દુનિયાની સૌથી વધુ શ્રાપિત વસ્તું, જેને માત્ર જોવાથી થઈ જાય છે મૃત્યું

મોટા ભાગે આપણી આજુબાજુ કેટલીક એવી વસ્તુઓ આવતી-જતી રહે છે કે જે આપણને વિચારમાં મૂકી દે. આમાંની અમુક વસ્તું તો એટલી ખતરનાક અને જોખમી છે કે જેને માત્ર જોવાથી લોકો મરી જાય છે. સરકારે પણ આ વસ્તુંઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આપણી આસપાસ માત્ર ભૂતિયા જગ્યા જ નથી પણ એ સિવાય ઘણી શાપિત વસ્તુઓ પણ છે કે જે કોઈ પણ વ્યક્તિના જીવનને બરબાદ કરી મૂકે. આમાંની ઘણી વસ્તુઓ એવી છે કે જેને લોકો માત્ર એક જ વાર જોઇ લે તો એની ખુશાલી ભરી જીંદગી નર્ક બની જાય છે. તો ચાલો, જાણીએ આવી ખતરનાક શાપિત વસ્તુઓ વિશે.

(1) શાપિત પેઇન્ટિંગ:


ઈંગ્લેન્ડમાં એક એવી ખતરનાક પેઇન્ટિંગ છે કે જેને શાપિત માનવામાં આવે છે. આમાં એક વ્યક્તિની પેઇન્ટિંગ છે. જે વ્યક્તિએ આ પેઇન્ટિંગ બનાવી હતી એ મૃત્યું પામી. આ પેઇન્ટિંગ બનાવતી વખતે એ વ્યક્તિએ રંગોની સાથે પોતાના લોહીનો પણ ઉપયોગ કર્યો હતો. આ વ્યક્તિના મૃત્યુ પછી સી રોબિન્સન નામના વ્યક્તિને આ પેઇન્ટિંગ પોતાની દાદીના બેઝમેન્ટમાંથી મળી. પ્રાપ્ત વિગત મુજબ આ પેઇન્ટિંગમાંથી બિહામણા અવાજ આવે છે.

(2) રહસ્યમય વાઈન કેબિનેટ:


લીસ્ટીંગ દરમિયાન ઈબે (eBay) નામની વેબસાઈટ પર ખૂબ જ વાયરલ થયેલ વાઈન કેબિનેટનું નામ ‘ડાઈબ્બક’ છે. આ કેબિનેટ પણ શાપિત છે. એવું કહેવાય છે કે આ કેબિનેટની અંદર એક મરેલા માણસની આત્મા રહે છે. આ આત્મા એની આજુબાજુ રહેલ લોકોને કેબિનેટ ખોલવા માટે મજબૂર કરે છે. જે લોકો આ કેબિનેટને ખોલે છે, આત્મા એની પાછળ પડી જાય છે અને એની જીંદગી નર્ક બની જાય છે. વર્ષ 2012માં આના પર ‘ધ પોઝેશન’ નામની એક ફિલ્મ પણ બની હતી.

(3) એનાબેલ ઢીંગલી :


મોનરોનાં ધ વોરેન્સ ઓકલ્ટ મ્યુઝિયમમાં એક ઢીંગલી રાખવામાં આવી છે, જેને ખૂબ જ વધુ શાપિત માનવામાં આવે છે. એનું નામ ‘એનાબેલ’ છે. આ ઢીંગલી વર્ષ 1970માં એક મહિલાએ પોતાની દિકરી માટે ખરીદી હતી. જ્યારે આ ઢીંગલી મહિલાનાં ઘરમાં આવી ત્યારે ઘરમાં અજીબો-ગરીબ ઘટના બનવા લાગી. ત્યારબાદ ઢીંગલીને ઘરમાંથી હટાવી દેવામાં આવી. આ ઢીંગલી ઉપરથી એક ફિલ્મ પણ બની ચુકી છે જેનું નામ ‘એનાબેલ’ હતું.

