માથા પર તિલક કરતા સમયે કેમ ચોખાનો ઉપયોગ થાય છે? જાણો આ છે ખાસ કારણ

હિન્દૂ ધર્મમાં માથા ઉપર તિલક લગાવવાનું વિશેષ મહત્વ છે, પૂજા-પાઠ, તહેવાર ત્યાં સુધી કે લગ્ન અને જન્મ દિવસ જેવા આયોજનમાં પણ તિલક કરવામાં આવે છે. શાસ્ત્રમાં સફેદ ચંદન, લાલ ચંદન, કંકુ, બીલીપત્ર, ભસ્મ, હળદર વગેરેથી તિલક લગાવવાનું શુભ માનવામાં આવે છે. પણ આજના સમયે મોટાભાગે કંકુથી જ તિલક થાય છે. જોકે તમે જોયું જ હશે કે કંકુના તિલક સાથે ચોખાનો પણ ઉપયોગ કરવામાં આવે છે પણ શું તમે આની પાછળનું કારણ જાણો છો? જો નહીં, તો ચાલો તમને જણાવી દઈએ આનું વાસ્તવિક કારણ…

ચોખા શુદ્ધતાનું પ્રતીક છે :


જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો માથા ઉપર બન્ને નેણની વચ્ચે જ્યાં તમે તિલક લગાવો છો એને અગ્નિચક્ર કહેવાય છે. અહીંયાથી જ આખા શરીરમાં શક્તિનો સંચાર થાય છે. એવામાં આ જગ્યા પર તિલક લગાવવાથી ઉર્જાનો સંચાર થાય છે અને વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. તિલકમાં ચોખા લગાવવાનું કારણ એ છે કે ચોખાને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે.

સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે :


શાસ્ત્રો મુજબ, ચોખાને હવનમાં દેવતાઓને ચઢાવવામાં આવતું શુદ્ધ અન્ન માનવામાં આવે છે. તેથી તિલકમાં કાચા ચોખાનો ઉપયોગ સકારાત્મક ઊર્જા પ્રદાન કરે છે. જેનાથી આપણી આજુબાજુ રહેલ નકારાત્મક શક્તિ સકારાત્મક ઊર્જામાં પરિવર્તિત થાય છે.

જો કે સનાતન ધર્મમાં કંકુનાં તિલક સાથે હળદર, ચંદન, ભસ્મ વગેરેનો ઉપયોગ કરવાનું વિધાન છે. બધા જ તિલકનાં અલગ-અલગ લાભ છે. ચાલો તમને આ વિશે પણ જણાવીએ…

હળદરનું તિલક લગાવવાનાં ફાયદા :


તિલકના રૂપમાં હળદરનો પણ ઉપયોગ થાય છે કારણ કે હળદરમાં એન્ટી બેક્ટેરિયલ તત્વ રહેલું છે. તેથી હળદરનું તિલક લગાવવાથી વ્યક્તિ ઘણા બધા રોગથી દુર રહે છે.

ચંદનનું તિલક લગાવવાના ફાયદા:


પૂજા-પાઠ કરવાવાળા લોકો ખાસ કરીને સાધુ-સંન્યાસી પોતાના માથા પર ચંદનનું તિલક કરે છે. જેનું મુખ્ય કારણ એ છે કે ચંદનનું તિલક કરવાથી માનસિક શાંતિ મળે છે. હકીકતમાં એવું છે કે માથા ઉપર ચંદન લગાવવાથી મગજમાં સેરાટોનિન અને બીટા એન્ડોર્ફિનનો સ્ત્રાવ સંતુલીત રીતે થાય છે. એનાથી વ્યક્તિનું મન-મસ્તિષ્ક શાંત અને ખુશનુમા રહે છે. એવામાં મનુષ્ય પોતાનું ધ્યાન સારા કર્મોમાં લગાવે છે. સાથે જ ચંદનનું તિલક લગાવવાથી માં લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જ્યારે જ્યોતિષ શાસ્ત્ર મુજબ કહેવાય છે કે, ચંદનનું તિલક લગાવવાથી ઘણા ઉગ્ર ગ્રહો શાંત થાય છે.

ભસ્મનું તિલક કરવાનું મહત્વ:


કેટલાક સાધુ-સંન્યાસી રાખથી તિલક કરે છે, સાથે ઘણા મંદિરોમાં પણ ભસ્મથી તિલક કરવામાં આવે છે. હકીકતમાં આધ્યાત્મિક રીતે ભસ્મ તિલકનું વિશેષ મહત્વ હોય છે. માનવામાં આવે છે કે જે રીતે રાખથી અશુદ્ધિઓ દૂર થાય છે એવી જ રીતે માથા પર ભસ્મનું તિલક લગાવવાથી માણસ પાપથી મુક્ત થાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. સાથે જ એવી માન્યતા પણ છે કે જે માણસ ભસ્મ તિલક ધારણ કરે એનું આકર્ષણ વધે છે, સમાજમાં એને ઉચ્ચ માન-સન્માન પ્રાપ્ત થાય છે.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ જ્ઞાન-સભર પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!