9 એપ્રિલનું રાશિફળ: જાણો, આજે કોનો સોમવાર રહેશે શુભ

મેષ(Aries):

વ્યવસાયિક ક્ષેત્રમાં અધિકારીઓ સાથે જરૂરી વિષયો પર ચર્ચા થશે. પરિવારમાં આનંદનું વાતાવરણ છવાયેલું રહેશે. પ્રત્યેક કાર્યનો નિર્ણય વિચારીને કરવો. કાર્યભારને કારણે શિથિલતાનો અનુભવ થશે.

વૃષભ(Taurus):

આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. વેપારીઓ તેમના વેપારમાં પૈસા લગાવી નવા કાર્યનો પ્રારંભ કરી શકશે અને ભવિષ્ય માટે યોજના પણ બનાવી શકશે. વિદેશગમનની સંભાવના પણ છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કાર્યભાર આજે વધુ રહેશે.

મિથુન(Gemini):

ક્રોધની ભાવના તમને નુકસાન પહોંચાડી શકે છે. માન-સન્માનનું ધ્યાન રાખવું. ઓછું બોલીને વાદવિવાદ કે મનમોટાવ દૂર કરી શકશો. ખર્ચનું પ્રમાણ વધશે. સ્વાસ્થ્ય નરમ રહેશે. માનસિક રીતે તમારા મનમાં હતાશા રહેશે.

કર્ક(Cancer):

મોજશોખની વસ્તુઓ નવા વસ્ત્રાભૂષણ તથા વાહન વગેરેની ખરીદી કરશો. ઉત્તમ દામ્પત્યજીવન મળશે. વેપારીઓને વિદેશ સંબંધિત વેપારમાં લાભ થશે. ભાગીદારો લાભદાયક સાબિત થશે. પ્રેમીઓને પ્રેમમાં સફળતા મળશે.

સિંહ(Lio):

દૈનિક કાર્ય વિલંબથી પૂરાં થશે. પરિશ્રમ તો વધુ કરશો, પરંતુ ફળ ઓછું મળશે. નોકરીમાં સંભાળીને રહેવું. સાથીદારોનો સહકાર મળશે. મોસાળ પક્ષ તરફથી ચિંતાજનક સમાચાર મળી શકે છે. અધિકારીઓ સાથે વિવાદ ટાળવો.

કન્યા (Virgo):

પેટની ગરબડથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં અવરોધ આવશે. અચાનક ધનખર્ચ થશે. પ્રિય વ્યક્તિ સાથે મેળાપ થશે. શેરસટ્ટાથી દૂર રહેવાની ગણેશજી ચેતવણી આપે છે. ભાવનાઓ પર નિયંત્રણ રાખવું.

 તુલા(Libra):

માનસિક ઊથલપાથલથી પરેશાન રહી શકો છો. માતા અને સ્ત્રીવર્ગ સંબંધી ચિંતા સતાવશે. આજનો દિવસ યાત્રા સ્થગિત રાખવી. સમયસર ભોજન અને પૂરતી ઊંઘ ન આવવાને કારણે શરીરમાં અસ્વસ્થતાનો અનુભવ કરશો.

 વૃશ્ચિક(Scorpio):

આજે તમારા માટે લાભદાયી દિવસ છે, તેમ ગણેશજી કહે છે. આર્થિક લાભ થવાની સાથે સાથે બીજા ક્ષેત્રોમાં પણ ભાગ્ય લાભ આપશે. સ્નેહીજનો સાથે સંબંધોમાં પ્રેમ વધુ રહેશે. નવા કાર્યના શુભારંભ માટે સમય શુભ છે.

ધન(Sagittarius):

ગેરસમજથી બચવું. વ્યર્થમાં ધન ખર્ચ થશે. માનસિક ઉચાટ અને દ્વિધાને કારણે મહત્ત્વપૂર્ણ નિર્ણય નહિ લઈ શકો. કાર્યોમાં ઇચ્છિત સફળતા મળવામાં અવરોધ આવશે. જનસંપર્કથી લાભ મળશે.

 મકર(Capricorn):

મિત્રો તથા સગાંસંબંધીઓ તરફથી ભેટ-ઉપહાર મળવાથી આનંદનો અનુભવ કરશો. કાર્ય સરળતાથી પૂર્ણ થશે. નોકરી-વ્યવસાયમાં લાભ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પડી જવાથી ઇજા થવાની સંભાવના છે.

કુંભ(Aquarius):

પૈસાની લેવડદેવડ કે જામીન તમને ફસાવી ન દે તેનું ધ્યાન રાખવું. સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થઈ શકે છે. પૈસાનું રોકાણ ખોટી જગ્યાએ ન થાય તેનું ધ્યાન રાખવું. પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે. ગેરસમજ, દુર્ઘટના વગેરેથી બચવું.

મીન(Pisces):

સમાજમાં અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરી શકશો. સામાજિક કાર્યોમાં ભાગ લેવા જવાનું થાય. વડીલો અને મિત્રોનો સહયોગ મળશે. નોકરી-વ્યવસાયમાં આવક વૃદ્ધિનો યોગ છે. સંતાન અને જીવનસાથી તરફથી લાભ મળશે.

 – બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!