દારૂના ૨ પેગ અંદર જાય અને અંગ્રેજી બોલવા લાગે છે અમુક લોકો – આ રહ્યું આવુ થવાનું કારણ

આપનો ખાસ એવો કોઇ મિત્ર-કે જે છેવટ સુધી ગુજરાતી માધ્યમમાં ભણ્યો છે-એ સામાન્ય રીતે ગુજરાતી જ બોલવાનો.હાં,પછી એની પ્રાદેશિક ભાષામાં થોડો ઘણો ફરક હોય.પણ ધારો કે,આ જ સીધોસાદો ગુર્જરપુરુષ તમારી સંગતે ચડીને બે પ્યાલા વ્હીસકીના ગટગટાવી જાય એટલે તરત એની ભાષા ફરી જાય!

તમારી હરેક વાતનો જવાબ એ અંગ્રેજીમાં જ આપવા માંડશે!એ પણ વ્યાકરણની ઓછામાં ઓછી ભૂલો વાળા સેન્ટેન્સમાં!અંગ્રેજીનો કોઇ કોર્ષ કર્યાં વિના જ ધડધડાટ!કદાચ તમારી પાસે આવા મિત્રો હશે અથવા તો કોઇ વ્યક્તિને તમે આવી રીતના વર્તતા જોઇ પણ હશે.

સવાલ તો થાય કે,માળું આ કેવી રીતે શક્ય છે?સાત્વિક ગુજરાતી બોલતા સજ્જન અંગ્રેજીમાં ધડાકા કરે અને કોઇ ગામડીયો માણસ તળપદીમાંથી શુધ્ધ ગુજરાતી બોલવા લાગે!બાકી શરાબ તો માણસને નુકસાનકર્તા છે એના વડે આવી મહારથ કેવી રીતે શક્ય છે?

આ વાતને લીધે વિદેશમાં એક સંશોધન થયેલું.એક પ્રતિષ્ઠીત વિજ્ઞાન સામાયિક “જર્નલ ઓફ સાઇકોફાર્માકોલોજી”માં છપાયેલા એક અધ્યયન લેખમાં કહેવામાં આવ્યું છે કે,થોડો એવો શરાબ બીજી ભાષા બોલવામાં મદદ કરે છે!જો કે એ વાત પણ સાચી કે શરાબ આપણી યાદશક્તિ કે ધ્યાન કેન્દ્રીત કરવાની શક્તિ પર અસર કરે છે.એ એનો ગેરફાયદો પણ છે.

જો કે,શરાબ આપણી હિચકિચાટ દુર કરે છે અને આને લીધે આત્મવિશ્વાસ વધે છે અને સામાજીક વ્યવહારમાં,જાહેરમાં સંકોચને દુર કરે છે.

રીસર્ચમાં સામે આવ્યું છે કે,જ્યારે આપણે કોઇ વ્યક્તિને મળીએ અને વાત કરીએ તો આ બધી બાબતોની અસર અમારી ભાષાક્ષમતા પર પડે છે.આ વાતને અત્યાર સુધી કોઇ આધાર રહીત સ્વીકારી પણ લેવામાં આવી છે.પણ યુનિવર્સિટી ઓફ લીવરપૂલ,બ્રિટનની કિંગ્સ કોલેજ અને નેધરલેન્ડની યુનિવર્સિટી ઓફ માસ્ટ્રિચના સંશોધકોએ આ બાબત પર ટેસ્ટ કરેલો.

આ સંશોધન કઇ રીતે કરવામાં આવ્યું તેની વાત પણ બહુ રસપ્રદ છે:

વૈજ્ઞાનિકોએ આ માટે ૫૦ જર્મન લોકોને પસંદ કર્યાં.જેમણે હમણાં જ ડચ ભાષા શીખી હતી.પછી એમાંના અમુકને પીણું પાવામાં આવ્યું જેમાં થોડી માત્રામાં આલ્કોહોલ નાખેલો હતો.અને બીજા લોકોને નોર્મલ રાખવામાં આવ્યાં.

એ પછી તેમની મુલાકાત નેધરલેન્ડ ડચભાષી લોકો સાથે કરવામાં આવી.જેઓને ખબર નહોતી કે આમાંથી કોણે આલ્કોહોલ ગટગટાવ્યો અને કોણે નહી!બંને પક્ષે વાતચીત થઇ અને બાદમાં તારણ બહાર પડ્યું કે,જે લોકોએ શરાબ પીધો તેઓ બીજાની સરખામણીમાં સારી રીતે ડચભાષા બોલી શકતાં હતાં.

શરાબના નશામાં વ્યક્તિ ઘણીવાર અદ્ભુત સહેલોમાંથી પસાર થાય છે.એને તમે આત્મવિશ્વાસ/કોન્ફીડન્સ પણ કહી શકો.શરાબથી સંકોચ પણ દુર થાય છે.માનસિક સ્થિતી મજબૂત બનવાથી વ્યક્તિ આ માટે સક્ષમ બને છે.

ઉપરના કારણથી એ જાણી શકાય છે કે,શા માટે આવું થાય છે.પણ ખરેખર આવા કારણોથી શરાબ પીવો એ મૂર્ખામી જ છે એ યાદ રાખજો.કોઇ પીતા નઇ હો…!!

નોંધ: આ પોસ્ટ દ્વારા અમે શરાબ/આલ્કોહોલ ના સેવન ને જરા પણ પ્રોત્સાહન નથી આપતા. દારૂ પીવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલી આ પોસ્ટ જો ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!