(4) ભૂતિયા ખુરશી :


નોર્થ યોર્કશાયરનાં રહેવાસી થોમસ બસબીની ખુરશીને પણ શાપિત ગણવામાં આવે છે. આ ખુરશીને મરેલા માણસની ખુરશી કહેવામાં આવે છે. પ્રાપ્ત જાણકારી મુજબ થોમસે આ ખુરશી ઉપર પોતાના સસરાની હત્યા કરી હતી. આ ખુરશી વિશે કહેવાય છે કે જે કોઈપણ આ ખુરશી પર એક વાર બેઠે છે એનું મોત થઈ જાય છે. એટલે જ આ ખુરશીને થ્રિસ્ક મ્યુઝિયમમાં સિલીંગ ઉપર લટકાવીને રાખવામાં આવી છે.

(5) ‘ધ ક્રાઈંગ બોય’ પેઇન્ટિંગ :


ઈટાલીનાં ફેમસ આર્ટિસ્ટ ગિયોવની બ્રાગોલિને 6 સપ્ટેમ્બર 1985માં એક પેઈન્ટિંગ બનાવી હતી. જેમાં એક રડતો બાળક દેખાય છે. જ્યારે બ્રાગોલિને આ પેઇન્ટિંગ બનાવ્યું ત્યારે એને ખુદને ખ્યાલ નહોતો કે આ પેઇન્ટિંગ આટલું પ્રખ્યાત થશે. 1985નાં દશકમાં ઈટાલીનાં લોકો દ્વારા આ પેઇન્ટિંગને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું અને થોડાક જ દિવસોમાં આ પેઇન્ટિંગ સેંકડોની સંખ્યામાં વેચાઈ ગયું. પેઈન્ટિંગ લોકપ્રિય થવાને કારણે એની આખી સિરીઝ બહાર પાડવામાં આવી. જે સિરીઝનું નામ ‘ધ ક્રાઈંગ બોય’ રાખવામાં આવ્યું. પણ થોડા દિવસો બાદ પેઇન્ટિંગને કારણે અમુક એવી ઘટના બની કે લોકો આ પેઇન્ટિંગને શાપિત માનવા લાગ્યા. આ પેઇન્ટિંગ એટલું ખતરનાક સાબિત થયું કે જે વ્યક્તિએ આ પેઇન્ટિંગને પોતાના ઘરે લગાવ્યું એનું આખું ઘર બળીને રાખ થઈ ગયું. પણ સૌથી આશ્ચર્યજનક વાત તો એ હતી કે જેનાં પણ ઘરમાં આગ લાગી એનો બધો જ સર-સામાન બળીને ભસ્મ થઈ ગયો પણ આ પેઇન્ટિંગને ઉણી આંચ ન આવી. એક રિપોર્ટ મુજબ એક ફાયર ફાયટરે એ વાતનો ખુલાસો કર્યો કે તેઓ જે ઘરમાં આગ ઓલવવા જતા, ત્યાં આ પેઇન્ટિંગ હાજર હોય. એને પણ એ વાત ચોંકાવનારી લાગતી કે ઘરનો બધો જ સામાન બળી ગયો હોવા છતાં પણ આ પેઇન્ટિંગને જરાય નુકશાન ન થતું.

(6) મનહૂસ કાર:


હોલીવુડ એક્ટર જેમ્સ ડીને એક કાર ખરીદી હતી, જેને અપશુકનિયાળ માનવામાં આવે છે. જાણકારી મુજબ આ કાર ખરીદ્યાનાં એક અઠવાડિયામાં જ જેમ્સનું મૃત્યું થયું. જેમ્સનાં મૃત્યું બાદ ગાડીનું કામ કરનાર જોર્જ એ કાર ખરીદી લીધી અને કારના પાર્ટ્સ છુટ્ટા પાડીને વેચી દીધા. પણ જે લોકોએ આ પાર્ટ્સ ખરીદ્યા એ લોકો પણ મૃત્યું પામ્યા.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!