મૃત્યુના ૯૬ વર્ષ બાદ પણ આ બાળકની આંખો ખુલે છે – વાંચીને ચોંકી જશો

સૃષ્ટિનો અફર નિયમ છે કે,જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્વિત છે.પછી ચાહે લાખ કોશિશ કરો,ઇશ્વરના આ પ્રિન્સિપાલને કોઇ રોકી શકવાનું છે જ નહીં!કોઇને કોઇ કારણોસર વહેલા મોડું બધાએ આખરે તો જવાનું જ છે!

પણ તમને એમ કહીએ કે,કુદરતના આ નિયમને એક નાનકડી બાળકીએ ખોટો પાડી દીધો તો કદાચ આપને યકીન આવશે જ નહીં!ભલે યકીન ના આવે પણ વાત સાચી છે.ના કોઇ ફિલ્મ કે નાટક સાથે આને સબંધ છે,સબંધ છે તો માત્ર વાસ્તવિકતા સાથે!

નાનકડી ઉંમરમાં જ ડોક્ટરો દ્વારા મૃત ઘોષિત કરી દેવાયેલી આજે ૯૬ વર્ષે પણ પોતાની પાંપણોના પલકારાથી પોતે હજી જીવીત હોવાનું સબુત આપી રહી છે!કોઇ વ્યક્તિ મૃત્યુ પામે પછી એના શરીરના કોઇ અંગો એની ઇચ્છા અનુસાર હલન-ચલન કરી શકતા નથી,એમ જ કહોને કે પછી ઇચ્છાનું પણ શું વજુદ-શી હયાતી?!પણ આ ઘટના અકલ્પનીય અને અદ્ભુત છે.ચાલો વિસ્તારથી જાણી જ લઇએ આ વાતને :

વાત છે ઇટાલીમાં આવેલ એક નાનકડા કસબા,નામે સિસ્લીની-તેની રાજધાની પેલરમોની.આજે “Sliping Beauty”નામે ખ્યાતનામ થયેલી આ બાળકીની ઉંમર માત્ર ૨ વર્ષની છે અને નામ છે-રોજાલિયા લોબરડો.ઘટના તો આજથી લગભગ એક સદી પહેલાની છે!જે સમયે કોઇક આપત્તિને લીધે એ વિસ્તારના એક સાથે ૮,૦૦૦ માણસો હતભાગી રીતે કાળનો કોળિયો બન્યાં હતાં.આ કબરોને પેલરમોના એક કાન્વેટમાં સુરક્ષિત રીતે રાખવામાં આવેલી.

જ્યારે આ સંયુક્ત કબરોમાંની સ્લીપીંગ બ્યુટીની કબર પર નજર ગઇ તો બધાના આશ્વર્યનો પાર ન રહ્યો.રાતોરાત ખબર વાઇરલ થઇ ગઇ.લોકોને પોતાની આંખ પર ભરોસો ન રહ્યો.વાત જાણે એમ હતી કે,એ બાળકીની પાંપણો અર્ધખુલ્લી હતી-કેમ જાણે ઝબકતી ન હોય!

આ નજારો જોયાં પછી લોકો અવનવી અફવાઓ ફેલાવવા લાગ્યાં.ગામને મોઢે ગળણાં થોડા બંધાય!ઘટના બહુ વેગવંતી હવામાં નીકળી પડી તે કાનોકાન રાતોરાત પહોંચી ગઇ.સાચા-ખોટાની પરવા કર્યા વિના પબ્લિક ભેગી થવા લાગી.ઇટાલીયન ગવર્મેન્ટે આવી પ્રસિધ્ધીથી બાળકીના શબને કાચની એક મજબૂત પેટીમાં બંધ કરી દીધું.

ખરેખર આની પાછળ કોઇ રહસ્ય હોવાના પુરાવા મળતા નથી.અથવા કોઇક અન્ય કારણ હશે જેથી આવું બનતું હશે.શબની દેખભાળ કરનાર માણસના કહેવા પ્રમાણે,લોકોનો આ ઓપ્ટિકલ ભ્રમ છે!અને તેવું હોઇ પણ શકે.નિરીક્ષકના કહેવા પ્રમાણે,બાળકીની આંખો પુરી રીતે બંધ નથી એ જ કારણ છે.આમાં ખરેખર રહસ્ય જેવું કશું નથી.

પણ ખરેખર શું છે એ તદ્દન સ્પષ્ટ નથી.કદાચ કોઇ વૈજ્ઞાનિક કારણ જ હોય શકે આની પાછળ.અન્ય માન્યતાને અવકાશ છે નહી.તે છતાં અગાઉ કહ્યું તેમ ગામને મોઢે ગળણાં બંધાઇ શકવાના નથી!

આ પોસ્ટ આપ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના સૌજન્યથી વાંચી રહ્યા છો.

Leave a Reply

error: Content is protected !!