જો સપનામાં મરેલા લોકો આવે અને એની સાથે વાતો કરીએ તો એનો શું મતલબ થાય – વાંચી લો

સપના દરેક વ્યક્તિ જુએ છે.એ દુનિયા આખી અલગ હોય છે.એમાં વ્યક્તિ એ બધી વસ્તુ કરી શકે જે વાસ્તવિક જીવનમાં શક્ય જ નથી.સપના સારા અથવા તો ખરાબ એમ બંને પ્રકારના હોય છે.સપનામાં વ્યક્તિ મૃત માણસ સાથે વાત પણ કરે છે.સ્વપ્ન જ્યોતિષીઓના જણાવ્યાં પ્રમાણે સપના મનુષ્યના ભાવિ સાથે જોડાયેલા હોય છે.

આજે અહીં ભૂત-પ્રેત કે પ્રેતાત્મા સાથે જોડાયેલા સ્વપ્નની વાત કરવાની છે.એ સાથે એના સ્વપ્ન ફળ વિશે ચર્ચા કરવાની છે.ચાલો જોઇએ આવા સપનાઓ વિશે માન્યતા શું કહે છે :

સપનામાં આ ચીજો દેખાવાનો મતલબ છે આવો –

(1)કોઇ વ્યક્તિને સપનામાં ખોદેલી કબર દેખાય તો ભવિષ્યમાં એના પ્રેમ પ્રકરણમાં અવિશ્વાસ આવવાની સંભાવના રહેલી છે.

(2)સપનામાં મરેલી વ્યક્તિનો અવાજ સંભળાય તો માણસ ઘોર વિપત્તિમાં મુકાય શકે છે.જ્યોતિષીના મતાનુસાર આ સંકેતને અશુભ માનવામાં આવે છે.

(3)સપનામાં મૃત વ્યક્તિ સાથે વાત કરવાને શુભ સંકેત માનવામાં આવે છે.આ સંકેત દર્શાવે છે કે,જોનારને વ્યાપારમાં અપાર સફળતા મળશે.

(4)સપનામાં શબ રાખેલું જોવા મળે તો જોનાર સાથે કોઇ દુર્ઘટના ઘટી શકે છે.

(5)સપનામાં સ્વચ્છ એવો સ્મશાનઘાટ દેખાય તો વ્યક્તિની બધી ઇચ્છાઓ પુરી થઇ શકે છે.

(6)સપનામાં જો કોઇ કબર પર લખેલી વાતોને વાંચી શકાય તો સમજવું કે નજીકના ભવિષ્યમાં તમને કોઇ ઉચ્ચ પદ પર બેસવા મળશે.

(7)સપનામાં જો જોનારને તેમની પત્નીનું શબ દેખાય તો આ સંકેત ઘણો અશુભ માનવામાં આવે છે.જે ભાવિને અંધકારમાં જતું રહેવાનો સંકેત આપે છે.

(8)સપનામાં જોનાર ઝેર ગટગટાવીને મરી જાય તો સંભવ છે કે તેને આગળના જીવનમાં પારાવાર મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે!

(9)સપનામાં સ્ત્રીને જો રાક્ષસના દર્શન થાય તો સંભવ છે કે તેને પ્રેમી તરફથી કે પતિ તરફથી દગો મળી શકે.

(10)સપનામાં વ્યક્તિને પોતાની સ્મશાનયાત્રા જતી દેખાય તો એના સાથે કંઇક ખરાબ થવાની આશંકા સેવી શકાય છે.

(11)સપનામાં પ્રેતાત્મા સાથે મૈત્રી કરવાનું શુભ માનવામાં આવે છે,આનાથી વ્યાપારમાં અપાર સફળતા મળી શકે છે એવી માન્યતા છે.

ઉપરની વાતો સ્વપ્ન જ્યોતિષશાસ્ત્રના માનવા પ્રમાણેની છે.અમે વધારે કોઇ માહિતી ઉમેરી નથી.ધન્યવાદ!આવી કોઇ ચિંતા કર્યા વિના ગમતાંનો ગુલ્લાલ કર્યા કરજો! અને ‘જ્ઞાન સાથે ગમ્મત’ ની પોસ્ટ શેર કર્યા રાખજો.

Leave a Reply

error: Content is protected !!