્રાભૂષણ અને વાહનપ્રાપ્તિનો યોગ છે. ભાગીદારો સાથે તમારા સંબંધ સારા રહેશે. જાહેર જીવનમાં નામ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. દૃઢ આત્મવિશ્વાસથી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.

મીન(Pisces):

દૈનિક કાર્ય કોઈ અવરોધ વિના પૂરાં થશે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. હરીફોને પરાસ્ત કરી શકશો. સહકર્મચારીઓનો સહયોગ મળશે. મોસાળ પક્ષ તરફથી લાભ થશે.

 – બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!