આટલા અફલાતૂન હોય છે પ્લેનમાં એરહોસ્ટેસ અને પાયલોટના રેસ્ટ રૂમ

પ્લેનમાં આટલા સુપર્બ હોય છે એરહોસ્ટેસના રેસ્ટરુમ

ઈન્ટરનેશનલ હવાઈ મુસાફરી લાંબી હોવાના કારણે એર હોસ્ટેસની અલગ-અલગ શિફ્ટ હોય છે. આ દરમિયાન પ્લેન લેંડ ન થવાના કારણે તેમને પ્લેનમાં જ આરામ કરવાનો રહેતો હોય છે. તેના માટે ક્રૂ મેમ્બર્સ અને સ્ટાફ માટે અલગથી ખાસ રૂમ બનેલા હોય છે જ્યાં તેઓ આરામ કરી શકે છે.

અલગ-અલગ પ્રકારના હોય છે રૂમ

ફ્લાઈન્સ અને પેસેન્જર એરિયા સિવાય પણ ફ્લાઈટમાં ઘણી એવી જગ્યા હોય છે જેનો ઉપયોગ વિમાન કંપનીઓ તેમના સ્ટાફને વિશેષ સુવિધા આપવા માટે કરે છે. આ જગ્યામાં એર હોસ્ટેસ અને કેબિન ક્રૂ મેમ્બર પણ સૂવે છે. આ જગ્યાને ક્રૂ રેસ્ટ ડિપાર્ટમેન્ટના નામેથી પણ ઓળખવામાં આવે છે.

વિમાનમાં હોય છે ઘણી સીક્રેટ જગ્યાઓ

પોતાના અલગ અલગ કર્મચારીઓ માટે અલગ અલગ સ્ટાઈલ અને સાઈઝના આ રેસ્ટ રુમ બનાવે છે. વિમાનની ઉપરનો ભાગ હંમેશા ખાલી જ રહે છે આ સિવાય મેઈન સેક્શનના ખૂણામાં પણ ખાલી જગ્યા હોય છે. એટલું જ નહી પરંતુ વિમાનની પાછળના ભાગમાં પણ ખાલી જગ્યા હોય છે. આ જગ્યાઓમાં રેસ્ટ રૂમ અને બેડ બનાવવામાં આવે છે.

હોય છે તમામ પ્રકારની સુવિધા

પ્લેનના આ રેસ્ટ રૂમમાં ચા-કોફી, નાસ્તા-પાણીથી લઈને આરામ કરવાની ઉત્તમ પ્રકારની સુવિધા હોય છે. તેટલું જ નહીં દરેકની પ્રાઇવસીનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો હોય છે. ઊંઘનારા લોકોને કોઈ પરેશાની ના થાય એટલા માટે અહીં બે બેડની વચ્ચે પાર્ટિશન લાગાવી દેવામાં આવે છે.

આવી હોય છે ઓન ફ્લાઇટ લાઇફ

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!