માસૂમનાં પેઈન્ટિંગ પાછળ બિહામણું સત્ય છુપાયેલ છે. જેણે પેઈન્ટિંગ ઘરમાં રાખ્યું એનું ઘર બળીને રાખ થઈ ગયું

લગભગ બધાને પોતાના ઘરમાં અવનવા પેઈન્ટીંગ લગાવીને ઘર સજાવવાનો શોખ હોય છે. આપણે ઘરમાં અલગ-અલગ શો-પીસ અને પેઈન્ટીંગ લગાવીને ઘર શણગારીએ છીએ. અને વળી, ઘરની દિવાલો ઉપર ટીંગાડેલ પેઈન્ટિંગ બધાને આકર્ષે છે. પણ આજે અમે તમને એક એવી રહસ્યમય પેઈન્ટીંગ વિશે જણાવીશું કે જે ખૂબ જ વિચિત્ર છે. હકીકતમાં આ પેઈન્ટીંગે ઈટાલીનાં લોકોમાં ડર ફેલાવી દીધો છે.

ઈટાલીનાં ફેમસ આર્ટિસ્ટ જિયોવની બ્રાગોલિને 6 સપ્ટેમ્બર 1985માં એક પેઈન્ટિંગ બનાવી હતી. જેમાં એક રડતો બાળક દેખાય છે. જ્યારે બ્રાગોલિને આ પેઇન્ટિંગ બનાવ્યું ત્યારે એને ખુદને ખ્યાલ નહોતો કે આ પેઇન્ટિંગ આટલું પ્રખ્યાત થશે. 1985નાં દશકમાં ઈટાલીનાં લોકો દ્વારા આ પેઇન્ટિંગને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું અને થોડાક જ દિવસોમાં આ પેઇન્ટિંગ સેંકડોની સંખ્યામાં વેચાઈ ગયું. પેઈન્ટિંગ લોકપ્રિય થવાને કારણે એની આખી સિરીઝ બહાર પાડવામાં આવી. જે સિરીઝનું નામ ‘ધ ક્રાઈંગ બોય’ રાખવામાં આવ્યું. પણ થોડા દિવસો બાદ પેઇન્ટિંગને કારણે અમુક એવી ઘટના બની કે લોકો આ પેઇન્ટિંગને શાપિત માનવા લાગ્યા.

જેણે પણ આ પેઇન્ટિંગ ખરીદ્યું એનું ઘર બળીને રાખ થઈ ગયું :


આ પેઇન્ટિંગ એટલું ખતરનાક સાબિત થયું કે જે વ્યક્તિએ આ પેઇન્ટિંગને પોતાના ઘરે લગાવ્યું એનું આખું ઘર બળીને રાખ થઈ ગયું. પણ સૌથી આશ્ચર્યજનક વાત તો એ હતી કે જેનાં પણ ઘરમાં આગ લાગી એનો બધો જ સર-સામાન બળીને ભસ્મ થઈ ગયો પણ આ પેઇન્ટિંગને ઉણી આંચ ન આવી.

એક રિપોર્ટ મુજબ એક ફાયર ફાયટરે એ વાતનો ખુલાસો કર્યો કે તેઓ જે ઘરમાં આગ ઓલવવા જતા, ત્યાં આ પેઇન્ટિંગ હાજર હોય. એને પણ એ વાત ચોંકાવનારી લાગતી કે ઘરનો બધો જ સામાન બળી ગયો હોવા છતાં પણ આ પેઇન્ટિંગને જરાય નુકશાન ન થતું.

આ પેઇન્ટિંગને લોકોએ ઘરમાં રાખવાનું જ બંધ કરી દીધું:


જ્યારે આવા આગ લાગવાના અકસ્માતો વધતા ગયા ત્યારે આ પેઇન્ટિંગથી લોકો ડરી ગયા. પેઇન્ટિંગે લોકોમાં ભયનો માહોલ ફેલાવી દીધો. જેનું પરિણામ એ આવ્યું કે લોકોએ પેઇન્ટિંગને ઘરની બહાર ફેંકી દીધું અને સેંકડો પેઇન્ટિંગ ભેગા કરીને એક જગ્યાએ સળગાવી નાખ્યા.

શરૂઆતમાં કેટલાક લોકો આ વાતને અંધવિશ્વાસ માનતા હતા. જે ઘરમાં પેઇન્ટિંગ હોય એ ઘરમાં આગ લાગવાની ઘટનાને પણ લોકોએ સંયોગ ગણાવ્યો. પણ જ્યારે આવા અકસ્માતોની લાઈન લાગી ત્યારે લોકોને વિશ્વાસ થયો. ત્યારબાદ લોકોએ આ પેઇન્ટિંગને ઘરમાં રાખવાનું બંધ કરી દીધું. માનવામાં આવે છે કે ત્યારબાદ ઘરમાં આગ લાગવાની ઘટનામાં પણ ઘટાડો થયો.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!