4 એપ્રિલનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries):

આજે આધ્યાત્મ તરફ તમારું ધ્યાન વધુ રહેશે. આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે સારો દિવસ છે. બોલવા પર સંયમ રાખવો, વાદવિવાદમાં ન ફસાવું. શત્રુ હાનિ કરી શકે છે. નવા કાર્યની શરૂઆત ન કરવી.

વૃષભ(Taurus):

તન-મનથી પ્રસન્નતાનો અનુભવ કરશો. જાહેર જીવનમાં યશ અને કીર્તિ મળશે. વેપારી વેપારમાં વિકાસ કરી શકશે. ભાગીદારીથી લાભ થશે. અચાનક ધનલાભ અને વિદેશથી સમાચાર મળશે.

મિથુન(Gemini):

પરિવારમાં આનંદ અને ઉલ્લાસનો માહોલ રહેશે. સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. વાતચીત દરમિયાન ક્રોધ પર કાબૂ અને વાણી પર સંયમ રાખવાથી મનમોટાવ નહિ થાય. ધનની પ્રાપ્તિ થશે. આવશ્યક ખર્ચ થશે.

કર્ક(Cancer):

અચાનક ધનખર્ચ થવાની સંભાવનાછે. સ્નેહીજનો વચ્ચે વાદવિવાદ થવાથી ખટાશ આવી શકે છે. નવા કાર્યની શરૂઆત કે પ્રવાસ ન કરવો. પરિવારજનોને તમારાથી અસંતોષ થઈ શકે છે. મિત્રો-સ્વજનો સાથે થયેલી મુલાકાતથી મન આનંદિત થઈ ઊઠશે.

સિંહ(Lio):

ઘરમાં માતા સાથે મતભેદ થઈ શકે છે અથવા તેમની તબિયત ખરાબ થઈ શકે છે. જમીન, મકાન તથા વાહનની ખરીદી કે તેના દસ્તાવેજ તૈયાર કરવા માટે અનુકૂળ સમય નથી. નકારાત્મક વિચારોથી હતાશા ઉત્પન્ન થઈ શકે છે.

કન્યા (Virgo):

ભાઈબહેનો સાથે મનમેળાપ રહેશે. મિત્રો અને સ્નેહીજનો સાથે મુલાકાત થશે. ગૂઢ રહસ્યમય વિદ્યાઓ પ્રત્યે આકર્ષણ રહેશે અને તેમાં સફળતા મળશે. વિરોધીઓ અને હરીફોનો સામનો કરશો. આર્થિક લેવડદેવડમાં સાવધાની રાખવી.

 તુલા(Libra):

ક્રોધાવેશમાં વાણી પર સંયમ ગુમાવવાથી પરિવારના સભ્યો સાથે વિવાદ થઈ શકે છે. અનાવશ્યક ખર્ચ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં અવરોધ આવી શકે છે. યશ અને કીર્તિમાં વૃદ્ધિ થશે.

 વૃશ્ચિક(Scorpio):

પરિવારજનો સાથે ખુશીથી સમય વ્યતીત કરશો. મિત્રો કે સ્નેહીજનો તરફથી તમને ઉપહાર મળશે. પ્રિયજનો સાથે મુલાકાતમાં સફળતા મળશે. માંગલિક પ્રસંગમાં જવાની સંભાવના છે. ધનલાભ અને પ્રવાસનો યોગ છે.

ધન(Sagittarius):

ક્રોધને કારણે પરિવારના સભ્યો તથા અન્ય લોકો સાથે સંબંધ બગડી શકે છે. તમારી વાણી અને વ્યવહારથી વિવાદ થઈ શકે છે. દુર્ઘટનાથી બચવું. સ્વાસ્થ્ય પાછળ ધન ખર્ચ થઈ શકે છે. વ્યર્થનાં કાર્યોમાં તમારી શક્તિ ખર્ચ થશે.

 મકર(Capricorn):

આજનો દિવસ દરેક ક્ષેત્રમાં લાભદાયક છે. સ્નેહીજનો અને મિત્રોને મળવાનું થશે. પ્રિય વ્યક્તિઓ સાથે મુલાકાત રોમાંચક રહેશે. વેપારીઓ અને નોકરિયાતોની આવકમાં વૃદ્ધિ થશે. ગૃહસ્થજીવનમાં આનંદ રહેશે.

કુંભ(Aquarius):

આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓની અપ્રસન્નતાથી મન વ્યગ્ર થઈ શકે છે. સરકારી કાર્ય નિર્વિઘ્ન પૂરાં થશે. માનસિક રીતે સ્ફૂર્તિનો અહેસાસ કરશો. પ્રમોશન અને ધન પ્રાપ્તિનો યોગ છે. માનપ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.

મીન(Pisces):

શરીરમાં સુસ્તી અને થાકનો અનુભવ કરશો. કોઈ પણ કાર્ય પૂરું ન થતાં હતાશા પેદા થઈ શકે છે. ઓફિસમાં અધિકારી વર્ગ સાથે સંભાળીને કાર્ય કરવાની ગણેશજી સલાહ આપે છે. સંતાનને કારણે ચિંતિત થઈ શકો છો. વ્યર્થમાં પૈસા ખર્ચ થશે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!