શુક્રનીતિ અનુસાર આ ૪ ટેવ આજે જ બદલી દેજો નહિ તો ……

જ્યારે માણસનો સમય ખરાબ ચાલી રહ્યો હોય ત્યારે એની સાથે બધું ખરાબ જ થાય. જ્યારે સમય ખરાબ હોય ત્યારે ન થવાનું થતું હોય છે. તમે કલ્પના પણ ન કરી શકો એવી મુસીબતો આવી શકે. જોકે ખરાબ સમયની કલ્પના કોઈ કરવા પણ નથી માંગતુ. બધા એવું જ ઈચ્છે કે તેમની સાથે હંમેશા બધું સારૂ જ થાય. પોતાની સાથે કંઈક ખરાબ થવાનો ખ્યાલ બધાને ડરાવે છે. પણ ખરાબ સમય કોઈ દિવસ પૂછીને નથી આવતો. ખરાબ સમય તો ગમે એ વ્યક્તિના જીવનમાં ગમે ત્યારે આવી શકે. ખરાબ સમય એ નથી કે જે તમારા જીવનમાં આવ્યો અને તમારી જીંદગી બદલી નાખે પણ ખરાબ સમય તો એ છે કે જે તમારી જીંદગીને ધીરે-ધીરે નિરશ-ઉદાસ કરી નાખે. ખરાબ સમય વખતે કંઈ સમજાય નહિ. એ સમયે તો સાચી સલાહ પણ કડવી ઝેર લાગે.

પણ એવું બિલકુલ જરૂરી નથી કે જ્યારે તમારો સમય ખરાબ હોય ત્યારે જ તમારી સાથે બધું ખરાબ થાય. વ્યક્તિની કેટલીક ખરાબ આદતો પણ હોય છે જે ખરાબ સમય અને મુસીબતોને આમંત્રણ આપે છે. ઘણા લોકોને અમુક આદતો હોય છે, તેઓની આવી આદત ધીરે-ધીરે લત બની જાય છે. તેની આદતને કારણે પરિવારને પણ નુક્શાન થાય છે. શુક્રનીતિમાં 4 એવી આદતનું વર્ણન કરવામાં આવ્યું છે જેના કારણે માણસનો ખરાબ સમય શરૂ થાય અને દુઃખ ભોગવવું પડે. જો તમારે પણ આવી કોઈ આદત હોય તો તાત્કાલિક છોડી દો. કઈ-કઈ છે આ આદત? ચાલો તમને જણાવીએ.

અન્ય સ્ત્રી સાથે સંબંધ


પારકી સ્ત્રી સાથે સંબંધ રાખનાર વ્યક્તિને રાક્ષસ માનવામાં આવે છે. જો તમારે કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય તો તમે કરેલા સારા કાર્યોનું ફળ કોઈ દિવસ નહિ મળે. આવું કરવાથી તમારો ખરાબ સમય શરૂ થઈ જાય છે. એટલે કોઈ દિવસ પારકી સ્ત્રી સાથે સંબંધ રાખવા નહી અને હંમેશા પોતાની પત્ની પ્રત્યે વફાદાર રહેવું.

પરંપરા વિરુદ્ધ કાર્ય કરવું


વ્યક્તિએ ઘરના નિયમ અને પરંપરાઓનું હંમેશા સન્માન કરવું જોઈએ અને એ મુજબ જ ચાલવું જોઈએ. જે વ્યક્તિ નીતી-પરંપરાનું ઉલ્લંઘન કરે એના પરિવારનો વિનાશ નક્કી છે. એના કારણે જ એક દિવસ આખા કુટુંબને ભોગવવું પડે.

માંસાહારી હોવું:


ગ્રંથોમાં જીવ હત્યાને પાપ માનવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ આવું કરે તો એ પાપનો સહભાગી ગણાય અને એવા વ્યક્તિથી ભગવાન પણ કોઈ દિવસ પ્રસન્ન થતા નથી. આવા લોકો ભગવાનની ગમે એટલી પૂજા-અર્ચના કરી લે તો પણ કોઈ દિવસ એનું ફળ પ્રાપ્ત ન થાય. એટલે વ્યક્તિએ શુદ્ધ શાકાહારી ભોજનનું જ સેવન કરવું જોઈએ.

ખોટું બોલવું


જીવનમાં કેટલીક પરિસ્થિતિ એવી ઉભી થાય કે વ્યક્તિએ ખોટું બોલવું જ પડે. પણ જે લોકોને ખોટું બોલવાની આદત પડી ગઈ છે તેઓએ આવી આદત તાત્કાલિક છોડી દેવી જોઈએ. કારણ કે ભલે તમને આ આદત સામાન્ય લાગતી હોય પણ એના પરિણામ ઘણા ખરાબ હોય શકે. તમારી આ આદત બરબાદીનું કારણ પણ બની શકે. જેનાથી તમને તો નુકશાન થશે જ સાથે તમારા ઘર-પરિવારને પણ દુઃખ અને પરેશાનીનો સામનો કરવો પડે.

મિત્રો, આ શ્લોક વાંચવા જેવો છે.

अनृतात् पारदार्याच्च तथाभक्ष्यस्य भक्षणात्।
अगोत्रधर्माचरणात् क्षिप्रं नश्यति वै कुलम्।।

શ્લોકનો અર્થ : પારકી સ્ત્રી સાથે સંબંધ, પરંપરાઓ વિરુદ્ધ કાર્ય કરવું, માંસાહારી હોવું અને ખોટું બોલવું. આવા કામ માણસને વિનાશ તરફ લઈ જાય છે. આવા કાર્ય કરવાથી કુળનો નાશ થાય છે. BE CAREFUL

‘જ્ઞાન સાથે ગમ્મત’ ફેસબુક પેઈજ પર રજુ કરાયેલ આ લેખ જો તમને ગમ્યો હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Disclaimer: All rights reserved to mojemoj.com

Leave a Reply

error: Content is protected !!