આ રીતે જન્મદિવસ ઉજવવો જોઈએ – જાણીલો સાચી સંસ્કૃતિ શું છે

મળ્યો માનવ દેહ!ઘણીવાર આપણે સાંભળેલું જ હશે કે ચોર્યાસી લાખ યોનિમાંથી માનવ શરીરમાં અવતાર મળવો અત્યંત કઠીન છે.એવા અલભ્ય કર્મો હોય તો જ શક્ય છે આ દેહ!માટે માનવના રૂપમાં થયેલો જન્મ આપણા માટે ભગવાન દ્વારા મળેલી સૌથી વિશાળ-અનંત ભેટ છે.માનવ જીવન એવી યોનિ છે જ્યાંથી તમે મોક્ષપ્રાપ્તિ માટે ધ્યાન-કર્મ કરી શકો.

જે દિવસે મનુષ્ય દેહ મળ્યો છે એ દિવસ એટલે કે જન્મદિવસ આ માટે જ તો ખાસ છે કે,એ દિવસથી તમને સૃષ્ટિ પર પરમ જીવન જીવવાનો મોકો આપતો સમય શરૂ થયો!આ માટે જ જન્મદિવસની ઉજવણી થતી હોય છે.માતા-પિતા,દેવો,મહર્ષિઓ,પિતૃઓ,સ્વજનો,પ્રકૃતિ અને ધરતી માતાની પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ દિવસ છે કે જેની કૃપાને પરીણામે આપણે દેવોને દુર્લભ એવો દેહ મળ્યો છે.

નરસિંહ મહેતાના કહેવા પ્રમાણે માનવદેહ ધરી ધરતી પર ભજન કરતા રહેવા જેવો રૂડો અવસર બીજો એકેય નથી.પુણ્ય કરી અમરાપુરી પામ્યાં,અંતે ચોર્યાશી માહી રે!

જન્મદિવસના ઉત્સવે સવારમાં વહેલા ઉઠી શુધ્ધ જળથી સ્નાન કરી,નવા વસ્ત્રો ધારણ કરવા જોઇએ.એ પછી પરમ કૃપાળુ કુળદેવતાનું ધ્યાન કરવું જોઇએ.અન્ય દેવ-દેવીઓની પ્રાર્થના કરી પરમ માંગલ્યની કામના કરવી.વડીલજનોને પ્રણામ કરી આશીર્વાદ મેળવવા.

તમારે જેટલા વર્ષ થયાં છે એટલા દિપ મંદિરમાં અથવા ઘરમાં પ્રગટાવવા જોઇએ.એ સાથે જ વર્ષ અભિવૃધ્ધિના પ્રતીક સમાન એક મોટો દિપક પણ પ્રગટાવવો જરૂરી છે.મતલબ કે તમે જેટલા વર્ષના છો,તમારી ઉંમરના વર્ષ કરતાં વધારે એક દિપક પ્રગટાવો.પછી જપ,હવન,અભિષેક,સુંદરકાંડ,યજ્ઞ,ભજન,કીર્તન વગેરેનું આયોજન કરો-તમારી શ્રધ્ધા પ્રમાણે.

એ બહુ જરૂરી બની જાય છે કે,જન્મદિવસના દિવસે તમે તમારી યથાશક્તિ અનુસાર અભાવગ્રસ્ત વ્યક્તિઓને જે-તે ચીજ વસ્તુનું દાન કરો.આનાથી પરમાત્માની કૃપા પ્રાપ્ત થશે અને એનાથી મોટો ફાયદો બીજો એકેય નથી એ નોંધી લેજો!આ શુભ અવસરે તમે મિત્રોમાં-લોકોમાં પ્રસાદ પણ વહેંચી શકો.

જન્મદિન:શું કરશો અને શું ના કરશો? –

જન્મદિવસે વાળ કે નખ કાપવા નહી.

સાદગીપૂર્ણ,ધીરજવાન,શાંત મન રાખી અને એકદમ સંતુલિત રહો.આવી સ્થિતી બહુ ફાયદાકારક છે.

ચોપાટી,રીવરફ્રન્ટ કે હોટલોમાં મોંઘા અને નશાકારક પીણાંની કે ખોરાકની જ્યાફત માણવાને બદલે ઘરે બનેલું સાત્વિક ભોજન જ ખાઓ.

માદક અને અખાદ્ય પદાર્થ જેવા કે માસ-મટન,દારૂ,તમાકુ,ઇંડા જેવા પદાર્થોનું સેવન ના કરશો.બની શકે તો આવી વસ્તુઓ બાબતે વિચારવાનું પણ ટાળજો.

મન-વચન-કર્મથી કોઇનું પણ અહિત ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો.જીવો અને જીવવા દોની નિતિનું બની શકે તો કાયમ પાલન કરો,ઝગડા-ફસાદથી દુર જ રહો.

કોઇ સાથે દ્વેષભાવના ન કેળવો.ખુશી સાથે મીઠિઇ-ભોજનનું વિતરણ કરો અને પ્રસન્ન રહેવાનો પ્રયત્ન કરો.

ભારતીય પરંપરા પ્રમાણે જન્મદિવસની ઉજવણી આ રીતે કરી શકાય.અને આ પ્રકારમાં કશું ખોટું પણ નથી.ઉંધે માર્ગે ચડેલા આજના યુવાનો માટે આ એક મિસાલ છે કે આપણી સંસ્કૃતિ જન્મદિવસની બાબતમાં શું કહે છે.

બની શકે તો આપના મિત્રો સાથે પણ આ લેખ શેર કરજો જેથી તેઓ પણ જાણી શકે આપણી સંસ્કૃતિ મુજબના જન્મોત્સવને

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર ની આ પોસ્ટ ગમી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!