6 એપ્રિલનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries):

નવું કાર્ય કરવા માટે આજે શુભ દિવસ છે. ગૂઢ વિદ્યા તથા રહસ્યમય વિષયોને જાણવા-સમજવા માટે આજે તમે પ્રયત્ન કરશો. તમારી વાણી અને વ્યવહારને સંયમિત રાખવાં તમારા હિતમાં છે. બપોર બાદ નવા કાર્યનો પ્રારંભ કરી શકો છો.

વૃષભ(Taurus):

દિવસની શરૂઆત આજે આનંદપ્રમોદ અને મિત્રોની મુલાકાતથી થશે. અન્ય વ્યક્તિ પણ આજે તમારા જીવનમાં આવી શકે છે. પર્યટન કે પ્રવાસનું આયોજન થઈ શકે છે, પરંતુ બપોર બાદ સાવધાની રાખવી.

મિથુન(Gemini):

આજનો તમારો દિવસ મનોરંજનપ્રદ અને આનંદ લૂંટવાનો છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. કાર્યાલયમાં સહકારપૂર્ણ વાતાવરણ રહેશે.

કર્ક(Cancer):

પ્રતિકૂળતામાં તમે પરિશ્રમપૂર્વક કાર્ય કરશો તો આગળ વધવાની તક પ્રાપ્ત થશે. આરોગ્યમાં ખાસ પેટની વ્યાધિથી સમસ્યા થશે. વિદ્યાર્થીઓને વિદ્યા અભ્યાસમાં સફળતા મળશે.

સિંહ(Lio):

આજનો દિવસ ધ્યાનપૂર્વક આગળ વધવું. માનસિક રીતે તણાવ રહેશે. શારીરિક રીતે કેટલીક અસ્વસ્થતાનો અનુભવ થશે. પરિવારજનો સાથે કોઈ વાત પર ચર્ચાવિવાદ થઈ શકે છે.

કન્યા (Virgo):

તમને લાભ અને ભાગ્યવૃદ્ધિનો યોગ છે. બંધુ-સ્વજનો તરફથી લાભ થશે. સંબંધોમાં પ્રેમ અને સન્માનની પ્રધાનતા રહેશે, પરંતુ મધ્યાહન બાદ તમે ચિંતાતુર રહેશો, જેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે.

 તુલા(Libra):

શારીરિક અને માનસિક રીતે સ્વાસ્થ્ય બગડી શકે છે. પરિવારના ઝઘડામાં વાણી પર સંયમ રાખવો પડશે. નકારાત્મક માનસિકતા ન અપનાવવી. ઘરના સભ્યો સાથે ભ્રાંતિ ઊભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

 વૃશ્ચિક(Scorpio):

સુખ અને સંતોષનો અનુભવ થશે. પરિવારજનો સાથે આનંદપૂર્ણ દિવસ સંપન્ન થશે. આજે શુભ સમાચાર મળશે. મધ્યાહન બાદ પરિવારમાં ઝઘડાનું વાતાવરણ રહેશે, તેથી ભ્રમ દૂર કરવા.

ધન(Sagittarius):

આજનો દિવસ દુર્ઘટનાથી સંભાળીને ચાલવાની આવશ્યકતા છે. આનંદપ્રમોદની પાછળ તમે વધુ ખર્ચ કરશો. સ્વભાવમાં કેટલીક ઉગ્રતા રહેશે. સંબંધીઓ સાથે અરુચિકર ઘટનાઓ બનશે.

 મકર(Capricorn):

આજનો દિવસ વેપાર-ઉદ્યોગ માટે અને વ્યાવસાયિકોના વ્યવસાય માટે લાભદાયી છે. પુત્ર અને પત્નીથી લાભ થશે. સાંસારિક જીવનમાં સુખદ પ્રસંગ બનવાથી મન પણ પ્રસન્ન રહેશે.

કુંભ(Aquarius):

આજનો દિવસ લાભકારી છે. વ્યાવસાયિક ક્ષેત્રમાં તમને લાભની પ્રાપ્તિ થશે. વ્યવસાય કે વેપારમાં પદોન્નતિ થશે. ઉચ્ચ અધિકારી તમારી પર પ્રસન્ન રહેશે.

મીન(Pisces):

બૌદ્ધિક તથા તેને સંબંધિત લેખન-કાર્યમાં આજે તમે સક્રિય રહેશો. નવા કાર્યનો પ્રારંભ કરી શકશો. લાંબા પ્રવાસ તથા ધાર્મિક યાત્રાનો યોગ છે. વિદેશમાં સ્થિત મિત્ર તથા સ્નેહીજનો સાથે મનમેળાપ રહેશે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!