30 એપ્રિલ, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

પારિવારિક જીવન સુખમય રહેશે. કોઈ ખોવાયેલી વસ્તુ આજે મળવાની સંભાવના વધુ છે. તમારા વિચારો અને આવેશને અંકુશમાં રાખવા. વિદેશી વેપાર સાથે જોડાયેલા લોકોને સફળતા અને લાભ મળશે.

વૃષભ(Taurus):

આજે દિવસભર આનંદ છવાયેલો રહેશે. તમારા કાર્યમાં વ્યવસ્થિત રીતે તમે આગળ વધી શકશો અને યોજના અનુસાર કાર્ય પણ કરી શકશો. અધૂરાં કાર્યોને સફળતાપૂર્વક પૂરાં કરી શકશો. ઓફિસમાં સહકર્મચારીઓનો સહયોગ સારો મળશે.

મિથુન(Gemini):

આજનો દિવસ મધ્યમ રહેશે. જીવનસાથી અને સંતાનના વિષયમાં ચિંતા રહી શકે છે. સ્વાસ્થ્ય થોડું નરમ-ગરમ રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. સંભવ હોય તો વાદવિવાદ ટાળવો. મનમોટાવ થઈ શકે છે, ધ્યાન રાખવું.

કર્ક(Cancer):

આજે સંભાળીને ચાલવું. છાતીમાં દુખાવો અથવા અન્ય વિકારથી પણ પીડાની અનુભૂતિ થઈ શકે છે. ઘરમાં સભ્યોની સાથે ઉગ્ર ચર્ચા કે વાદવિવાદ ન થાય, તેનું ધ્યાન રાખવું. ધનનો વધુ ખર્ચ થઈ શકે છે. માન-સન્માનનું ધ્યાન રાખવું.

સિંહ(Lio):

ભાઈબહેનો સાથે સંબંધોમાં મીઠાશ રહેશે. મિત્રો અને સ્નેહીજનો સાથે કોઈ પર્યટન સ્થળે હરવાફરવાનો આનંદ ઉઠાવી શકો છો. આર્થિક રીતે તમને લાભ થશે. ભાગ્યવૃદ્ધિ થવાનો પણ સંકેત છે.

કન્યા (Virgo):

તમારા માટે આજનો દિવસ શુભ રહેશે. વાણીની મધુરતાથી બીજા લોકોના મન પર પોતાની સકારાત્મક છાપ છોડી શકશો. પારિવારિક વાતાવરણ પણ સારું રહેશે. આર્થિક કાર્ય પણ આજે સુખપૂર્વક સંપન્ન થશે. નકારાત્મક વિચારોથી દૂર રહેવું.

 તુલા(Libra):

તમારાં પ્રત્યેક કાર્યમાં આત્મવિશ્વાસ છલકાતો દેખાશે. આર્થિક યોજનાઓ પણ સરળતાપૂર્વક બનાવી શકશો. શારીરિક તથા માનસિક રીતે પ્રસન્નતાનો અનુભવ થશે. વસ્ત્રાભૂષણ અને આમોદપ્રમોદ પાછળ ખર્ચ થઈ શકે છે. વૈચારિક રીતે દૃઢતા રહેશે.

 વૃશ્ચિક(Scorpio):

આજનો દિવસ મોજશોખ અને મનોરંજન પાછળ પસાર થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કુટુંબીજનો અને સગાંસંબંધીઓ સાથે ગેરસમજ કે મતભેદ ન થાય, તેનું ધ્યાન રાખવું. કોર્ટ-કચેરી સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી.

ધન(Sagittarius):

આર્થિક લાભ અને સામાજિક પ્રતિષ્ઠા મળવાની સાથે તમે પારિવારિક જીવનમાં સુખસંતોષની ભાવનાનો અનુભવ કરશો. આવકમાં વૃદ્ધિ અને વેપારમાં લાભ મળશે. મિત્રો સાથે પર્યટનનું આયોજન થશે. જીવનસાથી અને સંતાન તરફથી લાભ મળશે.

 મકર(Capricorn):

મિત્રો અને સ્નેહીજનો સાથે થયેલી મુલાકાતથી તમારું મન પ્રસન્ન થઈ ઊઠશે. વ્યવસાયિક ક્ષેત્રમાં ધન તથા માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ઉચ્ચ અધિકારીઓની પ્રસન્નતા તમારી પર રહેશે. વ્યવસાયમાં પણ તમને પ્રમોશન મળવાની સંપૂર્ણ સંભાવના છે.

કુંભ(Aquarius):

હરીફો સાથે વાદવિવાદ ન કરવો. વ્યવસાયમાં ઉચ્ચ અધિકારી સાથે કાર્ય કરતી વખતે સંભાળવું. આમોદપ્રમોદ પાછળ આજે ધન ખર્ચ થઈ શકે છે. સંતોનાના વિષયમાં ચિંતા રહી શકે છે.

મીન(Pisces):

ક્રોધ અને વાણી પર સંયમ રાખવો. સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. સારવાર પાછળ ધન ખર્ચ થવાની આશંકા છે. માનસિક રીતે તમે અસ્વસ્થ રહેશો. પરિવારજનો સાથે સંબંધોમાં નકારાત્મકતા ન આવે તેમું ધ્યાન રાખવું.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!