26 માર્ચનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries):

પરિશ્રમ બાદ નિર્ધારિત સફળતા ન મળતા મનમાં નિરાશા રહેશે. સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે. યાત્રા માટે આજનો સમય અનુકૂળ નથી. સંતાનોને લઈને ચિંતા રહેશે. સરકારી કાર્યોમાં સફળતા મળશે.

વૃષભ(Taurus):

પિતૃપક્ષ તરફથી લાભ થશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં રૂચિ બનાવી રાખશે. સરકારી કાર્યોમાં સફળતા અથવા લાભ થશે. સંતાનોની પાછળ પૈસાનો ખર્ચ થશે. કલાકારો અને ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા દર્શાવવાનો ઉત્તમ સમય છે.

મિથુન(Gemini):

દિવસની શરૂઆતથી તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરશો. ભાગ્યવૃદ્ધિ થવાનો અવસર છે. નવા કાર્યોની શરૂઆત કરી શકો છો. મિત્રો સગા-સંબંધીઓ અને પડોશીઓ સાથે નમ્ર સંબંધ રાખવાથી આર્થિક દ્રષ્ટિએ લાભ થવાનો યોગ છે.

કર્ક(Cancer):

પરિવારમાં સદસ્યો સાથે મતભેદ થશે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન નહીં લાગે. પૈસાના ખર્ચમાં વૃદ્ધિ થશે. અસંતોષની ભાવનાથી મન ઘેરાયેલું રહેશે. અનૈતિક પ્રવૃત્તિઓમાં ન પડવાની ગણેશજી સલાહ આપે છે.

સિંહ(Lio):

સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. વાણી, વ્યવહારમાં ઉગ્રતા તથા કોઈની સાથે અહમના ટકરાવ થવાની સંભાવના છે. પિતા અથવા વડીલો દ્વારા લાભ થશે. સ્વાસ્થ્ય સંબંધમાં થોડી ફરિયાદ રહી શકે છે.

કન્યા (Virgo):

શારીરિક અને માનસિક ચિંતાથી વ્યગ્ર રહેશો. અહમના કારણે કોઈ સાથે મનભેદ થઈ શકે છે. આકસ્મિક ધનખર્ચ થશે. દાંમ્પત્યજીવનમાં મતભેદ ઉત્પન્ન થશે. માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ખરાબ થશે.

 તુલા(Libra):

મિત્રો સાથે મુલાકાત થશે. રમણીય સ્થાનો પર પ્રવાસનું આયોજન આજે તમારા દૈનિકા કાર્યોનો હિસ્સો બનશે. ગૃહસ્થ જીવનમાં સુખ-શાંતિનો અનુભવ કરશે. સ્ત્રી મિત્રોને મળવાનું થશે. આવકમાં વૃદ્ધિ થશે. ઉત્તમ વૈવાહિક સુખની પ્રાપ્તિ થશે.

 વૃશ્ચિક(Scorpio):

ગૃહસ્થજીવનમાં આનંદ છવાયેલો રહેશે. માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. નોકરી- વ્યવસાયમાં પ્રગતિ થશે. વડીલો તરફથી લાભ મળશે. વેપારી વર્ગને અટકાયેલા પૈસા મળશે. સંતાનોની પ્રગતિથી મન ખુશ રહેશે.

ધન(Sagittarius):

આજે સ્વસ્થ્ય નરમ-ગરમ રહેવાની સંભાવના છે. હાનિકારક વિચારોને મનથી દૂર રાખો. કોઈપણ કાર્યનું આયોજન આજે સંભાળીને કરો. ઉચ્ચે અધિકારીઓ સાથે મતભેદનો પ્રસંગ ઉપસ્થિત થશે.

 મકર(Capricorn):

ખાવા-પીવા પર ધ્યાન નહીં રાખો તો આજે સ્વાસ્થ્ય ખરાબ થવાની આશંકા છે. દર્દીની ચિકિત્સા, પ્રવાસ અથવા વ્યાપારિક કાર્યો પાછળ ધન ખર્ચ થશે. નકારાત્મક વિચારો અને ક્રોધને દૂર રાખશો તો ઘણી મુશ્કેલીઓથી બચી શકશો.

કુંભ(Aquarius):

ભરપૂર આત્મવિશ્વાસ અને દ્રઢ મનોબળ સાથે પ્રણય અને રોમાન્સ આજના દિવસને આનંદદાયક બનાવશે. સુરુચિપૂર્ણ ભોજન, નવા વસ્ત્રો તમારા આનંદને વધારશે. સાર્વજનિક માન-સન્માનમાં વૃદ્ધિ થશે.

મીન(Pisces):

ઘરમાં સુખ-શાંતિ અને આનંદનું વાતાવરણ બનેલું રહેવાથી તમારા દૈનિક કાર્યોને આત્મવિશ્વાસપૂર્વક કરી શકશો. સ્વભાવમાં ઉગ્રતા અને વાણી પર નિયંત્રણ રાખો. નોકરીમાં સહકર્મચારીઓ અને ગૌણ વ્યક્તિઓથી સહયોગ મળશે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!